તળાવના કાદવમાં ફસાયા નાગાલેંડના પ્રધાન તેમ્જેન, કહ્યું આજે JCBનો ટેસ્ટ હતો

Share this story

નાગાલેન્ડ સરકારના પ્રધાન અને ભાજપ નેતા તેમ્જેન ઈમ્ના અલોંગ તેમના રમુજી સ્વભાવ અને મજેદાર નિવેદનોને કારણે વારંવાર હેડલાઈન્સમાં રહે છે, હવે તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તેમ્જેને પોતે તેના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે, વિડીયોમાં તેઓ તળાવના કાદવમાં ફસાઈ ગયેલા જોવા મળે છે.

ત્યાં લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને માંડ-માંડ તેઓ રસ્તા પર પહોંચ્યા. વીડિયોમાં તેમજેન કહે છે, ‘સૌથી મોટી માછલી હુ જ છુ આજે… મે તો વિચાર્યુ પાણીમાં આટલુ મોટુ નહીં હોય…’ તળાવથી બહાર નીકળ્યા બાદ તેઓ સાથીઓને પૂછે છે, મારી ખુરશી ક્યાં છે? આજે હુ જ માછલી બની ગયો હતો.

ટેમજેન ઇમના રાજ્ય સરકારમાં પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે. પોતાના હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું, આજે જેસીબીનો ટેસ્ટ હતો! કાર ખરીદતા પહેલા, ચોક્કસપણે NCPA રેટિંગ તપાસો કારણ કે તે તમારા જીવન મરણ નો સવાલ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, jCB બહાર જ ઊભું હતું. તેનો ઉપયોગ થવો જોઈતો હતો. તમે બિનજરૂરી રીતે આટલી શક્તિનો વ્યય કર્યો.

આ કોઈ પહેલી વખત નથી જ્યારે અલોંગે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યુ હોય. ઘણા સમય પહેલા તેમજેન ઈમ્નાને નાની આંખો પર આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તેમના સેન્સ ઓફ હ્યૂમરના ખૂબ વખાણ કર્યા હતા. થોડા સમય પહેલા તેમણે એક તસવીર શેર કરી હતી અને તેનુ કેપ્શન જોરદાર હતુ. આ પોસ્ટમાં તેઓ પાંચ મહિલાઓની સાથે જોવા મળી રહ્યા હતા. તસવીરની કમેન્ટ આવી અને લોકોએ તેમના હ્યૂમરના ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચો :-