રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

Share this story

દેશના કરોડો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરનું ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તોમાં આ ઉદ્ઘાટનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય રેલવે પણ વધુમાં વધુ રામ ભક્તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનમાં પહોંચી શકે તે માટેનું આયોજન કરી રહી છે અને તેના માટે રેલવે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના બનાવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન ૧૯મી જાન્યુઆરીથી શરુ થશે અને રામ મંદિરના ઉદ્ધાટન પછી પણ ૧૦૦ સુધી ચાલુ રહેશે.

ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી ૧૦૦૦થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. ભક્તોની ભીડને ધ્યાને રાખીને રેલવે વધુને વધુ ટ્રેનો અયોધ્યા માટે દોડાવશે. મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને જ અયોધ્યા સ્ટેશનને પણ નવુ રુપ કરવામાં છે. આ સ્પેશ્યલ ટ્રેન સિવાય રેલવેનો કેટરિંગ અને ટિકિટ વિભાગ પણ ઉદ્ધાટનના ૧૦-૧૫ દિવસ દરમિયાન ચોવીસ કલાક શ્રદ્ધાળુઓની સેવા માટે કાર્યરત રહેવાની વ્યવસ્થા કરી રહ્યો છે. અધિકારીઓ ફૂડ સ્ટોલની પણ યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ ૨૩મી જાન્યુઆરીથી મંદિર લોકો માટે ખુલ્લુ રહેશે.