Home Blog Page 845

ક્રિકેટર મોહમ્મદ શમી સહિત ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત

0

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એટલે કે ૯ જાન્યુઆરીએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તાજેતરમાં યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી મોહમ્મદ શમી ઉપરાંત ૨૬ ખેલાડીઓને અલગ- અલગ રમતોમાં તેમના ઉત્કૃસ્ત પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ સન્માનિત કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ ૭ મેચમાં કુલ ૨૪ વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે આ ખાસ ક્ષણને તેના સ્વપ્નને પૂર્ણ થતું ગણાવ્યું છે. શમીએ કહ્યું હતું કે જીવન પસાર થઈ જાય છે પરંતુ આ એવોર્ડ કોઈને મળતો નથી.

ફાસ્ટ બોલરે આ સમ્માન પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ધણા વર્ષોની મહેનત પછી પણ લોકો આ એવોર્ડ જીતી શક્યા નથી. મંત્રાલયની અખબારીની અનુસાર, પુરસ્કાર વિજેતાઓને ૯ જાન્યુઆરી, ૨૦૨૪ ( મંગળવાર)ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ રીતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પુરસ્કારો પ્રાપ્ત થશે.

અર્જુન એવોર્ડ દેશનો બીજો એવોર્ડ છે. જે ખેલાડીઓને વર્ષના અંતે શાનદાર પ્રદર્શન પર મળતો હોય છે. આ વખતે શમીની પસંદગી કરવામાં આવી છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શનથી ટીમને વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડી હતી.તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI વર્લ્ડ કપ ૨૦૨૩માં જોવા મળ્યું હતું, જ્યાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

મણિપુરમાં મંજૂરી ન મળતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટ

0

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. મણિપુર સરકારે તે મેદાન માટે મંજૂરી આપી નથી જ્યાંથી આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ શરૂ થવાની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી અને યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સોમવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડણકર, એમપીસીસી પ્રમુખ કે મેઘચંદ્ર, સીએલપી નેતા ઓ ઈબોબી, સીડબ્લ્યુસી સભ્ય ગાયખાંગમ અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે જમીનની યોગ્યતા આંકલન કરશે.

કેસી વેણુગોપાલે મણિપુર સરકાર દ્વારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ન આપવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નથી અને તેઓએ આ યાત્રાનું રાજનીતિકરણ કરવું જોઈએ. અમે મણિપુરનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા આઠ મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રુઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.

એમપીસીસીની ટીમ મુખ્ય સચિવને તેમના સચિવાલયમાં મળ્યા, જેમણે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા પછી સાંજ સુધીમાં જમીનની પરવાનગી અંગેનો અહેવાલ સુપરત કરવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે, ગિરીશ ચોડંકરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મુખ્યમંત્રીને પક્ષીય રાજકારણ કરતાં મણિપુરની શાંતિને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્ડ ટ્રીપની તૈયારીમાં સમય લાગશે. તેથી સરકાર આજે જ પરવાનગી આપે તેવી અપેક્ષા છે.

ઈઝરાઇલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા, કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ ૩ મહિના થઈ ચૂક્યા છે ત્યારે ઈઝરાઇલી સેનાએ ગઈકાલ રાત્રે ગાઝામાં હમાસના સ્થાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ૨૦૨૩ની ૭મી ઓક્ટોબરે યુદ્ધ શરુ થયુ હતું જે હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાઇલી સેનાએ ગઈકાલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો  કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. આ હુમલા સામે હિઝબોલ્લાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને ઈઝરાયલને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી પણ આપી હતી.

આ અગાઉ પણ ઈઝરાઇલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરીને ઠાર માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ૨૩ હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તેમજ ઘણા પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો :-

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમા નવા ૬૨૮ કેસ, ૬ લોકોનાં મોત

0

દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધતાં હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૮ દર્દીઓ નોંધાયા હતાં. દરમીયાન કોરોનાને કારણે ૨૪ કલાકમાં ૪લોકોના મોત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૮ નવા દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે ચારનું મોત થયું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોનાને કારણે થયેલ મૃત્યુમાં કેરલના બે અને કર્ણાટક તથા ત્રિપુરાના એક એક દર્દીઓનો સમાવેશ છે. આ ચાર દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક ૫,૩૩,૩૯૬ પર પહોંચી ગયો છે.

ભારતમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના સંક્રમણના ૬૨૮ કેસ નોંધાયા છે, જ્યારે સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪,૦૦૨ થઇ હોવાનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ દરમિયાન ચાર દર્દીઓના મોત નિપજ્યાં છે  કે ગત વર્ષે ૫ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા ડબલ ડીઝીટમા પહોચી હતી. જો કે ઠંડી અને વાયરસના નવા વેરિયન્ટ જેએન-૧ ના કારણે સંખ્યા વધી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ ૭ જાન્યુઆરીથી JN૧ સબ વેરિયન્ટના કુલ ૬૨૮ નવા કેસ નોંધાયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકમાં ૧૯૯, કેરલમાં ૧૪૮, મહારાષ્ટ્રમાં ૧૩૯, ગોવામાં ૪૭, ગુજરાતમાં 36, આંધ્ર પ્રદેશમાં ૩૦, રાજસ્થાનમાં ૩૦, તામીલનાડૂમાં ૨૬, દિલ્હીમાં ૨૧, ઓડિશામાં ૩, તેલંગણા અને હરિયાણામાંથી ૧-૧ દર્દી મળી આવ્યા છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસના ગેટ સાથે વાહન અથડાયું, ડ્રાઇવરની ધરપકડ

0

અમેરિકાના વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. સોમવારે એક ડ્રાઇવર તેની કાર સાથે રાષ્ટ્રપતિ બાયડનના ઘરના બહારના દરવાજામાંથી પ્રવેશ્યો. સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે ૬ વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ માટે ડ્રાઈવરની અટકાયત કરી હતી.

યુએસ સિક્રેટ સર્વિસના ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલીએલ્મીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, સાંજે ૬ વાગ્યાના થોડા સમય પહેલા એક વાહન વ્હાઇટ હાઉસ સંકુલના બહારના દરવાજા સાથે અથડાયું હતું. અમે અથડામણના કારણ અને રીતની તપાસ કરી રહ્યા છીએ. વ્હાઇટ હાઉસની નોર્થ ઇસ્ટ સાઇડમાં આવેલા કોમ્પ્લેક્સમાં વાહન અથડાયું હતું. કાર ફાટક સાથે જોરદાર અથડાઈ હતી. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું કે અકસ્માતગ્રસ્ત વાહનના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. યુએસ સિક્રેટ સર્વિસ ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલેલમીએ માહિતી આપી હતી કે હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હજુ ગયા મહિને જ અમેરિકન પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની હતી ત્યારે હવે વ્હાઈટ હાઉસ પરિસરના ગેટ પર એક ગાડીની જોરાદર ટક્કર થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુએસ સિક્રેટ સર્વિસ ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલેલમીના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે રાત્રેલગભગ ૬ વાગ્યે બની હતી. આ ઘટના સમયે અમેરિકન પ્રમુખ જો બાયડેન વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા.

આ પણ વાંચો :-

ઈન્ડોનેશિયામાં ૬.૭ની તીવ્રતા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

0

ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું. ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. આ ભૂકંપ મોડી રાત્રે ૦૨ કલાક ૧૮ મિનિટ ૪૭ સેકન્ડ પર આવ્યો હતો. રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં ૮૦ કિલોમીટર ઊંડે હતું.

ઈન્ડોનેશિયામાં છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઈમારતો અને દુકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં જ ભૂકંપના આંચકાએ સમગ્ર જાપાનમાં તબાહી મચાવી દીધી હતી. પશ્ચિમ જાપાનમાં આવેલા ૭.૬ની તીવ્રતાવળા શક્તિશાળી ભૂકંપમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કુદરતી આફતના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. જાપાનમાં જ દિવસમાં ૧૫૦ થી વધુ આંચકા અનુભવાયા હતા. આમાંના ઘણા આંચકાની તીવ્રતા ૬.૦ કરતાં વધુ હતી. ૯૦ મિનિટમાં ૪.૦ કે તેથી વધુ તીવ્રતાના ૨૧ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી હતી. આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બીજા જ દિવસે મ્યાનમાર અને ભારતના લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચક અનુભવાયા હતા.

આ પણ વાંચો :-

૦૯ જાન્યુઆરી, ૨૦૨૪/ ખર્ચનું પ્રમાણ અતિશય વધશે, પારિવારિક સંઘર્ષના સંકેત, આ રાશિના જાતકોનો મંગળવાર જશે કષ્ટદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

‌મિથુનઃ

સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

‌સિંહઃ

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ

મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ

દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ

માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઇ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું

સુરતમાં તમામ રામ મંદિરોને અયોધ્યાની ભવ્યતા દર્શાવી સાડી ભેટ આપવામાં આવશે

0

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિસ્થાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કપડાં વેપારીઑ જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યા છે. ટેક્સ્ટાઈલ યુવા યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ ડિજિટલ પ્રિન્ટીંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનુ દૃશ્ય પ્રિન્ટ કર્યું છે. સાથે ભગવાન શ્રી રામ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ઉપસાવી છે.

લલિત શર્માએ જણાવ્યુ કે આ સંસ્થા શહેરમાં રામ મંદિરમાં જઈ આ સાડીની ભેટ આપશે. સુરત શહેર કાપડ બજાર તરીકે જાણીતું હોવાથી અને અહીંની સાડીઓ વિશ્વ પ્રસિદ્ધ છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને સુરતના કાપડના વેપારી લલિત શર્મા અને રાકેશ જૈને એક ખાસ સાડી તૈયાર કરી છે, જે તમામ રામ મંદિરોમાં વિનામૂલ્યે મોકલવામાં આવશે. જો માંગણી થશે તો ભરત અને માતા સીતા માટે એક-એક સાડી અયોધ્યા અને જનકપુર મોકલવામાં આવશે.

