ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

Share this story

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૧૬ થઈ ગયું છે. એવી ચર્ચા થઈ રહી છે કે, ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે સુત્રોમાંથી માહિતી મળી રહી છે કે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ આજે રાજીનામુ આપી શકે છે.

વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે ૧૧ વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે. ૧૮૦ સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને ૧૮૧ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે ૧૮૦ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૭નું છે. ચિરાગ પટેલ ૨૦૨૨ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને ૩૭૧૧ મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો :-