સુરતની દિશા પાટીલે ડંકો વગાડયો

Share this story

હાલમાં વડોદરા ખાતે નેશનલ લેવલની ઇન્ટરસ્ટેટ મેન્સ એન્ડ વીમેન્સ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં સુરતની ૨૧ વર્ષની દિશા પાટીલે પણ ભાગ લીધો હતો. દિશાએ શાનદાર પરફોર્મ કરતા અન્ય તમામ રાજ્યોના પાર્ટીસિપન્ટ્સને હરાવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું હતું.

વડોદરા ખાતે નેશનલ લેવલની મિ. એન્ડ મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે ઓરિસ્સા, દિલ્હી, છત્તીસગઢ, યુપીની મહિલા બોડીબિલ્ડરોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત વતી સુરતની દિશા પાટીલે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં દિશા પાટીલ મિસ ઇન્ડિયા બોડીબિલ્ડર તરીકે વિજેતા જાહેર થઈ હતી. તેમને રોકડા રૂપિયા ૨૧ હજારનો પુરસ્કાર આપવા સાથે ટ્રાફી મેડલ અને સર્ટિફિકેટ પણ અપાયા હતા.

દિશા પાટીલ હવે આવનારા વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં યોજાનારી મિ. એન્ડ મિસ એશિયા બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. આ સફળતા પાછળ દિશા પોતાના ગુરુ સમાન કોચ રાકેશ પ્રસાદ અને ગૌતમ પ્રસાદની પણ ખૂબ મહેનત હોવાનું માને છે. પહેલા પરિવાર સ્પોર્ટ નહી કરતું હતું પરંતુ જીત મેળવ્યા બાદ પરિવાર પણ હવે સપોર્ટ કરે છે તેના માટે તેમનો પણ આભાર તેણી એ વ્યક્ત કર્યો હતો, અને હવે દિશાનો એક જ ગોલ છે અને તે છે ગોલ્ડ.

આ પણ વાંચો :-