આ અવસરને લઈ માતા જાનકી અને હનુમાનજી મહારાજ સૌથી વધુ પ્રસન્ન થઈ રહ્યા છે અને અમે પણ તેમની ખુશીમાં જોડાઈ રહ્યા છીએ અને કાપડના વેપારી હોવાથી અમે માતા જાનકીને રામ મંદિરની તસવીરવાળી સાડી ભેટ આપી રહ્યા છીએ.રાકેશ જૈને જણાવ્યું કે જો કે અમે હંમેશા મહિલાઓ માટે સાડી બનાવતા આવ્યા છીએ, પરંતુ અમારા જીવનમાં આ પહેલીવાર છે, જ્યારે અમે વિશ્વની માતા જાનકીજી માટે સાડી બનાવી છે. પહેલી સાડી રવિવારે સુરતના પ્રાચીન ડુંભાલ હનુમાનજી મંદિરના મહંત જીતેન્દ્ર ગોસ્વામીને આપવામાં આવી હતી અને તેમણે માતા સીતાને અર્પણ કરી હતી. ૨૨ જાન્યુઆરી સુધીમાં તમામ મંદિરોમાં સાડી પહોંચી જાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુરતમાં મહિલાને ખેંચ આવતાં મહિલા કૉન્સ્ટેબલે CPR આપી બચાવ્યો જીવ

0

આજ રોજ સુરતના કાંગારુ સર્કલ નજીક રવિવારી માર્કેટમાં એક મહિલા અચાનક બેભાન થઇને ઢળી પડી હતી, માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાને અચાનક ખેંચ અને તે બેભાન થઈ રસ્તા પર જ ઢળી પડી હતી. લોકોને ભીડ મહિલાને બચાવવા માટે એકઠા થઈ ગઈ હતી. હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

એક મહિલા બેભાન અવસ્થામાં જોવા મળી અને મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તેને સીઆરપી આપીને બચાવી લીધી હતી. આ ઘટના સુરતના કાંગારુ સર્કલ પાસે રવિવારી માર્કેટ નજીક ઘટી હતી. મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તરત જ સમગ્ર ઘટનાને જોતા તે મહિલાને તરત જ સીઆરપી આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પહેલા મહિલાને હાર્ટ દબાયુ બાદમાં તેને મોઢેથી શ્વાસોશ્વસની ક્રિયા કરીને સીઆરપી આપી હતી. આ પ્રક્રિયા બાદ મહિલા ફરીથી હોશમાં આવી હતી. જે કામગીરીને હાલ લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતી CPRની ટ્રેનિંગ અહીં એક મહિલાનો જીવ બચાવવા માટે કામ લાગી હતી. મહિલા પોલીસે ખેંચ (મિરગી) આવતાં ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનિય કામગીરી કરી હતી. પોલીસ કર્મચારી કે.કે.ધોલિયા દ્વારા કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોંથી શ્વાસ આપવાની સાથે સીપીઆર આપ્યા હતાં.

આ પણ વાંચો :-

પાકિસ્તાનમાં પોલીસ વેન પર આતંકી હુમલો, ૬ લોકોના મોત, ૨૨ ઘાયલ

0

આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાન આજે ખુદ આતંકી હુમલાઓથી પરેશાન છે. દિવસે ને દિવસે આતંકવાદીઓ પોલીસ, સેના અને નાગરિકો પર હુમલા કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસના વાહન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ સૈનિકો માર્યા ગયા હતા. પોલીસ આ વાહનમાં પોલિયો વિરોધી ટીપાં પીવડાવવાની હતી.

ઘાયલ થયેલા અધિકારીઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે. કાર્યકારી કેપીના મુખ્ય પ્રધાન જસ્ટિસ (નિવૃત્ત) અરશદ હુસૈન શાહે હુમલાની નિંદા કરી અને પોલીસ કર્મચારીઓની શહાદત પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોની સ્વસ્થતાની કામના કરી. તેમણે કહ્યું હતું કે આવી કાયરતાપૂર્ણ ઘટનાઓથી પોલીસનું મનોબળ ખતમ નહીં થાય. કેપી પોલીસ જનસેવા માટે સમર્પિત છે. અમે પોલીસ કર્મચારીઓને સલામ કરીએ છીએ જેઓ લોકોની સેવા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપે છે.

તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં પોલિયો વિરોધી અભિયાનો પર અવારનવાર હુમલા થાય છે. ઈસ્લામિક આતંકવાદીઓ ઘણીવાર પોલિયો ટીમોને નિશાન બનાવે છે. તેમનું કહેવું છે કે આ રસી લોકોને નપુંસક બનાવે છે. તેઓ કહે છે કે ઇસ્લામના દુશ્મનો આ રસીનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેમની વસ્તી ઘટે.