Home Blog Page 858

અયોધ્યામાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

0

રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા રામનગરી અયોધ્યામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રી નિતિન અગ્રવાલે જણાવ્યું કે, રામનગરીમાં ૮૪ કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે. નિતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદીરા મુક્ત કરવામા આવ્યો છે. તેમણે કહ્યું કે, ૮૪ કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા સંકેત આપ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ચૂકી એ એક ધાર્મિક નગરી છે. જેના માટે જનભાવનાઓનો સન્માન કરવો જોઈએ. અહી માસ અને દારૂના સેવન પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમણે એમ કહ્યુ હતું કે, ધર્મ નગરી અયોધ્યા શહેરી વિકાસનો મોડલ હોવી જોઈએ. તેમણે વિવિધ વિકાસ કાર્યોની પણ વાત કરી હતી

૮૪ કોસી વિસ્તારમાં ૬૦૦ જેટલી દારૂની દુકાનો છે. અયોધ્યા જિલ્લામાં દારૂની ૩૯૭ દુકાનો છે. ફૈઝાબાદમાં દારૂની ૧૫૩ દુકાનો છે. દારૂબંધીના એલાન બાદ આ તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તેનો આદેશ અધિકારીઓને જારી કરી દેવામાં આવ્યો છે. હવે 84 કોસી માર્ગ પર આવતી તમામ દારૂની દુકાનો હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ ડંકો વગાડયો

0

હૈદરાબાદ ખાતે ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી વર્લ્ડ સ્ટ્રેન્થ ચેમ્પિયનશિપમાં સુરતના બે યુવા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે. જેમાં સુરતના શાન શર્માએ દસમા વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ૮૫ વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જ્યારે દિવ્યાંગ મોરે દ્વારા ૬૮ ની સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

સુરત શહેર દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું છે. જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે પછી અન્ય રમત ગમત ક્ષેત્રે સુરતના ખેલાડીઓ પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમાં સુરતના બે યુવા ખેલાડીઓ દ્વારા હાલ જ હૈદરાબાદ ખાતે યોજાયેલી દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી અનુસાર સુરતના અડાજન પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાએ હૈદરાબાદ ખાતે યોજાયેલી ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર વચ્ચેની વર્લ્ડ સ્ટ્રેન્થ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

૧૪ દેશોના ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સુરતના દિવ્યાંગ મોરે અને શાન મિશ્રાનો સમાવેશ થાય છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લીફટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાંગ મોરેએ ૬૮ વેઇટ લીફટિંગ સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.જ્યારે શાન મિશ્રાએ પણ ૮૫+ વેઇટ લીફટિંગમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરી ચાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.જ્યાં બંને ખેલાડીઓ દ્વારા આગામી સમયમાં આવી રહેલી ઇન્ટરનેશનલ વર્લ્ડ લીફટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ વધુ સિદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ નીર્ધાર કર્યો છે.બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત અને સુરતનું ગૌરવ પણ વધાર્યું છે.

આ પણ વાંચો :-

DMDKના કેપ્ટન વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ બાદ વેન્ટિલેટર પર હતા

0

અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે, ડીએમડીકેએ કહ્યું હતું કે, તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે, વિજયકાંત તંદુરસ્ત છે અને ચેકઅપ બાદ ઘરે પરત ફરશે. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું હતું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના નેતા વિજયકાંત ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે. આજે તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

પાર્ટીએ કહ્યું હતું કે વિજયકાંત તંદુરસ્ત છે અને તમામ ટેસ્ટના રિપોર્ટ આવ્યા પછી ઘરે પરત ફરશે. જો કે, આજે પાર્ટીએ કહ્યું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે કેપ્ટન વિજયકાંતને ન્યુમોનિયાની તકલીફ થઈ હતી તે કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સ્થિતિ વધુ લથડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે તેમનું નિધન થયું હતું.

૨૬ ડિસેમ્બર ૨૦૨૩/ તબિયત બાબતે સાચવવું, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મ‍ળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જ‍ળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે.ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય.પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય.આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની તબાહીથી ૫૦ વાહનો અથડાયા, ૮ લોકોના મોત

0

દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. સોમવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. યુપીના ગ્રેટર નોઈડા, કન્નૌજમાં, જ્યાં ધુમ્મસના કારણે હાઇવે પર અનેક વાહનો અથડાયા હતા, જ્યારે હરિયાણાના મેવાતમાં, એક સ્કૂલ બસ એક ટ્રક સાથે અથડાતા સ્કૂલના અનેક બાળકો અને લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, ગ્રેટર નોઈડામાં વેસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર પણ એક અકસ્માત સર્જાયો હતો.

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે કહેર જોવા મળી રહ્યો છે અને રેલવે, ફ્લાઈટો રસ્તાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હીના પાલમમાં બુધવારે સાંજે ૭ કલાકે ૫૦ મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ૧૧૦ ફ્લાઈટો મોડી પડી. જ્યારે ૨ ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી છે, તો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન પણ ગાઢ ધુમ્મસનો ગંભીર સામનો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બુધવારે સવારે આગરા-ફિરોજાબાદ હાઈવે પર ૧૫ વાહનો ટકરાયા છે, જેમાં ૧નું મોત અને ૬ ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર ૨૫ વાહનો એકબીજાને અથડાયા છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. મેરઠમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવારનું મોત થયું છે. ઉન્નાવમાં મંગળવારે મોડી રાતે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ૬ વાહનો એકબીજાને અથડાયા, જેમાં ૧નું મોત, ૧૬ને ઈજા થઈ છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ૧૪ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMDએ મધ્યપ્રદેશમાં ૩૦ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી ૪ દિવસ એટલે કે ૩૦ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ ૫૦ મીટરે પહોંચવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

