ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

Share this story

ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં નેવીને છ અજ્ઞાત લોકોએ ૧૮ લોકો સાથેના માલ્ટાનો ધ્વજ લગાવેલા માલવાહક જહાજ પર કબ્જો કર્યાની જાણ થતા જ તંરત જ બચાવ અભિયાન શરુ કર્યું હતું. ભારતીય નૌસેનાએ કહ્યું કે માલ્ટા કાર્ગો જહાજ પર ૧૮ ક્રૂ મેમ્બર તૈનાત છે. આ માહિતી પર તરત જ કાર્યવાહી કરતા નૌકાદળે માલ્ટા જહાજની મદદ માટે તેનું સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યું હતું.

ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજએ હાઇજેક કરાયેલા જહાજને શોધી કાઢ્યું છે. વિસ્તાર અને તેનું યુદ્ધ જહાજ એમવી રૂએનને શોધવા અને માટે ભારતીય નેવી અદાનની ખાડીમાં લૂંટારુઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. લૂંટારા અપહરણ કરાયેલા જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા છે. આ સિવાય યુકે મેરીટાઇમ ટ્રેડ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ક્રૂએ જહાજ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.

૨૦૧૭ પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણનો આ સૌથી મોટો મામલો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવે છે. હાલમાં બ્રિટને આ વિસ્તારમાંથી પસાર થતા જહાજોને સતર્ક કરવા એલર્ટ જાહેર કર્યું છે. જહાજના સંચાલકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.