Home Blog Page 825

સુરતથી અયોધ્યા જવા નીકળેલી “આસ્થા ટ્રેન” પર નંદુરબાર નજીક પથ્થરમારો

0

કેન્દ્રીય રેલવે વિભાગે દેશના વિવિધ જગ્યાએથી સીધા અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે, તેવામાં સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. નંદુરબાર નજીક ટ્રેન પહોંચતા કેટલાક અસામાજીક તત્વોએ સતત પથ્થરમારો કર્યો હતો. આ ઘટના જોઈને મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ આ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન ગત રોજ સાંજે ૮ વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે ૧૦.૪૫ કલાકે પસાર થઈ હતી

મુસાફરોના જણાવ્યા અનુસાર ચારેય બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા અને પોતાનો બચાવ કરવા લાગ્યા. મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દીધા હતા. આમ છતાં કોચની અંદર અનેક પથ્થરો આવી ગયા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઇ નથી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરી હતી.

અચાનક ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા. તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી.

જીઆરપીએ કહ્યું કે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૬ ફેબ્રુઆરીએ ગુજરાતથી પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા માટે રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી રવાના કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં આવી જ કેટલીક વધુ ટ્રેનો ગુજરાતનાં અન્ય સ્ટેશનો પરથી દોડશે. આ ક્રમમાં રવિવારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને સુરતથી રવાના કરવામાં આવી હતી.

સુરતથી ગઈકાલે એટલે રવિવારે ૧૪૦૦ જેટલા રામભક્તો એકસાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા. આ ટ્રેનને કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી.​​​​​​ રામભક્તો, કારસેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા હતા. રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

ભારતની મોટી રાજકીય જીત, કતારે ૮ પૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કર્યા, ૭ લોકોની વતનવાપસી

0

ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. તમામ પર જાસૂસીના આરોપ લાગ્યો હતો. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર, કતારના અમીરે તેની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તે સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ મરીન ભારત પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને પરત આવવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે આને સક્ષમ કરવાના કતાર રાજ્યના અમીરના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

ભારત પરત ફરેલા નૌકાદળના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમની મુક્તિ શક્ય ન હોત. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તમામ પૂર્વ અધિકારીઓએ પીએમ મોદી અને કતારના અમીરનો પણ આભાર માન્યો હતો. એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે ભારત સરકારના પ્રયત્નો વિના તેમની મુક્તિ શક્ય ન હોત.

ભૂતપૂર્વ ભારતીય મરીન, જેમણે અલ્દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કર્યું હતું, તેમની ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી.

ભારત પરત ફરેલા નૌકાદળના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમની મુક્તિ શક્ય ન હોત. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે ‘ભારત માતા કી જય‘ના નારા લગાવ્યા હતા. તમામ પૂર્વ અધિકારીઓએ પીએમ મોદી અને કતારના અમીરનો પણ આભાર માન્યો હતો. એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે ભારત સરકારના પ્રયત્નો વિના તેમની મુક્તિ શક્ય ન હોત.

ભૂતપૂર્વ ભારતીય મરીન, જેમણે અલ્દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કર્યું હતું, તેમની ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી.

આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ – કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ અલ્તહરા ગ્લોબલ વા ટેક્નોલોજીમાં કામ કરી રહ્યા છે. કન્સલ્ટન્સી, જે સેવાઓ અને સંરક્ષણ સેવાઓ પ્રદાન કરતી કંપની છે.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓ ઓક્ટોબર ૨૦૨૨ માં દોહામાં ભારતીય રાજદૂતને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના સંબંધીઓ સાથે વાત કરી શક્યા હતા. માર્ચ ૨૦૨૩ માં, ભૂતપૂર્વ મરીન દ્વારા દાખલ કરવામાં આવેલી ઘણી જામીન અરજીઓમાંથી છેલ્લી અરજી ફગાવી દેવામાં આવી હતી. તે જ મહિનામાં, તે ભૂતપૂર્વ અધિકારીઓ સામે કતારની અદાલતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૨૬ ઓક્ટોબરે તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

ગયા વર્ષે ૧ ડિસેમ્બરના રોજ દુબઈમાં COP૨૮ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ- થાની વચ્ચેની બેઠક બાદ ભૂતપૂર્વ મરીનની સજા ઘટાડવામાં આવી હતી. કતારના અમીર સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ પૂર્વ અધિકારીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ દરિયાઈ સૈનિકોના મુદ્દા પર, વિદેશ પ્રધાન એસ જયશંકર પણ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

આ પણ વાંચો :-

મનહર કાકડિયા, ગોપાલ ડોકાનિયા, મનહર સાંસપરા સહિત અન્ય અગ્રણીઓના ૩૨ કરોડના દાનથી

0
  • સુરતના સીમાડે સાકાર થયેલું ‘આશીર્વાદ માનવ મંદિર’ સુરતની સેવાની ઓળખમાં નવો ઉમેરો કરશે
  • સુરતમાં સેવાના ભેખધારીઓનો તોટો નથી, રોડ ઉપરથી એક બેસહારા અને માનસિક અસ્થિર મહિલા મળી અને આખી સંસ્થા ઊભી થઈ ગઈ!
  • મનહર કાકડીયા, ગોપલ ડોકાનીયાની એક દિવસની મુલાકાતથી બેસહારા, નિરાધાર, માનસિક, શારિરીક વિંકલાંગોના નસીબપ ખુલી ગયા
  • રસ્તે રઝળતા લોકોને લાવીને તેમના મળ-મૂત્ર સાફ કરવાનું તો જ શક્ય બને વ્યકિતના મનમ અનુકંપા હોય, આશીર્વાદ માનવ‌મંદિરમાં અત્યાર સુધીમાં આવા ૪૩૫૦ લોકોને લાવવા આવ્યા હતા અને ૨૩૫૦ને સારા કરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
  • માનસિક અસ્વસ્થ અને શિકાર બનેલી મહિલાઓએ અત્યાર સુધીમાં રપ બાળકોને જન્મ આપ્યા, બાળકને પિતાની ખબર નથી માતા અજાણ છેઃ સંસ્થાએ આવા બાળકોને ઉછેરીને શિક્ષણ સંસ્થાઓમા અભ્યાસ કરવા મુકી દીધા
  • મનહર કાકડીયાનું મન, લાગણી જાણવાનુ્ કામ ખુબ અઘરૂ છે પરંતુ આશીર્વાદ માનવમંદિર માટે તેમને હાથ વરસી ગયો, કદાચ તેમના ધર્મપત્ની સ્વ. વર્ષાબહેન અને માતા વસંતબહેનની લાગણીએ પ્રેરણા આપી હશે
ગરીબ, કચડાયેલા લોકો, પરિવારો કે અનાથ પ્રત્યે ગુજરાતીઓમાં અનુકંપા સતત વહેતી રહે છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ઠેર ઠેર સદાવ્રતો ચાલતા રહે છે. રસ્તેથી પસાર થનાર રાહદારીને આવકારીને ભોજન, પ્રસાદી કરાવવી એ ગુજરાતનો સ્વભાવ છે. દેશનાં અન્ય પ્રાંતોમાં અનેક તીર્થસ્થાનો હશે, પરંતુ ગુજરાતમાં ઘરેઘરમાં તીર્થસ્થાનો ધમધમે છે. ગુજરાતની ધરા એક એવી ધરા છે કે અહીંયા કોઈ વ્યક્તિ ભૂખને કારણે મૃત્યુ પામી નહીં હોય. ગુજરાતમાં માત્ર સદાવ્રતો જ ચાલે છે એવું નથી. ગુજરાતે આ દેશને અનેક સંતો, મહંતોની ભેટ આપી છે. સાપ્રંત સમયમાં વિશ્વમાં ધર્મધજાનો વાવટો ફરકાવનાર સ્વામિનારાયણ સંસ્થાનાં ધર્મ ધુરંધર પ્રમુખ સ્વામી પણ આ જ ગુજરાતની ધરતીએ આપ્યા હતા. મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા પણ આ જ ગુજરાતની ધરતીનાં સંતાનો હતા. ખુદ ભગવાન કૃષ્ણ મથુરા છોડીને ગુજરાતનાં દ્વારકામાં વસ્યા હતા અને એટલે જ તેઓ ‘દ્વારકાધીશ’ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રનું જગપ્રસિદ્ધ આપાગીગાના તીર્થધામ સતાધાર, જલારામ બાપાના વીરપુર, બજરંગદાસ બાપાના બગદાણામાં આજે પણ અવરિત સદાવ્રતો ચાલતા રહે છે. જ્યાં આવનારની ઓળખ, જ્ઞાતિ, જાતિ પૂછવામાં આવતી નથી. સવાર, બપોર, સાંજ ભોજન-પ્રસાદ અને રાત પડી ગઈ હોય તો રાતવાસો કરવાની પણ છૂટ છે.
ભાવનગર જિલ્લાનાં ઉમરાળા નજીક ધોરીમાર્ગ ઉપરનાં ટીંબીગામમાં આવેલ નિર્દોષાનંદજીની હોસ્પિ.માં ગંભીર રોગોની સાવ વિનામૂલ્યે સારવાર ઉપરાંત દરદી અને સાથે આવેલા સ્નેહીજનોની રહેવા-જમવાની સગવડ એ પણ સાવ વિનામૂલ્યે આપવામાં આવે છે. વળી દીકરીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાનાં સૌથી પહેલા પ્રમુખ સુરતનાં જ ઉદ્યોગ અગ્રણી જીવરાજ ધારૂકાવાળા હતા.
ખેર, ગુજરાતની ધરતી સંત અને શૂરાની ધરતી છે. અહીંયા સંતો પણ એટલા પાક્યા છે અને અન્યાયનો ભોગ બનેલા લોકોને ઉગારવા પોતાનાં ઘરબાર ત્યજીને ‘બહારવટુ’ કરવા મેદાને પડનારા અનેક નરબંકાઓનો ઇતિહાસ સાક્ષી છે. દ‌િક્ષણ, મધ્ય અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છનાં મોટાભાગનાં ગામડાંઓનાં પાદરમાં ‘પાળિયા’ ઊભેલા જોવા મળશે. આ એવા લોકો હતા કે જેઓ મજબૂર લોકો, બહેન-દીકરી અને પશુઓનું રક્ષણ કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. અને એટલે આજે આવા વીર પુરૂષોનાં પાળિયા પુજાઈ રહ્યાં છે.
ગુજરાતનો જ એક ભાગ ગણાતો સૌરાષ્ટ્ર પથંક કંઈક જુદો જ ‌િમજાજ ધરાવે છે. કાળક્રમે સ્વભાવમાં પરિવર્તન આવ્યું હશે, પરંતુ આફતનાં સમયે કે કંઈક નવું કરવાનું હોય, સમાજસેવાનાં કેન્દ્રોનું નિર્માણ કરવાનું હોય ત્યારે સૌરાષ્ટ્રનાં લોકોને આળસ મરડીને બેઠા થતાં વાર લાગતી નથી. વીતેલા પાછલા લગભગ પાંચ દાયકા ઉપર નજર દોડાવવામાં આવે તો સમગ્ર દ‌િક્ષણ ગુજરાતમાં ઠેર-ઠેર મંદિરો અને માનવસેવાનાં કેન્દ્રો ધમધમતા થઈ ગયા છે. આની પાછળ પણ ગુજરાતનાં લોકોની માનવીય સેવાની ભાવના સંકળાયેલી છે.
આવું જ એક માનવતાથી છલોછલ ભરેલું કેન્દ્ર સુરતનાં દરવાજે ‘આશીર્વાદ માનવમંદિર’નાં નામથી ધમધમી રહ્યું છે અને આજે એટલે કે રવિવાર તા.૧૧મી ફેબ્રુઆરીનાં રોજ લગભગ ૩૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન અને નવી સુવિધાઓ સાથે ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ માનવમંદિરનાં નિર્માણ પાછળ પણ માનવીય અનુકંપા નિમિત્ત બની હતી. લગભગ ૨૦૦૪નાં વર્ષમાં વરાછા-કામરેજ રોડ ઉપર એક બિનવારસી, મનોદિવ્યાંગ અને સગર્ભા હાલતમાં એક મહિલા મળી આવી હતી. જેનું કોઈ જ વારસ નહોતું. આ મહિલા માનસિક દિવ્યાંગ એટલે કે અસ્થિર મગજની હોવાથી તેને પોતાને પણ પોતાનાં વિશે માહિતી નહોતી!! આ મહિલાની હાલત જોઈને નરેશ ગોધાણી નામનાં સજ્‍જનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. નરેશ ગોધાણીએ સાથી મિત્રો કિશોર ગજેરા, વિઠ્ઠલ ગોળકિયા, ભરત માંગુકિયા, પરેશ ગોધાણી, સુનીલ પટેલ અને ‘ભગત’નાં નામથી ઓળખાતા જેરામભાઈ સાથે મળીને આવા બિનવારસી, નિરાધાર, માનસિક દિવ્યાંગ, વિકલાંગ વગેરે લોકોને આશ્રય આપવા માટે ‘માનવમંદિર’ નામની સંસ્થા ઊભી કરી હતી. પેલી નિરાધાર મહિલાની સેવા કરવા સાથે પ્રસૂ‌િત પણ કરાવી હતી, પરંતુ આ આખી ઘટના હૃદયદ્રાવક હતી. આ ઘટના બાદ નજર દોડાવવામાં આવી તો આવા તો અનેક નિરાધાર, બેસહારા, માનસિક, શારીરિક વિકલાંગો નજર પડવા માંડ્યા. આ એવા લોકો હતા કે જેઓ ‘બેકસૂર’ હતા. તેમનો કોઈ વાંક ગુનો નહોતો છતાં તરછોડી મૂકવામાં આવ્યા હતા. વળી આ પૈકીનાં મોટાભાગનાં લોકો ‌િભખારી જેવું જીવન જીવતા હતા.

