Home Blog Page 844

સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના ૩૭ પતંગબાજો જોડાયા

0

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪  યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૭ અને ભારતના ત્રણ રાજ્યોના ૧૪ પતંગબાજો તેમજ સુરતના ૩૯, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત ૯૭ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણીએ ગુજરાતે પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને પતંગોત્સવ દ્વારા જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાંદેરના પતંગોની વિદેશોમાં માંગ રહે છે જેથી રોજગારીનું પણ સર્જન થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નીત-નવી ઉચાઈઓ સર કરી રહ્યું છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા.

પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, કંબોડીયા, સ્પેન, તુર્કી, ડેન્માર્ક, બ્રાઝિલ જેવા દેશોના ૩૭ પતંગબાજો તથા ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા. ભગવાન શ્રીરામની ઝાંખી કરાવતી પતંગે આકર્ષણ જમાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ગરબે ઘુમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, , શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલા, ઉદ્યાન સમિતિના ગીતાબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી વિક્રમ ભંડારી, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તુલસીબેન હાંસોટી તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબા પાટા પરથી ઉતર્યા, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત

0

હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન પર હૈદરાબાદથી ચેન્નઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબા પાટા પરથી ખડી પડ્યાં હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થઈ ગયા છે. આ ઘટના આજે સવારે લગભગ ૯:૧૫ વાગ્યે બની હતી.

સાઉથ સેન્ટ્રલ રેલવેના એસસીઆરના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ ૯ વાગે બની હતી આ રેલ્વે સ્ટેશન એક ટર્મિનલ સ્ટેશન છે. જ્યાં ટ્રેન ઊભી રહેવાની હતી, પણ તે ત્યાંનઅટકી, પણ આગળ વધી. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના રેલ્વે હોસ્પિટલમાં દાખલ કારવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દક્ષિણ મધ્ય રેલવેના CPRO રાકેશે આ મામલે જાણકારી આપી કે, પાટા પરથી ડબ્બા ખડી પડવાના કારણે ટ્રેનના દરવાજા પાસે ઊભેલા લગભગ પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ તમામ ઘાયલોની રેલવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. તે પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાઈ ગઈ જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા S૨, S૩ અને S૬ પાટા પરથી ખડી પડ્યા હતા.

આ પણ વાંચો :-

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ૨૨ જાન્યુઆરીએ યૂપીમાં તમામ સ્કૂલ-કોલેજમાં રજા

0

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટી જાહેરાત કરી છે.  સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને ૨૨ જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર‘ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે ૨૨ જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.

મંગળવારે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શ્રી રામલલા અને હનુમાન ગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મકરસંક્રાંતિ પછી શરૂ થનારી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી કમિશ્નરે સભાગૃહમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની હાજરીમાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ૧૪ જાન્યુઆરીએ અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરશે. આજે અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારીઓ જોઈ હતી અને ત્યાં સાફ સફાઈમાં જરાં પણ કચાશ ન રહે તેનું ધ્યાન રાખવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત વીવીઆઈપી વિશ્રામ સ્થળ પહેલા જ નક્કી કરી લીધું છે. અયોધ્યા ધામ આવતા શ્રદ્ધાળુઓ/પર્યટકોને નવ્ય, દિવ્ય, ભવ્ય અયોધ્યાની મહિમાથી પરિચિત કરાવતા ટૂરિસ્ટ ગાઈડ તૈનાતા કરવા માટે પણ કહેવાયું છે.

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ દુનિયાના તમામ મહેમાનો અયોધ્યા આવશે. જેને જોતા અયોધ્યા જિલ્લા પ્રશાસન જિલ્લાની તમામ હોટલોમાં મહેમાનોને રોકાવાની વ્યવસ્થા કરશે. બીજી તરફ અયોધ્યાથી અડીને આવેલા લખનઉની હોટલ સંચાલકો પણ મહેમાનોના સ્વાગત માટે તૈયારીમાં લાગી ગયા છે.

CA ફાઈનલનું ૯.૪૨ ટકા પરિણામ સુરતના ૭ વિદ્યાર્થી ટોપ ૫૦માં ઝળક્યા

0

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સીએ ફાઈનલ અને સીએ ઈન્ટરમિડીએટનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતના એક સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયામાં સુરત ફાઈનલમા ૧૨ મો અને સુરતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે.

આજે સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડીયેટ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. સીએ ફાઈનલ પરીક્ષામાં ઇન્ડિયાના ટોપ ૫૦ માંથી સુરતના ૭ સ્ટુડન્ટે બાજી મારી છે. સીએ ઇન્ટરમીડીયેટ માં સુરતના ત્રણ સ્ટુડન્ટે ટોપ ૫૦ માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. સીએ ફાઈનલ માં દેવાંશુ ગોહિલ વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ૧૨ મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે સીએ ઇન્ટરમિડીયેટ માં રીસી મેવાવાલાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આઈસીએઆઈ દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું ૯.૪૨ ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ઈન્ટરમીડિએટનું ૯.૭૩ ટકા પરિણામ રહ્યુ છે. ફાઈનલમાં અમદાવાદના ૮ વિદ્યાર્થી દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમા સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે આવ્યો છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વાર સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવામા આવે છે. ગત નવેમ્બર-૨૦૨૩ની સીએ ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ગ્રુપ-૧માં ૬૫,૨૯૪ વિદ્યાર્થીમાંથી ૬૧૭૬ પાસ થતા ગ્રુપ-૧નું ૯.૪૬ ટકા અને ગ્રુપ-૨માં ૬૨,૬૭૯ વિદ્યાર્થીમાંથી ૧૩,૫૪૦ પાસ થતા ગ્રુપ-૨નું ૨૧.૬૦ ટકા તથા બંને ગ્રુપમાં ૩૨,૯૦૭ માંથી ૩૦૯૯ પાસ થતા ફાઈનલનું એકંદરે કુલ ૯.૪૩ ટકા પરિણામ રહ્યુ છે. ગત મે-૨૦૨૩ નું ૯.૮૩ ટકા અને નવેમ્બર-૨૦૨૨ નું ૧૫.૩૯ ટકા રિઝલ્ટ રહ્યુ હતું. ફાઈનલમાં જયપુરનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ, મુંબઈનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે અને જયપુરનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સીએ ઈન્ટરમીડિએટની નવેમ્બર ૨૦૨૩ ની પરીક્ષામાં સમગ્ર દેશમાં ગ્રુપ-૧ માં ૧,૧૭,૩૦૪ વિદ્યાર્થીમાંથી ૧૯,૬૮૬ પાસ થતા ગ્રુપ-૧ નું ૧૬.૭૮ ટકા, ગ્રુપ-૨ માં ૯૩,૬૩૮ વિદ્યાર્થીમાંથી ૧૭,૯૫૭ પાસ થતા ૧,૯૧૮ ટકા અને બંને ગ્રુપમાં ૫૩,૫૫૯ વિદ્યાર્થીમાંથી ૫૨૦૪ પાસ થતા ઈન્ટરમીડિએટનું પરિણામ એકંદરે ૯.૭૩ ટકા રહ્યુ છે. ગત મે-૨૦૨૩ ની પરીક્ષામાં બંને ગ્રુપનું ૧૦.૨૪ ટકા અને નવેમ્બર-૨૦૨૨ માં ૧૨.૭૨ ટકા રિઝલ્ટ હતું.

સીએ ફાઈનલમાં અમદાવાદ સેન્ટરમાં ગ્રુપ-૧ માં ૯૨૨ માંથી ૫૫ અને ગ્રુપ-૨ માં ૬૯૫ માંથી ૧૮૮ વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે બોથ ગ્રુપમાં ૮૬૯ માંથી ૧૧૬ વિદ્યાર્થી પાસ થતા અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું ૧૩.૩૫ ટકા પરિણામ રહ્યુ છે. જે મે-૨૦૨૩ માં ૯.૮૩ અને નવેમ્બર-૨૦૨૨ માં ૧૫.૩૯ ટકા હતુ. સીએ ફાઈનલમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનો વિદ્યાર્થી ચિરાગ અસવા 9 મા રેન્ક પર આવ્યો છે અને અમદાવાદના કુલ ૭ વિદ્યાર્થી દેશના ટોપ ૫૦ માં સ્થાન મેળવ્યુ છે.

સુરતમાં એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભંગારના બેપારીની અટક

0

સુરત રેલ્વે સ્ટેશનથી ઉપાડીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ થયો છે. રેલ્વે પોલીસે આ ઘટનામાં બે શખ્સોની અટકાયત કરી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ હતી. આ દરમિયાન ટ્રેનને ઉથલાવવાનો હેતુથી ટ્રેનના પાટા પીએઆર કોઈ એક લોખંડનો પાઇપ મૂક્યો હતો.

સુરતમાંથી વધુ એક મોટી દૂર્ઘટના ટળી છે, પોલીસે સમયસૂચકતા વાપરતાં મોટી ટ્રેન દૂર્ઘટના ટાળી છે, ખરેખરમાં બે શખ્સો દ્વારા સુરતમાંથી નીકળતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો કારસો રચાયો હતો, જોકે, આ મામલે બાતમી મળતા જ રેલવે પોલીસે બે શખ્સોમાંથી એકની ધરપકડ કરી લીધી છે, અને એક ફરાર થઇ ગયો છે.

પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું. રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. વધુ તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનથી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે ૫:૪૫ કલાકેથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહી હતી, તેવામાં આ બન્ને શખ્સોએ ટ્રેનને સુરત -ઉત્રાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે પોલીસને જાણ થઇ જતાં સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યુ હતુ. પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી તે સમયે શહેરના કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યૂઝ ટૉઇલેટની પાસે ઉભેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, જેનું નામ રામજી કોરડિયા છે, જોકે, બીજો આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નું ઉદ્ધાટન

0

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નુ ઉદ્ધાટન PM મોદીના હસ્તે થવાનું છે.દેશ-વિદેશના મહેમાનોની હાજરી વચ્ચે PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નું ઉદ્ઘાટન થવાનું છે.  મહત્વનું છે કે, ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં  PM મોદી સાથે દરેક મહાનુભાવોનું ફોટોશૂટ થયું હતું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૩૪ ભાગીદાર દેશો અને ૧૩૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G૨૦ પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે. જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે સવારે ૯:૪૦ વાગ્યે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી શક્યતા છે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે મહાત્મા મંદિર પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ૪ દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે ૨૦૦ કંપનીઓના સીઇઓ આવશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ભાગ લેવા માટે ૧૩૬ દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેમાં ૭૫ જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

૧૦ જાન્યુઆરી, ૨૦૨૪/ આજ બુધવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ ‌

નસીબનો સાથ ઓછો મળતા આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે.  ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

લેન્ડ ફોર જોબ કેસમાં EDએ રાબડી દેવી સહિત પુત્રીઓ સામે મોટી કાર્યવાહી કરી

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ સામે જમીન-નોકરીના મની લોન્ડરિંગમાં ચાર્જશીટ દાખલ કરી છે. કેસ. ચાર્જશીટ) દાખલ. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે દિલ્હીની વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે કોર્ટ આ કેસની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ કરશે.

આ ચાર્જશીટમાં RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારના એક નજદીકી સહયોગી અમિત કાત્યાલ, કેટલીક અન્ય વ્યક્તિઓને નામે પણ કંપનીનાં નામ છે. આ ચાર્શીટમાં PMLA કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે આ મામલાની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ નિર્ધારિત કરી છે.EDએ આ મામલે કાત્યાલની ગયા વર્ષના નવેમ્બરમાં ધરપકડ કરી હતી, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર અને બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવને સમન જારી કર્યા હતા.

લેન્ડ ફોર જોબ કેસ ૨૦૦૪થી ૨૦૦૯ની વચ્ચેનો છે, જ્યારે લાલુ પ્રસાદ રેલવેપ્રધાન હતા. તેમની પર આરોપ છે કે લાલુ પ્રસાદે પદ પર રહેતાં પરિવારને જમીન હસ્તાંતરિતના બદલામાં રેલવેમાં નોકરીઓ અપાવી હતી. CBIએ એ પણ આરોપ લગાવ્યો હતો કે રેલવેમાં કરવામાં આવેલી ભરતીઓ રેલવેના માપદંડોને અનુરૂપ નહોતી. દિલ્હીની ન્યુ ફ્રેન્ડલી કોલોની સ્થિત મકાન નં.D-૧૦૮૮ (એબી એક્સપોર્ટ્સ પ્રા. લિ.)ને નામે રજિસ્ટર્ડ છે.

આ પણ વાંચો :-

મની લોન્ડરિંગ કેસમાં શિવસેના પાર્ટીના ધારાસભ્ય પર EDની કાર્યવાહી

0

મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમના સાથીઓના જૂદા-જૂદા ૭ સ્થળો પર EDએ કાર્યવાહી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ કાર્યવાહી જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી. આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.

મુંબઈમાં તપાસ એજન્સી લગભગ સાત સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. વાયકર ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પહેલા ગયા વર્ષે EDએ બૃહન્મુંબઈ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. વાઈકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. EDનો મની લોન્ડરિંગ કેસ EOWની FIR પર આધારિત હતો.

આ પણ વાંચો :-

સ્ટાર્ટઅપ કંપનીની CEOએ એ તેના ચાર વર્ષના બાળકની કરી હત્યા

0

બેંગલુરુમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. આટલું જ નહીં પુત્રની હત્યા બાદ માતા તેની લાશને બેગમાં ભરીને લઈ જતી રહી હતી. આ ઘટનાને અંજામ આપવા માટે મહિલાએ હોટલ બુક કરાવી હતી અને હોટલના રૂમમાં પોતાના જ પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટઅપના ૩૯ વર્ષીય CEOની સોમવારે રાત્રે ગોવામાં સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી સુચના સેઠ કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લામાંથી તેના પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે પકડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જોકે હત્યા પાછળનો ચોક્કસ હેતુ હજુ સુધી સ્થાપિત થયો નથી, પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ તેના પતિ સાથેના ‘અજાણ્યા સંબંધો’નું એક કારણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મહિલાએ શનિવારે તેના પુત્ર સાથે ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં ચેક-ઇન કર્યું હતું અને સોમવારે સવારે ચેકઆઉટ કર્યું હતું. હાઉસ-કીપિંગ સ્ટાફમાંથી એક કર્મચારી સોમવારે એપાર્ટમેન્ટ સાફ કરવા ગયો અને તેણે લોહીના ડાઘા જોયા પછી આ ઘટનાની જાણ થઈ હતી.

ત્યાર બાદ પોલીસે ફરીથી સુચનાના કેબ ડ્રાઈવરનો સંપર્ક કર્યો અને તેની સાથે કોંકણીમાં વાત કરી અને તેને નજીકના પોલીસ સ્ટેશને વાહન લઈ જવા કહ્યું. ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં પહોંચી ગયો હતો. બાતમીદારની જાણ વગર ડ્રાઈવર ટેક્સીને આઈમંગલા પોલીસ સ્ટેશન લઈ ગયો. પોલીસે આઇમંગલા પોલીસ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો અને તેમને બેગની તપાસ કરવા વિનંતી કરી. નાઈકે કહ્યું કે જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સુચનાને કસ્ટડીમાં લેવા માટે કલંગુટ પોલીસની ટીમ કર્ણાટક જવા રવાના થઈ ગઈ છે. નાઈકે કહ્યું કે તેઓ તેની ધરપકડ કરશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ વધુ તપાસ માટે તેને ગોવા લાવશે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ડેટા સાયન્ટિસ્ટ સેઠ ટેક કન્સલ્ટન્સી ‘ધ માઇન્ડફુલ એઆઈ લેબ’ની સ્થાપક અને સીઈઓ છે. તેની LinkedIn પ્રોફાઇલ મુજબ , સેઠ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ છે, જેમાં ડેટા સાયન્સ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગમાં કામ કરવાનો તેને ૧૨ વર્ષનો અનુભવ છે. પ્રોફાઇલ એ પણ જણાવે છે કે તે ૧૦૦ બ્રિલિયન્ટ વુમન ઇન AI એથિક્સ લિસ્ટમાં હતી અને બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો હતી.

આ પણ વાંચો :-