Home Blog Page 862

૨૦ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિના જાતકોનો બુધવાર રહેશે શુભ, પારિવારિક જીવન સુખમય રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પુરા થતા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ

કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે.નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ

દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય. ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ

માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

‌સિંહઃ

ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ

વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ ‌

સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃ‌શ્ચિકઃ

નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના-ભાઇ બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબુત બનતંુ જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા-અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃધ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ

ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેકશનથી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ

જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાનું હર્ષલ પટેલ ખેલાડી પર આવ્યું દિલ! ૨ કરોડને બદલે ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો

0

આજે દુબઈ ખાતે IPL ૨૦૨૪ની મિની હરાજીમાં ગુજરાતના આ ખેલાડી પર પૈસાનો વરસાદ થયો છે. આ વખતે અમદાવાદના હર્ષલ પટેલ પર કરોડો રૂપિયાની બોલી લાગવામાં આવી હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો છે. હર્ષલની બેસ પ્રાઈસ ૨ કરોડ હતી પરંતુ તેની ૫ ગણી કિંમતે આ ખેલાડી વેચાયો છે.

૨૦૨૨ની IPLની હરાજીમાં હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ૧૦.૭૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેમની બહેનના મૃત્યુના કારણે થોડા સમય માટે બાયો-બબલ છોડી બહાર આવ્યો હતો. IPL ૨૦૨૩માં હર્ષલે ૯.૬૬ના ઈકોનોમી રેટ સાથે ૧૪ વિકેટ લીધી હતી. જો કે ટુર્નામેન્ટમાં તેની સર્વશ્રેષ્ઠ સીઝન ૨૦૨૧ હતી જ્યારે તેણે ૧૫ મેચમાં ૩૨ વિકેટ લીધી હતી અને પર્પલ કેપ પણ કબજે કરી હતી. ૨૦૨૪ની આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક બન્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો છે જે આઈપીએલના ઈતિહાસમાં મોટો રેકોર્ડ છે.

ગાંધીનગરથી નકલી “GST ઓફિસર” ઝડપાયો, નાના વેપારીને ધમકી આપી કર્યો હતો તોડ

0

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. નકલી PMO, નકલી CMO, નકલી DYSP બાદ હવે ગાંધીનગરથી નકલી GST ઓફિસર ઝડપાયો છે. નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનારા આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. આ ઠગે અત્યાર સુધીમાં કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

LCBની ટીમે ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. એક વર્ષ અગાઉ મિત્રો સાથે મળીને તલોદના વેપારીને ત્યાં નકલી રેડ કરી તોડ કરવા મામલે ગુનો પણ દાખલ થયો હતો. જે ગુનામાં LCBએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની તપાસમાં ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલી અનીકેત સોસાયટીમાં રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતો કમેલશ ઉર્ફે કે.પી પંચાલે મિત્રો સાથે મળીને વેપારીને GST ઓફિસરની ઓળખ આપીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો દાખલ થતાં જ નકલી જીએસટી ઓફિસરની ઓળખાણ આપનાર કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

ગાંધીનગર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલી બાતમીના આધારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના એપોલો સર્કલ નર્મદા કેનાલ તરફના સર્વિસ રોડ પર આરોપી કમલેશને ઝડપી પાડ્યો હતો. આ આરોપી આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.

આ પણ વાંચો :-

ભારતના નિર્દેશથી Google પ્લે સ્ટોરે ૨૫૦૦ એપ્સ હટાવી

0

ગૂગલે પ્લે સ્ટોરમાંથી ૨,૫૦૦થી વધુ છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી છે. આ કાર્યવાહી એપ્રિલ ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે કરવામાં આવી છે. આ છેતરપિંડી લોન એપ્લિકેશન્સ સામાન્ય રીતે ઓછા વ્યાજ દરો અને સરળ લોનનું વચન આપે છે.

ભારત સરકારની અપીલ પર ગૂગલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૂગલ દ્વારા જે એપ્સ હટાવી દેવામાં આવી છે તે લોકોને લોનના નામે છેતરપિંડીનો શિકાર બનાવી રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં ૧૮ ડિસેમ્બરે પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી એપ્સ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, સરકાર લાંબા સમયથી ફ્રોડ લોન એપ્સને દૂર કરવાની યોજના બનાવી રહી છે. જે એપને હટાવી દેવામાં આવી હતી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી હતી. સરકાર હવે ઓનલાઈન ફ્રોડને લઈને કડક બની છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં ભરી રહી છે.

