રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૯ બેઠકો માટે આજે મતદાન

Share this story

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા ૫,૨૫,૩૮,૧૦૫ છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના ૧,૭૦,૯૯,૩૩૪ મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૨,૬૧,૦૦૮ નવા મતદારો ૧૮-૧૯ વર્ષની વયજૂથના છે.

કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. ૨૦૧૮માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું, અમને વિશ્વાસ છે. ભાજપ ૫ વર્ષ સુધી વિપક્ષ તરીકેનો ખરાબ પ્રદર્શન રહ્યો છે. મોદી હિમાચલ અને કર્ણાટકમાં પણ એક ચહેરો હતો પરંતુ જનતા બુદ્ધિશાળી છે. પીએમ મોદીએ ચૂંટણીમાં પાયલોટ પરિવાર વિશે જે કહ્યું તે સત્યથી પર હતું. કોંગ્રેસમાં અમે બધા સાથે મળીને ચૂંટણી લડીએ છીએ. જનતા જાણે છે. પોસ્ટર પર કોનો ફોટો મોટો છે પણ કોઈ ફરક પડતો નથી. ચૂંટણી પછી હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ લિડર બનશે.

અલવર જિલ્લામાં ૬ બૂથના EVMમાં ખામી સર્જાયા બાદ મતદારો ચિંતિત દેખાયા હતા. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ બૂથ, રેની વિસ્તારમાં બે અને ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર EVM ખરાબ થયું હતું. વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને EVM બદલીની કામગીરી ચાલી રહી છે. ઈવીએમમાં સમસ્યાના કારણે જિલ્લાના ૬ બુથ પર વિલંબથી મતદાન શરૂ થશે.

આ પણ વાંચો :-

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત