ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદ ફ્લાવર શોને મળ્યું સ્થાન

Share this story

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ હવે વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. અમદાવાદના ૧૧માં ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં ચાઇનાના નામે ૧૬૬ મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૨૧ મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૧૧મા ફલાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ ૨૨૧ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રકચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મ્યુનિ.ના આ ફલાવર સ્ટ્કચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ૧૧ દિવસમાં કુલ ૫ લાખ ૭૩ હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું. આ ફ્લાવર શો માંથી AMCને ૩ કરોડ ૪૫ લાખની આવક થઈ છે. ૫૦ થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી.

આ વર્ષે ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત ૩૩ જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં GSLV MK૩ રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે ૫.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવશે.

આ પણ વાંચો :-