ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં પીએમ મોદી સહિત દેશ-વિદેશના મહેમાનો સુરતમાં આવશે

Share this story

આવતી કાલને ૧૭ ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે દેશ-વિદેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં દેશમાંથી તો લોકો હાજર રહેવાના છે, સાથે વિદેશમાંથી પણ લોકો હાજર રહેશે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, હોંગકોંગ, ચીનથી ૩૦૦થી વધુ મહેમાન સુરતમાં આવશે. વિદેશના મહેમાનો માટે સુરતની ફાઇવસ્ટાર હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે નવા માર્ગો ખુલશે. પહેલા દુબઈ અને હોંગકોંગની કનેકટીવીટી, નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઓપનીંગ ત્યાર બાદ હવે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની મંજૂરી. આ મંજૂરીને કારણે સુરત તેમજ આસપાસના વેપારને ઇમ્પોર્ટ- એક્સપોર્ટમાં ફાયદો થશે, એરપોર્ટ વિસ્તરણની કામગીરી પણ ઝડપથી થઇ શકશે. સાથો-સાથ નવી ઇન્ટરનેશનલ કનેકટીવીટી માટેના માર્ગ પણ વધું ઝડપથી ખુલશે.

દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. અગાઉ સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ થઈ હતી. હવે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોટેશન અને ફલાઇટના માર્ગો વધું ખુલશે.

આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પણ ફોકસ કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં દરખાસ્ત રજૂ કરાતા તમામ સભ્યો દ્વારા તેની સહમતી આપવામાં આવી હતી અને તેને મંજૂર કરી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણોને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો સુધી પહોંચાડવું એ પ્રાથમિકતા હતી. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો સુરતમાંટે ઉદ્યોગ અને પરિવહનની દ્રષ્ટિએ ખુબજ મહત્વનો ગણી શકાય.