Home Blog Page 866

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

0

દેશના કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરનું ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તોમાં આ ઉદ્ઘાટનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય રેલવે પણ વધુમાં વધુ રામ ભક્તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનમાં પહોંચી શકે તે માટેનું આયોજન કરી રહી છે અને તેના માટે રેલવે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના બનાવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન ૧૯મી જાન્યુઆરીથી શરુ થશે અને રામ મંદિરના ઉદ્ધાટન પછી પણ ૧૦૦ સુધી ચાલુ રહેશે.

ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી ૧૦૦૦થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. ભક્તોની ભીડને ધ્યાને રાખીને રેલવે વધુને વધુ ટ્રેનો અયોધ્યા માટે દોડાવશે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને જ અયોધ્યા સ્ટેશનને પણ નવુ રુપ કરવામાં છે. આ સ્પેશ્યલ ટ્રેન સિવાય રેલવેનો કેટરિંગ અને ટિકિટ વિભાગ પણ ઉદ્ધાટનના ૧૦-૧૫ દિવસ દરમિયાન ચોવીસ કલાક શ્રદ્ધાળુઓની સેવા માટે કાર્યરત રહેવાની વ્યવસ્થા કરી રહ્યો છે. અધિકારીઓ ફૂડ સ્ટોલની પણ યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ ૨૩મી જાન્યુઆરીથી મંદિર લોકો માટે ખુલ્લુ રહેશે.

ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં પીએમ મોદી સહિત દેશ-વિદેશના મહેમાનો સુરતમાં આવશે

0

આવતી કાલને ૧૭ ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે દેશ-વિદેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં દેશમાંથી તો લોકો હાજર રહેવાના છે, સાથે વિદેશમાંથી પણ લોકો હાજર રહેશે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હોંગકોંગ, ચીનથી ૩૦૦થી વધુ મહેમાન સુરતમાં આવશે. વિદેશના મહેમાનો માટે સુરતની ફાઇવસ્ટાર હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે નવા માર્ગો ખુલશે. પહેલા દુબઈ અને હોંગકોંગની કનેકટીવીટી, નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઓપનીંગ ત્યાર બાદ હવે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની મંજૂરી. આ મંજૂરીને કારણે સુરત તેમજ આસપાસના વેપારને ઇમ્પોર્ટ- એક્સપોર્ટમાં ફાયદો થશે, એરપોર્ટ વિસ્તરણની કામગીરી પણ ઝડપથી થઇ શકશે. સાથો-સાથ નવી ઇન્ટરનેશનલ કનેકટીવીટી માટેના માર્ગ પણ વધું ઝડપથી ખુલશે.

દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. અગાઉ સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ થઈ હતી. હવે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોટેશન અને ફલાઇટના માર્ગો વધું ખુલશે.

આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પણ ફોકસ કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં દરખાસ્ત રજૂ કરાતા તમામ સભ્યો દ્વારા તેની સહમતી આપવામાં આવી હતી અને તેને મંજૂર કરી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણોને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો સુધી પહોંચાડવું એ પ્રાથમિકતા હતી. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો સુરતમાંટે ઉદ્યોગ અને પરિવહનની દ્રષ્ટિએ ખુબજ મહત્વનો ગણી શકાય.

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

0

ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં નેવીને છ અજ્ઞાત લોકોએ ૧૮ લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યાની જાણ થતા જ તંરત જ બચાવ અભિયાન શરુ કર્યું હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે માલ્ટા કાર્ગો જહાજ પર ૧૮ ક્રૂ મેમ્બર તૈનાત છે. આ માહિતી પર તરત જ કાર્યવાહી કરતા નૌકાદળે માલ્ટા જહાજની મદદ માટે તેનું સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યું હતું.

ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજએ હાઇજેક કરાયેલા જહાજને શોધી કાઢ્યું છે. વિસ્તાર અને તેનું યુદ્ધ જહાજ એમવી રૂએનને શોધવા અને માટે ભારતીય નેવી અદાનની ખાડીમાં લૂંટારુઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. લૂંટારા અપહરણ કરાયેલા જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા છે. આ સિવાય યુકે મેરીટાઇમ ટ્રેડ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ક્રૂએ જહાજ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.

