જ્ઞાનવાપી કેસમાં ઇલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટાઇટલ સૂટને પડકાર આપતી મુસ્લિમ પક્ષની તમામ ૫ અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે સંભળાવ્યો છે. મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષના ૧૯૯૧ના કેસને પડકાર આપતા ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. અંજુમન ઇંતેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ઇલાહાબાદ હાઇકોર્ટમાં ૧૯૯૧માં વારાણસીની કોર્ટમાં દાખલ મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી.
આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂર્ણ થયા બાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેચે ૮ ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પાંચ અરજીઓમાંથી બે અરજીઓ એએસઆઈ સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ અરજીઓ સિવિલ સુટની જાળવણી પર હતી. હવે આ પાંચ અરજીને ફગાવી દેવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. વારાણસીના જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકી વિવાદના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. આ ચુકાદો ૧૯૯૧માં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર સંભળાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-