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, RBIએ સરકાર સાથે એપ્સની યાદી જાહેર કરી હતી. સરકારે આ યાદી ગૂગલ સાથે શેર કરી છે. એપ સ્ટોર્સની મદદથી આ ૨,૫૦૦ ફ્રોડ લોન એપ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ જ કારણ છે કે ગૂગલે આ એપ્સને હટાવવાનો નિર્ણય લીધો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર આવી એપ્સ સામે કાર્યવાહી કરવાની સતત યોજના બનાવી રહ્યા છે. આ સીરિઝમાં ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી ૨,૫૦૦ ફ્રોડ લોન એપ્સ હટાવી દીધી છે. આ એપ્સ લોન આપવાના નામે લોકોને છેતરતી હતી. આ બાબતે એફએસડીસીની બેઠકમાં પણ આ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે FSDC એક એવી સંસ્થા છે જે સાયબર સુરક્ષા પર કામ કરે છે. આ સંસ્થાએ આ મામલે સરકાર અને ગૂગલ વચ્ચે સહયોગની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

આઇસલેન્ડમાં ૮૦૦ ભૂકંપ બાદ મોટો જવાળામુખી ફટયો, વિસ્તારમાં ૩.૫ કિમી લાંબી તિરાડ સર્જાઈ

0

જ્વાળામુખી ફાટવાના ૨૪ કલાક પહેલા ૮૦૦ થી વધુ ભૂકંપ આવ્યા. વિસ્ફોટ ગ્રિંડાવિક શહેરમાં હેગાફેલની ઉત્તરે થયો હતો. આ તિરાડ ત્યાં બની છે. તે શહેરથી માત્ર થોડા કિલોમીટર દૂર છે. જોકે, તિરાડો શહેરમાં પહોંચી ગઈ છે. જેની અંદર લાવા વહેતો જોવા મળે છે. આ વિસ્તાર આઈસલેન્ડની રાજધાની રેકજાવિકથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે.

જ્વાળામુખી એ લાવાથી ભરેલા અત્યંત જોખમી પર્વતો છે. લોકો ઘણીવાર તેમની પાસેથી આશ્રય લે છે કારણ કે તેમનો લાવા ઘાતક છે. અને જો જ્વાળામુખી ફાટી નીકળે તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. આવું જ કંઈક આઈસલેન્ડમાં થયું છે. આઇસલેન્ડમાં સોમવારે રાત્રે જ્વાળામુખી ફાટ્યો હતો. આ ઘટના આઇસલેન્ડના ગ્રિંડાવિક શહેરમાં બની છે, જે રેકજાવિક પેનિન્સુલામાં છે.

વંંુપરુપ

આઇસલેન્ડ વૈજ્ઞાનિકો એક મહિના કરતાં વધુ સમયથી આ વિસ્તારમાં જ્વાળામુખી ફાટવાની ધારણા કરી રહ્યા હતા. આ વિસ્તારમાં પહેલા પણ કેટલાક ભૂકંપ આવ્યા છે અને પરિસ્થિતિને જોતા વૈજ્ઞાનિકોને વિશ્વાસ હતો કે જ્વાળામુખી જલ્દી ફાટી શકે છે અને તે થયું. તે વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે આ ઘટનાને કારણે કોઈનું મોત થયું નથી અને ન તો આવું કંઈ બનવાની કોઈ શક્યતા છે, પરંતુ મામલાની ગંભીરતાને જોતા તેને ખતરનાક કહેવામાં આવી રહ્યું છે. ગ્રિંડાવિક શહેરના લોકોને મોડી રાત્રે ઘર ખાલી કરીને ઘરે જવાની સલાહ આપવામાં આવી છે. સલામત સ્થળો. પરંતુ જવાની સલાહ આપવામાં આવી હતી. લોકોને જ્વાળામુખીની નજીક ન જવાની પણ સલાહ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ તેમના ઘર ખાલી કર્યા.