આવા અનેક લોકોને જોઈને જેરામભાઈ ‘ભગત’ અને સાથી મિત્રોએ માનવસેવા કરવાની ગાંઠ વાળી હતી અને એક લાલજીભાઈ સાવલિયા નામનાં સજ્‍જનની સહાયથી સુરતથી નજીકનાં અંતરે ગોથાણ ખાતે માત્ર ૧૦૦૦ વારનાં પ્લોટમાં અને પતરાનાં શેડમાં ‘માનવમંદિર’ની સરવાણી શરૂ કરી હતી. જેમાં અનિલ ધોળકિયા, પરેશ ગોધાણી અને સ્વ. ભગત ગજેરાનો સહયોગ મળતા નિરાધાર, બીમાર, વિકલાંગ લોકોનાં જીવનમાં ઉજાસ પથરાયો હતો અને ક્રમશઃ લોકો સેવાનો હાથ પણ લંબાવતા જતાં માનવસેવાની પ્રવૃત્તિ દીપી ઉઠી હતી.
દરમિયાન સુરતનાં અગ્રણી ઉદ્યોગપતિ મનહર કાક‌ડિયા અને ગોપાલ ડોકાનિયાની માનવમંદિરની એક સાંજની મુલાકાતે આખી સ્થિતિ બદલી નાંખી હતી. કદાચ નિરાધાર, વિકલાંગ લોકો માટે આ બંને અગ્રણીઓ ફરિસ્તા બનીને આવ્યા હશે. બની શકે કે, કુદરતે તેમને ‘માનવમંદિર’ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપી હશે.
મનહર કાક‌િડયા તથા ગોપાલ ડોકાનિયાએ સંચાલકોને સંસ્થાને અદ્યતન સુવિધાજનક બનાવવા છુટો દોર આપી દીધો હતો! ખર્ચ ગમે તેટલો થાય પાંચ, દસ, પંદર, વીસ કરોડ કે પછી ખર્ચનો આંકડો ગમે ત્યાં પહોંચે, આ બંને ફરિસ્તાઓએ સંચાલકોને ખર્ચ કરવાની અને ‘માનવમંદિર’ને ખરેખર માનવમંદિરની વ્યાખ્યામાં સાકાર કરવાનું કહેતા સંચાલકોનાં મન-હૃદય અનુકંપા અને લાગણીથી છલકાઈ ગયા હતા અને ૨૦૧૬નાં વર્ષમાં ૧૦ હજાર ચોરસવાર જમીનમાં ‘આશીર્વાદ માનવમંદિર’નો ‌િશલાન્યાસ કરાયો હતો અને ૩૨ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત ભવનનું આજે રવિવાર તા.૧૧મી ફેબ્રુઆરીનાં રોજ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યનાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, પૂર્વ મંત્રી નાનુ વાનાણી સહિત અનેક રાજકીય, સામાજિક મહાનુભાવો અને ધાર્મિક સંસ્થાનાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બધાની વચ્ચે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈને સંસ્થામાં નિવાસ કરતાં બેસહારા લોકોની આંખોમાં નવી ચમક આવી ગઈ હતી.
સામાન્ય સંજોગોમાં મનહર કાક‌િડયાનું મન-લાગણી જાણવા ખૂબ જ અઘરું છે. તેઓ વિવિધ સંસ્થાઓમાં દાન-સહાય આપતા આવ્યા છે, પરંતુ કોઈ સંસ્થા માટે અઢળક દાન અને એ પણ ‘બેમર્યાદ’ દાન આપવાની કદાચ આ પહેલી ઘટના હશે. પોતીકા પાટીદાર સમાજ માટે ખૂબ મોટું દાન કર્યું હશે. પરંતુ નિરાધાર લોકો માટે મનહર કાક‌િડયાએ માનવસેવાની ખુમારી સાથે લંબાવેલો હાથ ‘આશીર્વાદ માનવમંદિર’ને ખરા અર્થમાં માનવસેવાનું મંદિર બનાવશે.
કદાચ એવું પણ બની શકે કે તેમના ધર્મપરાયણ પત્ની સ્વ.વર્ષાબહેન અને માતા વસંતબહેનની પ્રેરણા કામ કરી ગઈ હશે. કારણ ખૂબ જ કાળજી સાથે એક એક શબ્દ તોળી તોળીને બોલનારો માણસ બિનદાસ્ત બનીને સેવાનો હાથ લંબાવે ત્યારે ચોક્કસ ઈશ્વરીય પ્રેરણા કામ કરતી હશે.
