ઈઝરાઇલ હુમલામાં કતારની ન્યૂઝ ચેનલના જર્નાલિસ્ટનું મોત

Share this story

ઇઝરાઇલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે જેમાં મોટા પ્રમાણમ સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, સાથે સાથે ડોક્ટર્સ, રાહત કાર્યકરો અને પત્રકારોના મોત થઇ રહ્યા છે. ગાઝામાં તાજેતરના ઈઝરાઇલના હુમલામાં કતારની ન્યૂઝ ચેનલ અલ-જઝીરાના એક કેમેરામેનનું મોત થયું હતું. હુમલામાં માર્યા ગયેલા વિડિયો જર્નાલિસ્ટ સમેર અબુદાકા હુમલાઓથી બચવા માટે તેમના સાથીદાર વેલ દહદૌહ સાથે ખાન યુનિસની ફરહાના સ્કૂલમાં ગયા હતા.

ઇઝરાઇલી હુમલામાં પેલેસ્ટિનિયન કેમેરામેન સમેર અબુદાકાનું મોત થયું છે. તેનો પાર્ટનર વેલ દાહદૌહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બંને ઘેરાયેલા વિસ્તારની એક શાળામાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. હાથ અને ખભાના ભાગમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયેલા વેલ દાહદૌહે હોસ્પિટલના પલંગમાં સૂતી વખતે અલ-જઝીરાને કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે હું શાળામાંથી ભાગી ગયો, મારું ખૂબ લોહી વહી રહ્યું હતું, મને થોડા અંતરે એમ્બ્યુલન્સ મળી. અલ-જઝીરાએ ઈઝરાઇલના હુમલાની નિંદા કરી છે કે સમેર અબુદાકાનું ૫ કલાક સુધી લોહી વહેતું રહ્યું પરંતુ તેમને કોઈ મદદ ન મળી અને તે મૃત્યુ પામ્યા.