બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત ચુંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લગાવી દીધો છે. કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દિકરી કંગના ક્યાંથી ચૂંટણી લગડશે. આગામી થોડા મહિનામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.
ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી રાજનીતિના ક્ષેત્રમાં આવવા માંગે છે. આ અંગે અભિનેત્રીના પિતા અમરદીપ રનૌતે મોટો ખુલાસો કર્યો છે. કંગના રનૌતના પિતાએ પુષ્ટિ કરી છે કે કંગના રનૌત લોકસભાની ચૂંટણી લડશે. બેઠકને લઈને તેમણે કહ્યું કે કંગના રનૌતને ચૂંટણી ક્યાંથી ચૂંટણી લડાવવી છે તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે.
કંગના રનૌતે બે દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બેઠક બાદ અભિનેત્રી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. આ પછી હવે તેમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે કંગના રનૌત ચૂંટણી લડવા જઈ રહી છે.
આ પણ વાંચો :-