૨૦૧૭ પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણનો આ સૌથી મોટો મામલો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવે છે. હાલમાં બ્રિટને આ વિસ્તારમાંથી પસાર થતા જહાજોને સતર્ક કરવા એલર્ટ જાહેર કર્યું છે. જહાજના સંચાલકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

એ માણસ “નરકના દરવાજે” થી પાછો ફર્યો

0

તુર્કમેનિસ્તાનમાં, કુદરતી ગેસના ખાડાએ દાયકાઓથી વૈજ્ઞાનિકો અને લોકોને મૂંઝવણમાં મૂક્યા છે. દરવાજા ક્રેટર, જેને “નરકના દરવાજા” તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે, નરકના દ્વાર તરીકે ઓળખાતું, તે ૧૯૭૧ થી સતત સળગી રહ્યું છે. તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ અને ભૂસ્તરશાસ્ત્રીય ઘટના બની ગયું છે. તેને ઓલવવાના પ્રયત્નો છતાં, કારાકુમ રણમાં આગનો આ ખાડો ક્યારેય ઓલવાઈ શક્યો નહીં.

આટલા વર્ષોમાં, માત્ર એક જ માણસ ગેસ રીડિંગ લેવા અને માટીના નમૂના લેવા માટે ૨૩૦ ફૂટ પહોળા, ૧૦૦ ફૂટ ઊંડા ખાડામાં ઉતાર્યો છે. જેનું તાપમાન કદાય ૧૦૦૦ ડિગ્રી સેલ્સિયસ છે. સંશોધક અને સહાસિક જ્યોર્જ કૌરોનિસ, ૨૦૧૩, મિથેન સ્પીઇંગ “નરકના દરવાજા” નીચે ઉતાર્યા હતા.

“નરકના દરવાજા” જીવિત પરત ફરેલા કૌરોનિસે કહ્યું, ‘તે ૧૭ મિનિટ મારા મન પર ઊંડે અંકિત છે. તે ખૂબ જ ડરામણું હતું, મેં ધાર્યું હતું તેના કરતાં ઘણું ગરમ અને મોટું હતું. જ્યારે તમે અધવચ્ચે લટકતા હોવ ત્યારે તમને લાગે છે કે કપડાનો ટુકડો વાયર પર સુકાઈ રહ્યો છે. હું આજુબાજુ જોઈ રહ્યો હતો અને તે શાબ્દિક રીતે નરકના દરવાજા જેવો દેખાતો હતો, સમજાયું કે જો કંઈપણ ખોટું થશે તો હું તેમાં પડી જઈશ અને મરી જઈશ. તેણે કસ્ટમ-મેઇડ ક્લાઇમ્બિંગ હાર્નેસનો ઉપયોગ કર્યો જે ગરમીથી ઓગળે નહીં. આ મિશન સમગ્ર વિશ્વમાં ક્રેટર વિશે જાગૃતિ ફેલાવી અને તેની અંદર કોરોનાની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ.

નેશનલ જિયોગ્રાફિકે કહ્યું કે આ ખાડો કેવી રીતે બન્યો તે જાણી શકાયું નથી પરંતુ ઘણા સિદ્ધાંતો દાયકાઓથી પ્રચલિત છે. આવી જ એક વાર્તા અનુસાર, ૧૯૬૦ના દાયકામાં, તત્કાલિન સોવિયેત સંઘના એન્જિનિયરો આ વિસ્તારમાં ડ્રિલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની નીચેની જમીન એક મોટો ખાડો ખોલીને અંદર આવી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે એન્જિનિયરોએ મિથેન ગેસને સળગાવી દીધો હતો, આશા હતી કે તે ઝડપથી બળી જશે. પણ એ આગ આજે પણ બળી રહી છે. “નરકનો દરવાજો“તે પ્રવાસીઓમાં એક લોકપ્રિય સ્થળ છે અને તુર્કમેનિસ્તાનને મોટો નફો આપે છે.

ઈઝરાઇલ હુમલામાં કતારની ન્યૂઝ ચેનલના જર્નાલિસ્ટનું મોત

0

ઇઝરાઇલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે જેમાં મોટા પ્રમાણમ સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, સાથે સાથે ડોક્ટર્સ, રાહત કાર્યકરો અને પત્રકારોના મોત થઇ રહ્યા છે. ગાઝામાં તાજેતરના ઈઝરાઇલના હુમલામાં કતારની ન્યૂઝ ચેનલ અલ-જઝીરાના એક કેમેરામેનનું મોત થયું હતું. હુમલામાં માર્યા ગયેલા વિડિયો જર્નાલિસ્ટ સમેર અબુદાકા હુમલાઓથી બચવા માટે તેમના સાથીદાર વેલ દહદૌહ સાથે ખાન યુનિસની ફરહાના સ્કૂલમાં ગયા હતા.

ઇઝરાઇલી હુમલામાં પેલેસ્ટિનિયન કેમેરામેન સમેર અબુદાકાનું મોત થયું છે. તેનો પાર્ટનર વેલ દાહદૌહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બંને ઘેરાયેલા વિસ્તારની એક શાળામાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. હાથ અને ખભાના ભાગમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયેલા વેલ દાહદૌહે હોસ્પિટલના પલંગમાં સૂતી વખતે અલ-જઝીરાને કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે હું શાળામાંથી ભાગી ગયો, મારું ખૂબ લોહી વહી રહ્યું હતું, મને થોડા અંતરે એમ્બ્યુલન્સ મળી. અલ-જઝીરાએ ઈઝરાઇલના હુમલાની નિંદા કરી છે કે સમેર અબુદાકાનું ૫ કલાક સુધી લોહી વહેતું રહ્યું પરંતુ તેમને કોઈ મદદ ન મળી અને તે મૃત્યુ પામ્યા.

અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં CIDના દરોડા વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં ૧૭ ટીમોની તપાસ

0
ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું હતું. ઘણાં સમયથી આ વિઝા કૌભાંડની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી. ત્યારે CID ક્રાઈમની ૧૭ ટીમે એક સાથે અમદાવાદ, વડોદર અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા હતા. હાલ કેટલીક જગ્યાએથી કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા અને તેમની ઓફિસના કોમ્પ્યુટરમાંથી પણ કેટલીક વિગતો મળી હોવાનું જાણવા મળે છે. હજી આ તપાસ ચાલુ હોવાની વિગતો CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જણાવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના ઘણા લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે એજન્ટોનો સંપર્ક કરે છે અને ત્યારબાદ તેમના કહેવા પ્રમાણે ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. જેમાં નિર્દોષ લોકોનો બોર્ડર ક્રોસ કરતા જીવ પણ જતો રહે છે. આવો ખતરો હોવા છતાં સમગ્ર રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ગેરકાયદે વિઝા કન્સલ્ટન્ટ ઊભા થઈ ગયા છે. જેઓ પોતે થોડા રૂપિયા કમાવવા માટે માસુમ લોકોની જિંદગી સાથે રમતા પણ અટકાતા નથી.
બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિઝા મેળવવા માટે પ્રોસેસ કરતા ઘણાં લોકોની વિગતો ગુજરાતની મહત્વની તપાસ એજન્સીઓ પાસે આવી હતી. તેમાં આજે રાજકુમાર પાંડિયન દ્વારા કુલ ૧૭ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ છે અને કોમ્પ્યુટરના નિષ્ણાંત લોકોની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. જેણે એક સાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં અલગ અલગ વિઝા કન્સલ્ટન્ટને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, હાલ દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે અને મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા બાદ તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા.
વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મિત કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટૂરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમી સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. CID ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઇ હતી. પોલીસની એક પછી એક જીપ સ્મિત કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા.

નાગપુરમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત, ૬ લોકોના મોત

0

મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાગપુરના કાટોલના સોનખંભ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં જોરદાર અથડામણને કારણે સ્કોર્પિયોમાં બેઠેલા છ લોકોના મૃત્યુ થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. જ્યારે ઘાયલ વ્યક્તિને નાગપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના રાત્રિના સમયે લગભગ ૧.૩૦ વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી મળી રહી છે.

અકસ્માતની વધુ વિગત મુજ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલના સોનખાંબ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં સવાર છ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના મોડી રાતે બની હતી અને બંને વાહનોની સ્પીડ વધુ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાત લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની કારની સોયાબીન લઈ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર થઈ હતી.

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને મળી જાનથી મારી નાખવાની ધમકી

0

મુંબઈ પોલીસને દેશની સૌથી મોટી ટેક જાયન્ટ ટાટાના માલિક રતન ટાટાને લઈને ધમકીભર્યો ફોન આવ્યો હતો. કોલમાં ફોન કરનારે રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે રતન ટાટાની સુરક્ષા વધારવી જોઈએ નહીંતર તેમની હાલત સાયરસ મિસ્ત્રી જેવી થશે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને જાનથી મારવાની ધમકી મળી હતી. બઈ પોલીસને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે, “રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો નહીંતર તેમની હાલત ખરાબ થશે. તેમના હાલ પણ સાયરસ મિસ્ત્રી જેવા થઇ જશે.’ આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ ફુલ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસે તેની એક ટીમને રતન ટાટાની સુરક્ષાનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. અન્ય ટીમને ફોન કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જ્યારે ફોન કરનારનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ હતો, ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરને ટ્રેસ કર્યો. ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું હતું અને જ્યારે તેનું સરનામું જાણવા મળ્યું તો જાણવા મળ્યું કે ફોન કરનાર પુણેનો રહેવાસી છે. સૂત્રોએ વધુમાં દાવો કર્યો હતો કે કોલ કરનાર વ્યક્તિ છેલ્લા ૫ દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવાર સાથે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો. તેણે કોઈને કહ્યા વિના ઘરેથી ફોન ઉપાડી લીધો હતો. એ જ ફોનથી તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર ફોન કર્યો અને રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી હતી.

ક્રાઉડફન્ડિંગથી ‘કડકી’ દૂર કરવાનો કોંગ્રેસનો કૉલ

0

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણી રણનીતિને લઈ કવાયતમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા પ્રમુખો અને અન્ય જવાબદારીઓ સોંપી હતી.

દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. મહત્વનું છે કે, આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને ભારત જોડો યાત્રા-૨ના સંભવિત આયોજનને લઇ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા હાજર રહેશે.

આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. આ અભિયાનને સત્તાવાર રીતે ૧૮ ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા ૧૩૮૦ રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.

ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક ભારતના ત્રણ દિવસીય પ્રવાસે, પીએમ મોદીએ કર્યું સ્વાગત

0

આરબ વિશ્વના સૌથી જૂના સ્વતંત્ર રાજ્ય ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક પોતાની પ્રથમ રાજકીય યાત્રા પર ભારત પહોંચ્યા છે. આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું.

ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પર આધારિત લાંબા સમયથી મિત્રતા છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ૧૯૫૫માં સ્થપાયા હતા અને ૨૦૦૮માં તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ગલ્ફ દેશની મુલાકાત લીધી ત્યારે આ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા. ૨૦૧૮ માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેર્યું.

સુલ્તાને યાત્રાના પ્રથમ દિવસે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે કહ્યું હતું કે વિદેશ મંત્રાલય ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સુલતાનના માર્ગદર્શનને મહત્વ આપે છે. રાજકીય યાત્રાની શરૂઆતમાં ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરવી એ સન્માનની વાત છે.

સુલતાન મુલાકાતના પહેલા દિવસે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકરે કહ્યું હતું કે વિદેશ મંત્રાલય ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સુલતાનના માર્ગદર્શનને મહત્ત્વ આપે છે. આ વર્ષે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ઓમાનના પ્રવાસે ગયા હતા. સુલતાન ૧૮-૧૯ ઓક્ટોબરે તેમની મુલાકાત બાદ ભારત પહોંચી ગયા છે. તેમના ભારત આગમન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, તેમની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
 
આ સહિત ઓમાને ૧૫૦ થી વધુ કાર્યકારી જૂથની બેઠકોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જી-૨૦ દેશોની મંત્રી સ્તરીય બેઠકમાં ઓમાનના નવ મંત્રીઓએ ભાગ લીધો હતો. ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો ઘણા જૂના છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમાનના રાજ્યના વડા સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે.
આ પણ વાંચો :-