ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

Share this story

પંજાબના જલંધરમાં શેરડીના ભાવમાં વધારો કરવા અને પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. નેશનલ હાઈવે બાદ તેઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. ગઈકાલે ચંદીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખેડૂતોની બેઠક યોજાવાની હતી જે થઈ શકી નહીં. આનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી સરકાર શેરડીના ભાવમાં વધારો કરવાની તેમની માંગણી નહી સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

જલંધરના ધનોવલી પાસે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ખેડૂતોના આંદોલનને કારણે આ રૂટ પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે. રેલવેએ જણાવ્યું છે કે, આ ટ્રેક પરથી દરરોજ લગભગ ૧૨૦ ટ્રેનો પસાર થાય છે. ખેડૂતો હડતાળ પર બેઠા તે પહેલા જ આ ટ્રેક પરથી ૪૦ ટ્રેનો પસાર થઈ હતી. આ પછી અહીંથી ૮૦ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

રેલવે ટ્રેક બ્લોક થયા બાદ શતાબ્દી એક્સપ્રેસને ફગવાડા અને આમ્રપાલી એક્સપ્રેસને જાલંધરમાં રોકવામાં આવી હતી. આ પછી દિલ્હી, પાણીપત, અંબાલા, લુધિયાન તરફ જતી અન્ય ટ્રેનોને નાકોદરથી ફગવાડા રૂટ તરફ વાળવામાં આવી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ આંદોલનને કારણે નવી દિલ્હીથી પંજાબ જતી ૫૬ ટ્રેનોને અસર થઈ છે. આમાંથી ૬ ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે ૩૧નો રૂટ બદલાયો હતો અને ૧૮ને અગાઉના સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.

જલંધરમાં ધન્નો વાલી પાસે નેશનલ હાઈવે પર ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને કારણે દિલ્હી જમ્મુ હાઈવે સંપૂર્ણપણે બંધ છે.  લુધિયાણા તરફ PAP ચોકથી થોડા દૂર ધનોવલી ગેટ પાસે ખેડૂતોએ જાલંધરમાં રેલવે અને નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. ખેડૂતો હાલમાં પોતાની માંગણીઓ સાથે હાઈવે પર તંબુઓ લગાવીને બેઠા છે. ખેડૂતોએ વિરોધ દરમિયાન કહ્યું છે કે, તેઓ ૨૬ નવેમ્બરે ચંદીગઢ જશે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ નેશનલ હાઈવે બ્લોક કરીને લોકોને પરેશાન ન કરે.

આ પણ વાંચો :-