આ પણ વાંચો :-

૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડશે અભિનેત્રી કંગના રણૌત, પિતાએ જ કર્યો મોટો ખુલાસો

0

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત ચુંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લગાવી દીધો છે. કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દિકરી કંગના ક્યાંથી ચૂંટણી લગડશે. આગામી થોડા મહિનામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.

ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી રાજનીતિના ક્ષેત્રમાં આવવા માંગે છે. આ અંગે અભિનેત્રીના પિતા અમરદીપ રનૌતે મોટો ખુલાસો કર્યો છે. કંગના રનૌતના પિતાએ પુષ્ટિ કરી છે કે કંગના રનૌત લોકસભાની ચૂંટણી લડશે. બેઠકને લઈને તેમણે કહ્યું કે કંગના રનૌતને ચૂંટણી ક્યાંથી ચૂંટણી લડાવવી છે તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.

કંગના રનૌતે બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બેઠક બાદ અભિનેત્રી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. આ પછી હવે તેમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે કંગના રનૌત ચૂંટણી લડવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

0

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૧૬ થઈ ગયું છે. એવી ચર્ચા થઈ રહી છે કે, ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે સુત્રોમાંથી માહિતી મળી રહી છે કે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ આજે રાજીનામુ આપી શકે છે.

વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે ૧૧ વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે. ૧૮૦ સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને ૧૮૧ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે ૧૮૦ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૭નું છે. ચિરાગ પટેલ ૨૦૨૨ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને ૩૭૧૧ મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો :-

સુરતના વેપારીએ બનાવ્યો રામમંદિરની થીમ પર ૫ હજાર ડાયમંડ, ૨ કિલો ચાંદીનો નેકલેસ

0

સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં ૪૦ જેટલા કારીગરો અને ૩૦ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના, ચાંદી અને ૫,૦૦૦ અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.

વંંુપરુપ

સુરતમાં રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં ભગવાન રામ અને માતા સીતા ઉપરાંત લક્ષ્મણની મૂર્તિ છે. આ સાથે જ નેકલેસમાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ છે. નેકલેસની આસપાસ બારહસિંઘાનો આકાર પણ બનાવવામાં આવ્યો છે. હીરાના વેપારીનું કહેવું છે કે, તેણે આ નેકલેસ કોઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ રામ મંદિરને ગિફ્ટ કરવા માટે બનાવ્યો છે.

રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસને બનાવવા માટે ૪૦ કારીગરોએ મહેનત કરીને ૩૫ દિવસમાં તૈયાર કર્યો છે. નેકલેસ બનાવ્યા પછી, તે ખૂબ જ સુંદર લાગે છે. આ સમગ્ર નેકલેસની ડિઝાઇનમાં ૫ હજાર અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર ૨ કિલો ચાંદીનો બનેલો છે.

આ પણ વાંચો :-

ભારતીય સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી! વિપક્ષના ૧૪૧ સાંસદની હકાલપટ્ટી

0

સંસદની સુરક્ષામાં ચૂકના મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષનો હોબાળો ગૃહમાં જોવા મળ્યો હતો. જેને લઈ આજે ફરી લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, SP સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે. આજે ૪૧ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના આઠ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં ૧૪૧ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૧૮ ડિસેમ્બર સુધી કુલ ૯૨ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા હતા. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે પાંચ અરજીઓ ફગાવી

0

જ્ઞાનવાપી કેસમાં ઇલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટાઇટલ સૂટને પડકાર આપતી મુસ્લિમ પક્ષની તમામ ૫ અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે સંભળાવ્યો છે. મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષના ૧૯૯૧ના કેસને પડકાર આપતા ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. અંજુમન ઇંતેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ઇલાહાબાદ હાઇકોર્ટમાં ૧૯૯૧માં વારાણસીની કોર્ટમાં દાખલ મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી.

આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂર્ણ થયા બાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેચે ૮ ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પાંચ અરજીઓમાંથી બે અરજીઓ એએસઆઈ સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ અરજીઓ સિવિલ સુટની જાળવણી પર હતી. હવે આ પાંચ અરજીને ફગાવી દેવામાં આવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. વારાણસીના જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકી વિવાદના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. આ ચુકાદો ૧૯૯૧માં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર સંભળાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-