સુરતમાં તમામ રામ મંદિરોને અયોધ્યાની ભવ્યતા દર્શાવી સાડી ભેટ આપવામાં આવશે

Share this story

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિસ્થાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કપડાં વેપારીઑ જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યા છે. ટેક્સ્ટાઈલ યુવા યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ ડિજિટલ પ્રિન્ટીંગથી તૈયાર કરેલી સાડા છ મીટરની સાડીમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનુ દૃશ્ય પ્રિન્ટ કર્યું છે. સાથે ભગવાન શ્રી રામ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ઉપસાવી છે.

લલિત શર્માએ જણાવ્યુ કે આ સંસ્થા શહેરમાં રામ મંદિરમાં જઈ આ સાડીની ભેટ આપશે. સુરત શહેર કાપડ બજાર તરીકે જાણીતું હોવાથી અને અહીંની સાડીઓ વિશ્વ પ્રસિદ્ધ છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને સુરતના કાપડના વેપારી લલિત શર્મા અને રાકેશ જૈને એક ખાસ સાડી તૈયાર કરી છે, જે તમામ રામ મંદિરોમાં વિનામૂલ્યે મોકલવામાં આવશે. જો માંગણી થશે તો ભરત અને માતા સીતા માટે એક-એક સાડી અયોધ્યા અને જનકપુર મોકલવામાં આવશે.

આ અવસરને લઈ માતા જાનકી અને હનુમાનજી મહારાજ સૌથી વધુ પ્રસન્ન થઈ રહ્યા છે અને અમે પણ તેમની ખુશીમાં જોડાઈ રહ્યા છીએ અને કાપડના વેપારી હોવાથી અમે માતા જાનકીને રામ મંદિરની તસવીરવાળી સાડી ભેટ આપી રહ્યા છીએ.રાકેશ જૈને જણાવ્યું કે જો કે અમે હંમેશા મહિલાઓ માટે સાડી બનાવતા આવ્યા છીએ, પરંતુ અમારા જીવનમાં આ પહેલીવાર છે, જ્યારે અમે વિશ્વની માતા જાનકીજી માટે સાડી બનાવી છે. પહેલી સાડી રવિવારે સુરતના પ્રાચીન ડુંભાલ હનુમાનજી મંદિરના મહંત જીતેન્દ્ર ગોસ્વામીને આપવામાં આવી હતી અને તેમણે માતા સીતાને અર્પણ કરી હતી. ૨૨ જાન્યુઆરી સુધીમાં તમામ મંદિરોમાં સાડી પહોંચી જાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-