મનહર કાક‌િડયા અને ગોપાલ ડોકા‌િનયાની સાથે જ સુરતનાં નખ‌િશખ સજ્‍જનો ગણાતા અનુભાઈ તેજાણી, જસમત વિડીયા, મનહર સાંસપરા સહિત અનેક નામી, અનામી લોકોએ આર્થિક મદદનો ધોધ વહેડાવતા ‘આશીર્વાદ માનવમંદિર’ની સેવાની મહેક દાયકાઓ સુધી મહેકતી રહેવા સાથે અનેક લોકોને જરૂરિયાતમંદોને મદદ કરતાં રહેવાની પ્રેરણા પૂરી પાડશે.
લોકોને જાણીને નવાઈ લાગશે કે ‘આશીર્વાદ માનવમંદિર’માં રોજનો સરેરાશ ખર્ચ સવાથી દોઢ લાખ થાય છે. પરંતુ આજ પર્યંત ક્યારેય પણ સેવા અટકી નથી. રોજ સવારે બોર્ડ ઉપર ‘પ્રભુજીને ચિઠ્ઠી’ લખવામાં આવે અને સાંજ સુધીમાં કેટલાય નામી, અનામી દાતાઓ ‘આશીર્વાદ માનવમંદિર’માં સહાય કરવા આંગણે આવીને ઊભા હોય!!
વળી માત્ર સ્થાનિક નહીં અમેરિકા, કેનેડા, યુકે સહિત વિદેશમાં રહેતાં લોકો હાથ લંબાવતા રહે છે. ‘આશીર્વાદ માનવમંદિર’નું લોકાર્પણ થવાનું હોવાની જાણ થઈ અને અમેરિકા રહેતાં મનહર કાક‌ડિયાનાં મિત્રએ પોતાનો હાથ લાંબો કરી દીધો.
આ સંસ્થા માત્ર બીમારો કે નિરાધાર લોકોની સહાય કરે છે એવું નથી. તાજેતરમાં કોરાનાની મહામારી દરમિયાન રોજનાં ચાર હજાર કરતાં  વધારે લોકો સાવ વિનામૂલ્યે ભોજન મેળવતા હતા!
અત્યાર સુધીમાં સંસ્થામાં દાખલ કરાયેલા નિરાધાર, બિનવારસી ૪૩૫૦ લોકોનાં મળમૂત્ર સાફ કરવા સાથે તબીબી સારવાર કરીને ૨૩૫૦ જેટલા લોકોને પોતાનાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું! આ પૈકીનાં મોટાભાગનાં તામિલનાડુ, રાજસ્થાન, ઓડિસા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોનાં હતા.
આશીર્વાદ માનવમંદિરનાં પ્રાંગણમાં અત્યાર સુધીમાં ૨૫ જેટલા ભુલકાઓનો જન્મ થયો છે આ એવા બાળકો છે કે જેને પોતાનાં પિતાની ખબર નથી. કારણ કે મોટાભાગની જનેતાઓ માનસિક બીમાર હોવાથી શિકાર બનેલી હતી. પરંતુ ‘આશીર્વાદ માનવમંદિર’નાં સંચાલકોએ આવા બાળકોને ઉછેરીને મોટા કરીને અન્ય શાળાઓ, આશ્રમ શાળાઓમાં વિદ્યાભ્યાસ માટે મૂકી છે, જેમાં કામરેજ નજીકનાં ખોલવડ સ્થિત ઉદ્યોગ અગ્રણી વસંત ગજેરાનું વાત્સલ્ય ધામ અને સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લાનાં બાબાપુર ગામની શાળાનો સમાવેશ થાય છે. સંસ્થાનાં નવનિર્મિત ભવનનું ઉદ્‍ઘાટન કરનાર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો બાબાપુર ખાતેથી પ્રારંભ કર્યો હતો.
‘આશીર્વાદ માનવમંદિર’માં પાછલા બે દાયકા દરમિયાન લગભગ ૫૫૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ બધાનાં તેમના ધર્માનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો :-

૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ સોમવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારમાં સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત.

‌મિથુનઃ

સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબુત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્યક્ષેત્રે મધ્યમ.

‌સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુતલવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી.સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃ‌શ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ

અંતમુખી, થોડાે સ્વાર્થી અને થોડો અભિમાની અભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂં.આરોગ્ય મધ્યમ.

૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો.ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતા જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ

વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ

નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

આર્થિકક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઇ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોથી કાળજી રાખવી.

ધનઃ

માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીની સ્ટ્રેશન, સોમીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

મિથુન ચક્રવર્તી છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

0

પીઢ અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટની માનીએ તો, અભિનેતાને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમના ફેન્સ ચિંતામાં છે અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, અભિનેતાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આજે સવારે એમને ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો પણ થતો હતો જેના પગલે તેને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મિથુન ચક્રવતી ૭૩ વર્ષના છે. ૧૦ ફેબ્રુઆરી એટલે શનિવારની સવારે તેમને અચાનક જ છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. થોડી બેચેની પણ અનુભવાઈ રહ્યા હતા. તેમની તબિયત વધુ બગડે તે પહેલા  તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત કેવી છે? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ફેન્સ પણ ચિંતામાં સરી પડ્યા છે.

આ પહેલા વર્ષ ૨૦૨૨માં પણ હોસ્પિટલમાંથી મિથુન ચક્રવર્તીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી ફેન્સ પરેશાન થઈ ગયા હતા. અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી. જે બાદ તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેના પિતાની કિડનીમાં પથરી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. EDએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે.

બીજી તરફ ED આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો NCB સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે. EDએ એ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા.

કસ્ટમ્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કેડરના ૨૦૦૮ બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ED દ્વારા કોઈપણ દંડાત્મક કાર્યવાહી સામે રક્ષણ મેળવવાની માંગ કરી છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપમાં ડ્રગ્સ મળવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને નિર્દોષ છોડાવવા માટે લાંચની માંગણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.ત્યારબાદ સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં FIR રદ કરવાની સાથે કાર્યવાહીની વચગાળાની સુરક્ષાની માંગ કર હતી. બીજી તરફ હવે આ જ FIRને આધાર બનાવતા EDએ વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.

સમીર વાનખેડેએ CBIની FIR વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ કાર્યવાહીથી સુરક્ષાની માંગણી કરી હતી. આવી જ રીતે વાનખેડેએ ED કેસ સામે પણ આવી જ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED કેસમાં રાહતની માંગ કરતા વાનખેડેએ હાઇકોર્ટ સમક્ષ પોતાની અરજીમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૩માં નોંધાયેલી CBIની FIR અને ECIR પર EDની આ અચાનક કાર્યવાહી વેર અને દ્વેષની નિશાની છે.

