CA ફાઈનલનું ૯.૪૨ ટકા પરિણામ સુરતના ૭ વિદ્યાર્થી ટોપ ૫૦માં ઝળક્યા

Share this story

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સીએ ફાઈનલ અને સીએ ઈન્ટરમિડીએટનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતના એક સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયામાં સુરત ફાઈનલમા ૧૨ મો અને સુરતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે.

આજે સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમિડીયેટ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. સીએ ફાઈનલ પરીક્ષામાં ઇન્ડિયાના ટોપ ૫૦ માંથી સુરતના ૭ સ્ટુડન્ટે બાજી મારી છે. સીએ ઇન્ટરમીડીયેટ માં સુરતના ત્રણ સ્ટુડન્ટે ટોપ ૫૦ માં રેન્ક પ્રાપ્ત કર્યો છે. સીએ ફાઈનલ માં દેવાંશુ ગોહિલ વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ૧૨ મો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે સીએ ઇન્ટરમિડીયેટ માં રીસી મેવાવાલાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આઈસીએઆઈ દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું ૯.૪૨ ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ઈન્ટરમીડિએટનું ૯.૭૩ ટકા પરિણામ રહ્યુ છે. ફાઈનલમાં અમદાવાદના ૮ વિદ્યાર્થી દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમા સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે આવ્યો છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વાર સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવામા આવે છે. ગત નવેમ્બર-૨૦૨૩ની સીએ ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ગ્રુપ-૧માં ૬૫,૨૯૪ વિદ્યાર્થીમાંથી ૬૧૭૬ પાસ થતા ગ્રુપ-૧નું ૯.૪૬ ટકા અને ગ્રુપ-૨માં ૬૨,૬૭૯ વિદ્યાર્થીમાંથી ૧૩,૫૪૦ પાસ થતા ગ્રુપ-૨નું ૨૧.૬૦ ટકા તથા બંને ગ્રુપમાં ૩૨,૯૦૭ માંથી ૩૦૯૯ પાસ થતા ફાઈનલનું એકંદરે કુલ ૯.૪૩ ટકા પરિણામ રહ્યુ છે. ગત મે-૨૦૨૩ નું ૯.૮૩ ટકા અને નવેમ્બર-૨૦૨૨ નું ૧૫.૩૯ ટકા રિઝલ્ટ રહ્યુ હતું. ફાઈનલમાં જયપુરનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ, મુંબઈનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે અને જયપુરનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સીએ ઈન્ટરમીડિએટની નવેમ્બર ૨૦૨૩ ની પરીક્ષામાં સમગ્ર દેશમાં ગ્રુપ-૧ માં ૧,૧૭,૩૦૪ વિદ્યાર્થીમાંથી ૧૯,૬૮૬ પાસ થતા ગ્રુપ-૧ નું ૧૬.૭૮ ટકા, ગ્રુપ-૨ માં ૯૩,૬૩૮ વિદ્યાર્થીમાંથી ૧૭,૯૫૭ પાસ થતા ૧,૯૧૮ ટકા અને બંને ગ્રુપમાં ૫૩,૫૫૯ વિદ્યાર્થીમાંથી ૫૨૦૪ પાસ થતા ઈન્ટરમીડિએટનું પરિણામ એકંદરે ૯.૭૩ ટકા રહ્યુ છે. ગત મે-૨૦૨૩ ની પરીક્ષામાં બંને ગ્રુપનું ૧૦.૨૪ ટકા અને નવેમ્બર-૨૦૨૨ માં ૧૨.૭૨ ટકા રિઝલ્ટ હતું.

સીએ ફાઈનલમાં અમદાવાદ સેન્ટરમાં ગ્રુપ-૧ માં ૯૨૨ માંથી ૫૫ અને ગ્રુપ-૨ માં ૬૯૫ માંથી ૧૮૮ વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે બોથ ગ્રુપમાં ૮૬૯ માંથી ૧૧૬ વિદ્યાર્થી પાસ થતા અમદાવાદ સેન્ટરનું ફાઈનલનું ૧૩.૩૫ ટકા પરિણામ રહ્યુ છે. જે મે-૨૦૨૩ માં ૯.૮૩ અને નવેમ્બર-૨૦૨૨ માં ૧૫.૩૯ ટકા હતુ. સીએ ફાઈનલમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનો વિદ્યાર્થી ચિરાગ અસવા 9 મા રેન્ક પર આવ્યો છે અને અમદાવાદના કુલ ૭ વિદ્યાર્થી દેશના ટોપ ૫૦ માં સ્થાન મેળવ્યુ છે.