ક્રિકેટર મોહમ્મદ શમી સહિત ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત

Share this story

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એટલે કે ૯ જાન્યુઆરીએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તાજેતરમાં યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી મોહમ્મદ શમી ઉપરાંત ૨૬ ખેલાડીઓને અલગ- અલગ રમતોમાં તેમના ઉત્કૃસ્ત પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ સન્માનિત કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ ૭ મેચમાં કુલ ૨૪ વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે આ ખાસ ક્ષણને તેના સ્વપ્નને પૂર્ણ થતું ગણાવ્યું છે. શમીએ કહ્યું હતું કે જીવન પસાર થઈ જાય છે પરંતુ આ એવોર્ડ કોઈને મળતો નથી.

ફાસ્ટ બોલરે આ સમ્માન પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ધણા વર્ષોની મહેનત પછી પણ લોકો આ એવોર્ડ જીતી શક્યા નથી. મંત્રાલયની અખબારીની અનુસાર, પુરસ્કાર વિજેતાઓને ૯ જાન્યુઆરી, ૨૦૨૪ ( મંગળવાર)ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ રીતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પુરસ્કારો પ્રાપ્ત થશે.

અર્જુન એવોર્ડ દેશનો બીજો એવોર્ડ છે. જે ખેલાડીઓને વર્ષના અંતે શાનદાર પ્રદર્શન પર મળતો હોય છે. આ વખતે શમીની પસંદગી કરવામાં આવી છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શનથી ટીમને વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડી હતી.તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI વર્લ્ડ કપ ૨૦૨૩માં જોવા મળ્યું હતું, જ્યાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.