તળાવના કાદવમાં ફસાયા નાગાલેંડના પ્રધાન તેમ્જેન, કહ્યું આજે JCBનો ટેસ્ટ હતો

0

નાગાલેન્ડ સરકારના પ્રધાન અને ભાજપ નેતા તેમ્જેન ઈમ્ના અલોંગ તેમના રમુજી સ્વભાવ અને મજેદાર નિવેદનોને કારણે વારંવાર હેડલાઈન્સમાં રહે છે, હવે તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તેમ્જેને પોતે તેના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે, વિડીયોમાં તેઓ તળાવના કાદવમાં ફસાઈ ગયેલા જોવા મળે છે.

ત્યાં લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને માંડ-માંડ તેઓ રસ્તા પર પહોંચ્યા. વીડિયોમાં તેમજેન કહે છે, ‘સૌથી મોટી માછલી હુ જ છુ આજે… મે તો વિચાર્યુ પાણીમાં આટલુ મોટુ નહીં હોય…’ તળાવથી બહાર નીકળ્યા બાદ તેઓ સાથીઓને પૂછે છે, મારી ખુરશી ક્યાં છે? આજે હુ જ માછલી બની ગયો હતો.

ટેમજેન ઇમના રાજ્ય સરકારમાં પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે. પોતાના હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું, આજે જેસીબીનો ટેસ્ટ હતો! કાર ખરીદતા પહેલા, ચોક્કસપણે NCPA રેટિંગ તપાસો કારણ કે તે તમારા જીવન મરણ નો સવાલ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, jCB બહાર જ ઊભું હતું. તેનો ઉપયોગ થવો જોઈતો હતો. તમે બિનજરૂરી રીતે આટલી શક્તિનો વ્યય કર્યો.

આ કોઈ પહેલી વખત નથી જ્યારે અલોંગે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યુ હોય. ઘણા સમય પહેલા તેમજેન ઈમ્નાને નાની આંખો પર આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તેમના સેન્સ ઓફ હ્યૂમરના ખૂબ વખાણ કર્યા હતા. થોડા સમય પહેલા તેમણે એક તસવીર શેર કરી હતી અને તેનુ કેપ્શન જોરદાર હતુ. આ પોસ્ટમાં તેઓ પાંચ મહિલાઓની સાથે જોવા મળી રહ્યા હતા. તસવીરની કમેન્ટ આવી અને લોકોએ તેમના હ્યૂમરના ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચો :-

અમેરિકામાં ટેક કંપનીના કૉફાઉન્ડરની ફૂટપાથ પર હત્યા

0

અમેરિકામાં ફરી એકવાર એક ભારતીયની હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર લડાઈ દરમિયાન માર માર્યા બાદ ઘાયલ થયેલા ભારતીય મૂળના ૪૧ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે, તાજેતરમાં અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે.

પોલીસને ૨ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે શોટો રેસ્ટોરન્ટની બહાર ‘ફિફ્ટીન્થ સ્ટ્રીટ નોર્થવેસ્ટ’ના ૧૧૦૦ બ્લોકમાં આ ઘટનાની માહિતી મળી હતી. જે બાદમાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વિવેક તનેજા નામનો ભારતીય મૂળનો વ્યક્તિ ફૂટપાથ પર ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તનેજા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચેની દલીલ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી અને આરોપીએ તનેજાને જમીન પર પટકાવી દીધો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું આ તરફ ગંભીર રીતે ઘાયલ તનેજાનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે. સીસીટીવીમાંથી આરોપીના ફૂટેજ મેળવ્યા છે.

૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે શનિવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ, બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ. નોકરીમાં બઢતી, પ્રગતિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ સહકાર મળે.

વૃષભઃ

દિવસ દરમ્યાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્કઃ

બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથએ આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહઃ

પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યાઃ

સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનુ આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલાઃ

આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર-જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિકઃ

આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધનઃ

સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચ કોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો શક્ય બને.

મકરઃ

ખેડૂતો ને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગબગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, હોદ્દાે,માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભઃ

બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ. બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીનઃ

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.