નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ સાથે કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

Share this story

ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

લોકોમાં વધી રહેલા રોષને જોતા સરકારે હવે આર્મીને પણ એલર્ટ કરી છે.રાજાશાહીના સમર્થનમાં થઈ રહેલા દેખાવોની આગેવાની દુર્ગા પરસાઈ કરી રહ્યા છે.જેઓ પોતે એક વ્યવસાયી છે અને અગાઉ માઓવાદી પણ રહી ચુકયા છે. ઉદ્યોગપતિ દુર્ગા પ્રાસાઈની આગેવાની હેઠળનો આ વિરોધ ૨૦૦૬ પછીની ઐતિહાસિક ઘટનાઓમાંની પહેલી ઘટના છે. આ ચળવળે રાજાશાહીને પુનઃસ્થાપિત કરવા અને નેપાળને હિંદુ સામ્રાજ્યમાં પાછું લાવવાના ઉદ્દેશ્ય સાથે સંભવિત શાસન પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૪૦ વર્ષ જૂની રાજાશાહી ૧૫ વર્ષ પહેલાં પીપલ્સ મૂવમેન્ટને પગલે નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે ૧૯ દિવસનો કર્ફ્યુ હતો.

દુર્ગા પરસાઈએ કહ્યુ હતુ કે, વર્તમાન શાસન વ્યવસ્થા સામે જનતા વિદ્રોહ કરી રહી છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે લોકો સામે સરેન્ડર કરીને લોકોની ઈચ્છા પ્રમાણે રાજાશાહીને ફરી લાગુ કરવી જોઈએ.નેપાળને નેતાઓ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે.બેન્કો, સરકારના નિગમો અને નાણાકીય સંસ્થાઓ લોકોનુ શોષણ કરી રહી છે.અમે ઈચ્છીએ છે કે, લોકોની ૨૦ લાખ રુપિયાથી ઓછી લોનને પણ માફ કરવામાં આવે.

આ પણ વાંચો :-