Home Blog Page 843

રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો અકસ્માત, બેનાં મોત, ૨૧ને ઈજા

0

રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ખેરાલુના ચોટીયા ગામની શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બેનાં મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે ૨૧ને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીઓને બે લકઝરી બસમાં પ્રવાસે લઇ ગયા હતા. બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત થયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી સી.એન. વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા. બે બસમાં પચાસથી વધુ બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો. પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આજે સવારે હાઈવે પર એક ટ્રેલર સાથે બસ અથડાઈ હતી.

ખેરાલુ તાલુકાના ચોટીયા ગામની સ્કૂલના બાળકો રાજસ્થાન પ્રવાસે ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શિવગંજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા પણ જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બાળકોને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂલ બસમાં સવાર ૧૦ જેટલી વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. ૧૦૮ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો :-

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશભરમાં પ્રથમક્રમે

0

સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયર એવોર્ડ મેળવ્યો છે. સુરત સ્વચ્છતા કર્મીઓને મહેનત અંતે રંગ લાવી છે.

સ્વચ્છતાના સર્વેક્ષણ અંતર્ગત દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સુરત શહેરને હાર્દિક અભિનંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા ભારતના સંકલ્પને સુરત શહેરે માત્ર સાકર જ નથી કર્યો પણ સ્વચ્છતાનાં સંસ્કારને ગળથૂથીમાં ઉતાર્યા પણ છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ની થીમ બેસ્ટ ટુ વેલ્થ હતી. ૪૪૭૭ શહેરોમા ૯૫૦૦ આંકોમાં સોથી વધુ પોઈન્ટ ઇંદોર અને સુરતને મળ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારનાં વાર્ષિક સ્વચ્છતામાં સર્વેક્ષણ– સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :-

  • ઈઝરાયલના ભીષણ હુમલામાં ગાઝામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ના મોત
  • ગુજરાતથી અયોધ્યા માટે દોડવવામાં આવશે ‘આસ્થા ટ્રેન’

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશભરમાં પ્રથમક્રમે

0

સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયર એવોર્ડ મેળવ્યો છે. સુરત સ્વચ્છતા કર્મીઓને મહેનત અંતે રંગ લાવી છે.

સ્વચ્છતાના સર્વેક્ષણ અંતર્ગત દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સુરત શહેરને હાર્દિક અભિનંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા ભારતના સંકલ્પને સુરત શહેરે માત્ર સાકર જ નથી કર્યો પણ સ્વચ્છતાનાં સંસ્કારને ગળથૂથીમાં ઉતાર્યા પણ છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ની થીમ બેસ્ટ ટુ વેલ્થ હતી. ૪૪૭૭ શહેરોમા ૯૫૦૦ આંકોમાં સોથી વધુ પોઈન્ટ ઇંદોર અને સુરતને મળ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારનાં વાર્ષિક સ્વચ્છતામાં સર્વેક્ષણ– સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

ઇકવાડોરમાં ટીવી ચેનલ સ્ટુડિયોમાં બંદૂકધારીઓ ઘૂસ્યા,મચાવ્યો આતંક

0

દક્ષિણ અમેરિકાના ઉત્તર-પશ્ચિમ દેશ ઇક્વાડોરમાં મંગળવારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પોર્ટ સિટી ગ્વાયાકિલમાં ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટ પર ૧૩ માસ્ક પહેરેલા આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે આતંકીઓએ ઘૂસણખોરી કરી ત્યારે લાઈવ શો ચાલી રહ્યો હતો. લાઈવ શોમાં જ તેમણે સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. ગભરાયેલા કર્મચારીઓ શાંત નહીં થાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયોમાં કેદ થઈ હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

ઇક્વાડોર સરકારના કહ્યું કે લાઇવ શો દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો તેમને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમાન્ડર સીઝર ઝપાટાએ કહ્યું કે માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે એક માથાભારે ગેંગના સભ્યોના જેલમાંથી ભાગી જવાને પગલે રવિવારે એક્વાડોરમાં અનેક હુમલા કરવામાં આવ્યા હતા. તેમજ ગેંગે યુદ્ધની જાહેરાત કરી હતી. તેના થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિએ દેશમાં ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’ની જાહેરાત કરી હતી. તેમજ સ્થિતિ બગડતી જોઈને રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો હતો કે તેઓ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરશે. આ સાથે જ સોમવારે નોબોઆએ ૬૦ દિવસ માટે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી. આ પછી સરકારે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવી દીધો હતો.

ઇક્વાડોરએ લાંબા સમયથી ટોચના કોકેઇન નિકાસકારો માટે કોલંબિયા અને પેરુ વચ્ચે શાંતિપૂર્ણ આશ્રયસ્થાન છે. તેમજ તાજેતરના વર્ષોમાં જ મેક્સીકન અને કોલમ્બિયન કાર્ટેલ સાથે સંબંધો ધરાવતી ‘હરીફ ગેંગ નિયંત્રણ’ માટેની લડતમાં ઘણી હિંસા જોવા મળી હતી. દરમિયાન બંદૂકધારીઓએ ટીવી સ્ટેશન પર હુમલો કર્યાના થોડા સમય પછી નોબોહે દેશમાં કાર્યરત ૨૦ ડ્રગ હેરફેર ગેંગને આતંકવાદી જૂથો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદ ફ્લાવર શોને મળ્યું સ્થાન

0

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ હવે વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. અમદાવાદના ૧૧માં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં ચાઇનાના નામે ૧૬૬ મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૨૧ મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૧૧મા ફલાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ ૨૨૧ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રકચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મ્યુનિ.ના આ ફલાવર સ્ટ્કચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ૧૧ દિવસમાં કુલ ૫ લાખ ૭૩ હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું. આ ફ્લાવર શો માંથી AMCને ૩ કરોડ ૪૫ લાખની આવક થઈ છે. ૫૦ થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી.

આ વર્ષે ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત ૩૩ જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં GSLV MK૩ રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે ૫.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવશે.

આ પણ વાંચો :-

ઈઝરાયલના ભીષણ હુમલામાં ગાઝામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ના મોત

0

ઈઝરાઇલ-હમાસના યુદ્ધને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે ઈઝરાઇલી સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતા ૨૪ કલાકમાં ૧૪૭ લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાઇલી સેનાએ દીર અલ-બલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં ૩ મિસાઈલ હુમલો કરતાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે, તો પેલેસ્ટાઈની રાજદૂતે ફરી યુએનમાં મુદ્દો ઉઠાવવા શુક્રવારે આરબ સમુહની બેઠક બોલાવી છે. ઈઝરાઇલના તેલ અવીવની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને પણ વહેલીતકે યુદ્ધ સમાપ્ત કરવાની વાત કહી છે.

ગાઝા પટ્ટીમાં એક તરફ મોતના આંકડાઓ વધી રહ્યા છે, તો બીજીતરફ લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગી રહ્યા છે. ઈઝરાઇના સતત હુમલાના કારણે ઈજાગ્રસ્તોને સારવાર મળવી મુશ્કેલ બની છે, ઉપરાંત માનવીય સહાય પણ ત્યાં પહોંચી રહી નથી. એટલું જ નહીં ઈજિપ્તના અલ અરિશમાં જર્મની વિદેશમંત્રી અન્નાલીનાએ માનવીય મદદ પહોંચાડવા રફા બોર્ડર ખોલવા પણ અપીલ કરી છે.

યુદ્ધની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે, જેને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રમાં પણ સતત મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે. પેલેસ્ટાઈનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત રિયાદ મંજૂરે ફરી પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો ખટખટાવશે. શુક્રવારે આરબ સમૂહની મુખ્ય બેઠક પણ યોજાવાની છે, જેમાં યુદ્ધનો મુદ્દો ઉઠાવાશે.

ઉલ્લેખનિય છે કે, ઈઝરાઇલી હુમલામાં અત્યાર સુધીમાં ૨,૩,૩૫૭ પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે. ૫૮ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ૨૩ લાખ લોકો બેઘર થયા છે. ૭ ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાઇલ વળતો જવાબ આપી રહ્યો છે. ઈઝરાઇલે પણ કહ્યું છે કે, અમે હમાસનો ખાતમો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું.

આ પણ વાંચો :-

ગુજરાતથી અયોધ્યા માટે દોડવવામાં આવશે ‘આસ્થા ટ્રેન’

0

૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેંકડો VVIP અને હજારો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા  અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી આસ્થા’ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જાણકારી આપી છે.

  • સુરત-અયોધ્યા-સુરત, તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
  • ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ ૦૩ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
  • અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ,  તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી ટ્રેન શરૂ
  • ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ ૦૯ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ
  • રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૪ થી શરૂ

રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે X પર લખ્યું કે, આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ન ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.

આ પણ વાંચો :-

૧૧ જાન્યુઆરી, ૨૦૨૪/ આજના ગુરુવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભઃ

ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુનઃ

ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યાઃ

ગઇ કાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃશ્ચિકઃ

ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ

આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકરઃ

આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઇ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભઃ

શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીનઃ

આત્મવિશ્વાસ જ‍ળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, SIT નહિ SEBI કરશે તપાસ

જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં ૩૦ મિનિટમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

મંદિરમાં પ્રથમ સોનાનો દરવાજા ની પહેલી ઝલક, હજારો વર્ષ સુધી રહેશે ચમક

0

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ સંપૂર્ણ દેશમાં એક અનેરો ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. મંદિરના ભવ્ય બાંધકામ બાદ હવે અહીં સ્થાપિત સોનાના દરવાજાની એક ઝલક જોવા મળી છે. મંદિરમાં પ્રથમ સોનાનો દરવાજો સ્થાપિત કરવામાં આવ્યો છે. તે જ સમયે, આગામી ત્રણ દિવસમાં અહીં વધુ ૧૪ સોનાના દરવાજા લગાવવામાં આવશે.

હૈદરાબાદની ૧૦૦ વર્ષ જૂની કંપની અનુરાધા ટિમ્બર રામ મંદિરના લાકડાના દરવાજા તૈયાર કરી રહી છે. પરંતુ, ખાસ વાત એ છે કે આ દરવાજા અયોધ્યામાં વર્કશોપમાં બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર નાગારા શૈલીના બાંધકામની ઝલક સ્પષ્ટપણે દેખાય છે. મંદિરના દરવાજાઓ સોનાથી મઢાયેલ છે.

રામ મંદિરમાં કુલ ૪૬ દરવાજા લગાવવામાં આવશે. તેમાંથી ૪૨ દરવાજાને કુલ ૧૦૦ કિલો સોનાથી પરત ચડાવવામાં આવશે. પરંતુ મંદિરની સીડી પાસેના ચાર દરવાજા પર સોનાની પરત ચડાવવામાં નહિ આવે. આગામી દિવસોમાં વધુ ૧૪ સોનાના દરવાજા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. રામ મંદિરના ગોલ્ડન દરવાજા પર મધ્યમાં બે હાથીઓની તસવીર કોતરવામાં આવી છે. આ બંને હાથીઓ લોકોનું સ્વાગત કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે.

જ્યારે દરવાજાના ઉપરના ભાગમાં મહેલ જેવો આકાર બનાવવામાં આવ્યો છે. તેમજ નીચે બે નોકર હાથ જોડીને ઊબા હોય તે રીતે કોતરણી કરવામાં આવી છે. તેમજ દરવાજાના તળિયે ચોરસ આકારમાં સુંદર આર્ટવર્ક પણ કરવામાં આવ્યું છે. આ દરવાજા તૈયાર કરવા માટે હૈદરાબાદની એક કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. કંપનીએ મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલોમાંથી લાકડા પસંદ કર્યા તેમજ દરવાજા પર નકશીકામ કરવા માટે કન્યાકુમારીથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ દરવાજા રામમંદિરના પરિસરને ખૂબજ ભવ્ય બનાવે છે.

આ પણ વાંચો :-

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીના ૫ મોટા એલાન

0

ગાંધીનગરમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્ર પ્રમુખો આવ્યાં છે. ત્યારે રાજ્યમાં રોજગારી અને રોકાણ માટે તેમણે વચનો આપ્યાં છે. રિલાયન્સના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ રોકાણની સાથે રોજગારની પણ ખાતરી આપી છે. બીજી તરફ ગ્લોબલ બિઝનેસ લીડર્સની વાત કરીએ તો લક્ષ્મી મિત્તલ અને સુઝુકીએ પણ પોતાના બિઝનેસ પ્લાન્ટ ક્યાં સુધીમાં સ્થાપિત થઈ જશે તેની જાણકારી આપી હતી.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક મોટી જાહેરાત કરી છે. ખાસ કરીને અંબાણીએ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ૨૦૨૪માં ગ્રીન કોમ્પ્લેક્સ શરૂ કરવાની યોજના છે. આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે અને ગ્રીન પ્રોડક્ટ્સ અને મટિરિયલ્સ પૂરા પાડવામાં આવશે. ગુજરાત ગ્રીન પ્રોડક્ટ્સનું અગ્રણી નિકાસકાર પણ બનશે.

મુકેશ અંબાણીએ કર્યા ૩ મોટા એલાન 

  • Reliacne કંપની ભવિષ્યમાં પણ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતને ૨૦૩૦ સુધીમાં તેની અડધી ગ્રીન એનર્જીની જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.
  • રિલાયન્સ જિયોએ વિશ્વભરમાં ૫Gનું ઝડપી રોલઆઉટ પૂર્ણ કર્યું છે. ૫G AI ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે, જેનાથી યુવાનોને ઘણો ફાયદો થશે.
  • રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ગોળાકાર અર્થતંત્ર માટે ભારતના પ્રથમ કાર્બન ફાઈબરની સ્થાપના કરી રહી છે. હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર સુવિધાની સ્થાપના સાથે તેની શરૂઆત થઈ છે.
  • રિલાયન્સ રિટેલ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ગુજરાતમાં લાવશે અને ખેડૂતોને ટેકો આપશે. આ સાથે રિલાયન્સ રિટેલ તેના ગ્રાહકોને હંમેશા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા પર કામ કરવાનું ચાલુ રાખશે

મુકેશ અંબાણીએ સંબોધનમાં જ કહ્યું હતું કે, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે.તેમણે કેટલાક વચનો પણ આપ્યાં હતાં. જેમાં રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું.આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડીંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું. ગુજરાતમાં 5જી ઉપલબ્ધ છે. 5જીમાં એ.આઈ. ટેક્નોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે.ગજરાત એકલું ૩ ટ્રિલિયન ઈકોનોમિ બનશે એવો મને વિશ્વાસ છે. મોદીનો સમય ભારતને સમૃદ્ધતા અને વિકાસ તરફ આગળ લઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત એકલું ૩ ટ્રિલિયન ઈકોનોમી બનશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત ૨૦૪૭ સુધીમાં USD ૩ ટ્રિલિયનનું અર્થતંત્ર હશે, ભારતને ૨૦૪૭ સુધીમાં ૩૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનતા કોઈ શક્તિ રોકી શકશે નહીં.

આ પણ વાંચો :-