Home Blog Page 871

મહાદેવ બેટિંગ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ

0

મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી.  દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જાહેર કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. અને EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

ભારત સરકારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત અનેક ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટો સામે કડક કાર્યવાહી કરી છે જેમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ED દ્વારા કથિત ગેરકાયદે સટ્ટાબાજી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલની તપાસ કરવામાં આવી રહી છે. ફેડરલ પ્રોબ એજન્સીએ ઓક્ટોબરમાં ઉપ્પલ અને ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વિશેષ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી હતી. EDની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા પાછળથી રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. મહાદેવ એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના પગલે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈ તેને ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

૧૩ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે, પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણીઆંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતંુ હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ ‌

નસીબનો સાથે ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

iPhone ૧૬ લોન્ચ પહેલા ચીનને મોટો ઝટકો, જાણો ભારતને ફાયદો

0

એપલ દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે એપલને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે એપલ દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું છે. જેથી ભારતમાં વધી રહેલા મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં રાખીને, એપલએ તેના સપ્લાયર્સને ભારતમાં iPhone બેટરી બનાવવા માટે કહ્યું છે. જેના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.

એપલએ તેના તમામ સપ્લાયર્સને iPhone ૧૬ સ્માર્ટફોનમાં મેડ ઈન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્યણ લીધો છે. એપલના નિર્ણયથી ચીનને ઝટકો લાગી શકે છે. જેને તાજેતરના ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થવાની આશા છે.

  • ભારતને થશે આ ફાયદા
  • ભારતમાં Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોને  $૧.૫ બિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે નવી ઉત્પાદન ફેક્ટરી સ્થાપવામાં આવશે.
  • ૧૭માંથી ૧૪ ચીની સપ્લાયર કંપનીઓએ ભારતમાં તેમની ઉત્પાદન લાઇનઅપ સેટ કરવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. આમાં સ્થાનિક ઉત્પાદકો સાથે ભાગીદારી કરવામાં આવશે
  • ગયા વર્ષની સરખામણીમાં એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતમાંથી iPhoneની નિકાસમાં ૧૭૭ ટકાનો વધારો થયો છે
  • વર્ષ ૨૦૨૪ સુધીમાં Apple iPhoneનો માર્કેટ શેર ૬ ટકાથી વધીને ૮ ટકા થઈ શકે છે

સંજય સુરાના ગ્રુપ સહિત દસ સ્થળો પર ITના દરોડામાં ૩૦૦ કરોડના મળ્યા શંકાસ્પદ દસ્તાવેજો

0

સુરત આયકર વિભાગની ડીડીઆઈ વિંગે સુરતના બિલ્ડર જુથ સુરાના તથા યાર્ન મર્ચન્ટ રાકેશ કંસલ જુથના કુલ ૨૨ જેટલા ધંધાકીય-રહેણાંક સ્થળો પર ગત શુક્રવારે વહેલી સવારથી રેડ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.ચારેક દિવસોથી હાથ ધરેલી સર્ચ આજે પણ જારી રહેવા પામી છે.અલબત્ત ત્રણ દિવસોની તપાસ દરમિયાન આયકર વિભાગે બિલ્ડર- ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી ૮ કરોડની રોકડ તથા ૨૦થી વધુ બેંક લોકર્સ જપ્ત કરવા સાથે થોકબંધ હિસાબી દસ્તાવેજો તથા ઈલેકટ્રોનિક્સ ઉપકરણોના ડીજીટલ ડેટા કબજે કર્યા છે.જેની વિગત ઈન્કમટેક્સ રિટર્નમાં બતાવવામાં આવી છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગત રોજ આયકર વિભાગે બંને વ્યવસાયિક જુથોના ૧૦ સ્થળો પર તપાસ પુરી કરીને બાકીના ૧૦ સ્થળો પર એકાદ બે દિવસમાં સર્ચ પુરી કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. બિલ્ડર તથા ટેક્સટાઈલ જુથના ધંધાકીય સ્થળો પરથી અત્યાર સુધીમાં ૩૦૦ કરોડને લગતા બેનામી હિસાબી વ્યવહારોને લગતાં દસ્તાવેજો મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના વ્યવહારો રોકડમાં થયા હોવાના દસ્તાવેજી પુરાવા આયકર વિભાગને હાથ લાગ્યા છે.જે અંગે વ્યાજ સહિત પેનલ્ટી પણ ચુકવવાની નોબત આવે તેમ છે.

