જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, બારામૂલા હાઈવે પર IED બોમ્બ કરાયો ડિફ્યુઝ

Share this story

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આજે મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. શ્રીનગર-બારામૂલા હાઈવે પર આતંકવાદીઓએ IED બોમ્બ લગાવેલો હતો તેને રિકવર કરીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર IED રિકવર કરીને તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી છે. હાઈવે પર આ IED એવા સમયે રિકવર કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં જ આતંકવાદીઓએ પૂંછમાં સેના પર હુમલો કર્યો હતો.

ચિનાર કોર્પ્સના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે તેને રિકવર કરીને લવાયપુરામાં જ ડિફ્યૂઝ કરી નાખીને મોટી આતંકવાદી ઘટનાના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. આ દિવસોમાં, આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવવા માટે હાઇવે અને રસ્તાઓ પર એમ્બ્યુશ અને IED પ્લાન્ટ કરવાનું શરૂ કર્યું છે. ઘાટીમાં શિયાળાના આગમનની સાથે જ આતંકવાદીઓ ફરી એકવાર સક્રિય થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પછી બોમ્બ ડિસ્પોઝલ યુનિટને જાણ કરવામાં આવી અને તે ઘટનાસ્થળે પહોંચી ગઈ. બોમ્બ સ્કવોડે IEDનો નિયંત્રિત વિસ્ફોટ કરીને મોટી દુર્ઘટનાને અટકાવી હતી. રોડ પર ફરી એકવાર વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.

આ પણ વાંચો :-