RBI ઓફિસ સહિત મુંબઈમાં ૧૧ સ્થળે બ્લાસ્ટની ધમકી, વડોદરામાંથી ૩ યુવકોની ધરપકડ

0

મંગળવારે RBI ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૩ લોકોની ધરપકડ કરી છે. ત્રણેયની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત ૧૧ સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું. એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. મુંબઈમાં કુલ ૧૧ સ્થળો પર બોમ્બ રાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ પ્રમાણે આ બ્લાસ્ટ આજે બપોરે ૧:૩૦ વાગ્યા આસપાસ થવાનો હતો. જોકે અવું કંઈ થયુ નથી. પોલીસે દરેક સ્થળે જઈને તપાસ કરી પરંતુ ક્યાંય શંકાસ્પદ વસ્તુ નથી મળી.

ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટ થવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને ‘બેંકિંગ કૌભાંડ’ના ઘટસ્ફોટ અંગે વિગતવાર નિવેદન જારી કરે.

આ પણ વાંચો :-

સુરતની દિશા પાટીલે ડંકો વગાડયો

0

હાલમાં વડોદરા ખાતે નેશનલ લેવલની ઇન્ટરસ્ટેટ મેન્સ એન્ડ વીમેન્સ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં સુરતની ૨૧ વર્ષની દિશા પાટીલે પણ ભાગ લીધો હતો. દિશાએ શાનદાર પરફોર્મ કરતા અન્ય તમામ રાજ્યોના પાર્ટીસિપન્ટ્સને હરાવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું હતું.

વડોદરા ખાતે નેશનલ લેવલની મિ. એન્ડ મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે ઓરિસ્સા, દિલ્હી, છત્તીસગઢ, યુપીની મહિલા બોડીબિલ્ડરોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત વતી સુરતની દિશા પાટીલે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં દિશા પાટીલ મિસ ઇન્ડિયા બોડીબિલ્ડર તરીકે વિજેતા જાહેર થઈ હતી. તેમને રોકડા રૂપિયા ૨૧ હજારનો પુરસ્કાર આપવા સાથે ટ્રાફી મેડલ અને સર્ટિફિકેટ પણ અપાયા હતા.

દિશા પાટીલ હવે આવનારા વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં યોજાનારી મિ. એન્ડ મિસ એશિયા બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. આ સફળતા પાછળ દિશા પોતાના ગુરુ સમાન કોચ રાકેશ પ્રસાદ અને ગૌતમ પ્રસાદની પણ ખૂબ મહેનત હોવાનું માને છે. પહેલા પરિવાર સ્પોર્ટ નહી કરતું હતું પરંતુ જીત મેળવ્યા બાદ પરિવાર પણ હવે સપોર્ટ કરે છે તેના માટે તેમનો પણ આભાર તેણી એ વ્યક્ત કર્યો હતો, અને હવે દિશાનો એક જ ગોલ છે અને તે છે ગોલ્ડ.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, બારામૂલા હાઈવે પર IED બોમ્બ કરાયો ડિફ્યુઝ

0

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આજે મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. શ્રીનગર-બારામૂલા હાઈવે પર આતંકવાદીઓએ IED બોમ્બ લગાવેલો હતો તેને રિકવર કરીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર IED રિકવર કરીને તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી છે. હાઈવે પર આ IED એવા સમયે રિકવર કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં જ આતંકવાદીઓએ પૂંછમાં સેના પર હુમલો કર્યો હતો.

ચિનાર કોર્પ્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે તેને રિકવર કરીને લવાયપુરામાં જ ડિફ્યૂઝ કરી નાખીને મોટી આતંકવાદી ઘટનાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. આ દિવસોમાં, આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હાઇવે અને રસ્તાઓ પર એમ્બ્યુશ અને IED પ્લાન્ટ કરવાનું શરૂ કર્યું છે. ઘાટીમાં શિયાળાના આગમનની સાથે જ આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પછી બોમ્બ ડિસ્પોઝલ યુનિટને જાણ કરવામાં આવી અને તે ઘટનાસ્થળે પહોંચી ગઈ. બોમ્બ સ્કવોડે IEDનો નિયંત્રિત વિસ્ફોટ કરીને મોટી દુર્ઘટનાને અટકાવી હતી. રોડ પર ફરી એકવાર વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો

0

વરસાદને લઈ પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા નથી. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી કરી છે. આગામી બેથી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થઈ શકે છે.

દમણ અને વલ્લભ વિદ્યાનગરમાં ૧૬ ડિગ્રી સાથે સુરત અને વલસાડમાં ૧૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. ૨૯ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે

આ પણ વાંચો :-

કોરોનાના નવા વેરિયન્ટ JN.૧ના અમદાવાદમાં પ્રથમ મોત, દેશમાં કુલ ૧૦૯ એક્ટિવ કેસ

0

અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં ૮૨ વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ N.૧ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગઈકાલે સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને ૧૦૯ થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી ૩૬, કર્ણાટકમાંથી ૩૪, ગોવામાંથી ૧૪, મહારાષ્ટ્રમાંથી ૯, કેરળમાંથી ૬, રાજસ્થાન અને તમિલનાડુમાંથી ૪ અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૦૯૩ થઈ ગઈ છે, ઉપરાંત આ રોગથી  સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪.૪ કરોડ થઈ ગઈ છે અને દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર ૯૮.૮૧ ટકા છે જ્યારે મૃત્યુ દર ૧.૧૯ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-