યાર્ન વેપારમાં રાકેશ કંસલના મુખ્યત્વે રીયલ એસ્ટેટમાં કરેલા રોકાણો તથા સોદાઓના વ્યવહારોને લગતા દસ્તાવેજોનું વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું છે.વીતેલા વર્ષમાં થયેલા સોદાના પેમેન્ટ કન્ડીશન,પાર્ટીઓ સાથેના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે.તદુપરાંત સુરાના બિલ્ડર જુથના બાંધકામ પ્રોજેક્ટમાં જમીન ખરીદીથી માંડીને ફ્લેટ ધારકો પાસેથી મેળવેલા નાણાંકીય અવેજના લગતા હિસાબી વ્યવહારોને તપાસ હાથ ધરાઈ છે.જેમાં મોટા ગજાના બિલ્ડરની એન્ટ્રી પણ મળતાં મોટા પાયા પર કર ચોરી બહાર આવે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

લાલ દરિયામાં સ્ફોટક સ્થિતિ, ઈઝરાયેલના જહાજ પર ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો

0

યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાઇલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના હુતી બળવાખોરોએ ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. યુકે નેવીએ હુમલાની પુષ્ટિ કરી છે. લાલ સમુદ્રમાં યુએસ નેવીની સાથે યુકે નેવી પણ તૈનાત છે.

જહાજમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ ઈઝરાઇલ સાથે જોડાયેલું છે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ મિસાઇલ યમનમાં હુતી વિદ્રોહીઓએ છોડ્યું હતું. ઇઝરાઇલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝા પટ્ટીમાં કોમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે

IDF (ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ) એ ઉત્તરી ગાઝા પર લગભગ કબજો કરી લીધો છે. હાલમાં, સધર્ન ગાઝા અને વેસ્ટ બેંકમાં IDFની કાર્યવાહી ચાલુ છે. ખાન યુનિસ સહિત દક્ષિણ ગાઝાના દરેક વિસ્તારમાં IDF દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સ્કાય એટેક ક્રમિક રીતે થઈ રહ્યા છે. જેથી ગાઝાના રહેવાસીઓને જબરદસ્ત લશ્કરી કાર્યવાહી દ્વારા રફાહ ક્રોસિંગ તરફ ધકેલવામાં આવે.

હાલમાં ગાઝાના લાખો લોકો રફાહ સરહદ નજીક અલ બયુક અને શૌકત અલ-સૂફીના રણ વિસ્તારો વચ્ચે ફસાયેલા છે. બીજી બાજુ, દક્ષિણ ગાઝાની જેમ, ઇઝરાઇલની સેના પણ પશ્ચિમ કાંઠે તેજીથી હુમલો કરી રહી છે અને આ બોમ્બ ધડાકા પાછળનો હેતુ વેસ્ટ બેંકમાં હાજર પેલેસ્ટાઈનીઓને સીરિયા અને જોર્ડન બોર્ડર તરફ ધકેલવાનો છે. તેમને દરેક કિંમતે સ્થળાંતર કરવાની ફરજ પાડવાનો છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો, સુરક્ષાકર્મી સહિત ૨૪ લોકોનાં મોત

0

પાકિસ્તાનમાં એક આર્મી બેઝ અને પોલીસ સ્ટેશન પર ભીષણ આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ૨૪ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હવે મોતનો આંકડો હજુ વધી શકે છે. પહેલા એવા અહેવાલ હતા કે માત્ર ૪ લોકોના મોત થયા છે, પરંતુ હવે આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. હુમલા સમયે મરનાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. આ તમામ લોકો સામાન્ય વસ્ત્રોમાં સજ્જ હતા અને સેનાના ગણવેશમાં ન હતા. આવી સ્થિતિમાં, એ કહેવું મુશ્કેલ છે કે આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને કેટલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી છે. ગત નવેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનના મિંયાવાલી એરબેઝ પર આત્મઘાતી હુમલો થયો હતો અને નવ આતંકીઓ પાકિસ્તાની એરફોર્સના આ બેઝની સુરક્ષા વ્યવસ્થાને તોડીને અંદર ઘુસી ગયા હતા. બંને તરફથી ભારે ફાયરિંગ થયુ હતુ અને આખરે નવ આતંકીઓને ઢાળી દેવાયા હતા. આ હુમલાની જવાબદારી તહેરીક એ જિહાદ પાકિસ્તાન સંગઠને જ લીધી હતી અને હવે આ સંગઠને પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે.  હવે આતંકીઓએ પોલીસ મથકને નિશાન બનાવ્યુ છે. પોલીસ મથકમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. પોલીસ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ પણ થયુ હતુ અને તેમાં સુરક્ષા દળોના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

માહિતી અનુસાર મૃતકોમાં સામેલ મોટાભાગના લોકો હુમલાના સમયે ઊંઘી રહ્યા હતા. આ બધા લોકો સામાન્ય કપડામાં હતા અને સૈન્યનું યુનિફોર્મ નહોતું પહેર્યું. એવામાં એમ કહેવું મુશ્કેલ છે કે હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા છે અને સામાન્ય નાગરિકોની જાનહાનિ કેટલી થઈ છે? હજુ મૃત્યુઆંક વધી શકે છે. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકથી ભરેલી ગાડી લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. તેને રોકવામાં આવતા ફાયરિંગ શરૂ થઇ હતી અને છેવટે મોટી જાનહાનિ થઈ. આ હુમલા સમયે સૈનિકો અને પોલીસકર્મીઓ તૈયાર નહોતા.

આ પણ વાંચો :-

રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની વરણી

0

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માને રાજસ્થાનના સીએમ ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. નવાઈની વાત એ છે કે ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય તરીકે આવ્યા છે. પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે જ તેમને રાજ્યમાં સીએમ પદની જવાબદારી મળવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા સીએમ ચહેરાને લઈને ભાજપે બધાને ચોંકાવી દીધા હતા એ જ રીતે રાજસ્થાનમાં પણ સરપ્રાઈઝ આપી છે. મધ્ય પ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી. જ્યારે આજે રાજસ્થાનમાં પણ અનેક મોટા ચહેરાઓને બાયપાસ કરીને ભજનલાલ શર્માને કમાન સોંપવામાં આવી છે.

રાજસ્થાનમાં ભાજપની જીત સૌથી મોટો પડકાર એ હતો કે, સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે પરંતુ હવે આ વાતનો અંત આવ્યો છે. રાજસ્થાનના સીએમની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા. આ બધા વચ્ચે ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માની પસંદગી કરીને સૌને ચોકાવી દીધા છે.

રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આ ત્રણેય નેતાઓએ મુખ્યમંત્રીના નામનું સુચન કર્યું હતું જે ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બધાને ચોંકાવી દીધા હતા. મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી.

રાજસ્થાનની કુલ ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૯૯ બેઠકો માટે ૫૧ હજારથી વધુ મતદાન મથકો પર ૨૫ નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૯ બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો :-

પૂજારીનો ફેક વીડિયો વાયરલ કરવા બદલ કૉંગ્રેસ નેતાની ધરપકડ

0

મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને તેમના સીએમ જાહેર કરી દીધા છે. તેના આ પગલાની અસર હવે ચારેકોર દેખાવા લાગી છે. બિહારના જેડીયુએ ભાજપને ઘેરતાં મોહન યાદવનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. રામના મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે જેમની નિયુક્તિ થઈ છે તેવા મોહિત પાંડેયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તેઓ એક મહિલા સાથે અંગત ક્ષણો માણતા જોવા મળે છે. આ પોસ્ટ કૉંગ્રેસના ગુજરાતના નેતા હિતેન્દ્ર પીઠડિયાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર મૂકી હતી અને શું આ રામ મંદિરના મુખ્ય પૂજારી છે, તેવી કેપ્શન લખી હતી.

જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારએ એક્સ પર આ વીડિયો શેર કરતાં કહ્યું કે ભાજપનો હિન્દુત્વ ફેક છે અને તે આજે ઉઘાડો પડી ગયો છે. તેમણે કહ્યું કે એ વાતની આજે પુષ્ટી થઈ ગઈ કે ભાજપમાં ફેક સનાતનીને સન્માન મળે છે. મધ્યપ્રદેશમાં નવા ચુંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવનું માનવું છે કે સીતા માતા વન નહોતા ગયા પણ તેમનો તલાક થયો હતો. તે પૃથ્વીમાં સમાઈ નહોતા ગયા પણ તેમણે આપઘાત કર્યો હતો. જગત જનની સીતા વિશે આવી ટિપ્પણી કરવી કે તેમના તલાક થયા હતા અને તેમણે આપઘાત કર્યો હતો તે સીધી રીતે સીતા માતાનું અપમાન છે. આ બિહારની ધરતી છે. જગત જનનીનું અપમાન કરનારને આજે ભાજપે સીએમ બનાવી દીધા છે.

ઉત્તર પ્રદેશના ભાજપ પ્રવક્તા પ્રશાંત ઉમરાવે ટ્વીટ કરી હતી કે પીઠડીયાની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી છે અને તેમના પર આઈપીસી ધારા ૪૬૯, ૫૦૯, ૨૯૫એ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પીઠડિયાએ વાયરલ કરેલો વીડિયો ઘણા સમય પહેલા કોઈએ પોસ્ટ કર્યો હતો અને ઘણી પૉર્ન વેબસાઈટ પર જોવા મળ્યો હતો. આ વીડિયો કોઈ તેલુગુ પૂજારીનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોહિત પાંડેય છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. દુધેશ્વરનાથ વેદ વિદ્યા મંદિરનો આ વિદ્યાર્થી ૩૦૦૦ ઉમેદવારમાંથી પસંદગી પામ્યો છે. કુલ ૨૦ ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે જેમને છ મહિનાની તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં ૪૨ વર્ષીય મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં પરેડ કરી, ૭ આરોપીની ધરપકડ

0
કર્ણાટકના બેલગાવી જિલ્લામાં એક મહિલા પર હુમલો કરીને તેણીને નગ્ન પરેડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પીડિતાને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધવાની ફરિયાદ પણ મળી છે. અધિકારીએ જણાવ્યું કે મહિલાનો પુત્ર એક છોકરી સાથે ભાગી ગયા બાદ આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે યુવતીની સગાઈ અન્ય કોઈ સાથે થવા જઈ રહી હતી. છોકરીની હરકતો વિશે જાણ થતાં તેના પરિવારના સભ્યોએ નવા વંતમુરી ગામમાં છોકરાના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી.

પોલીસે જણાવ્યું કે છોકરીના પરિવારે છોકરાની માતાને ખેંચી, તેને નગ્ન કરી અને પછી તેને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને મુક્ત કરાવી હતી. આ ઘટનાના સંબંધમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. બેલાગવી પોલીસ કમિશનર સિદ્ધારમપ્પાએ જણાવ્યું હતું કે ૨૪ વર્ષીય અશોક અને ૧૮ વર્ષીય પ્રિયંકા બંને એક જ સમુદાય અને એક જ ગામના છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તેણે જણાવ્યું કે બંને સોમવારે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગે ગામમાંથી ભાગી ગયા હતા.

આનાથી ગુસ્સે થઈને છોકરીના માતા-પિતા અને સંબંધીઓ છોકરાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની માતા સાથે અમાનવીય વર્તન કર્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘સવારે ૪ વાગે માહિતી મળતાં અમારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ગામની મુલાકાત લીધી, ત્યારબાદ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા. ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કાકટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના પર ટિપ્પણી કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે જે લોકોએ ગુનો કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાને અત્યંત અમાનવીય ગણાવતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘આનાથી સમગ્ર સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. અમારી સરકાર કોઈપણ કારણોસર આવા ધિક્કારપાત્ર કૃત્યોને સહન કરશે નહીં. આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે કાર્યવાહી કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે.

આ પણ વાંચો :-

તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર, હવે ધો.૧૨ પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

0

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ ૧૨ પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે.

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ ૧૨ પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.

રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના ૩૦૧૪ તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો ૯૯૮ જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે ૪૫૦૦ ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.

આ પણ વાંચો :-