Home Blog Page 826

૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આ રાશિ માટે શનિવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ, બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ. નોકરીમાં બઢતી, પ્રગતિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ સહકાર મળે.

વૃષભઃ

દિવસ દરમ્યાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્કઃ

બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથએ આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહઃ

પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યાઃ

સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનુ આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલાઃ

આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર-જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિકઃ

આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધનઃ

સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચ કોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો શક્ય બને.

મકરઃ

ખેડૂતો ને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગબગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, હોદ્દાે,માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભઃ

બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ. બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીનઃ

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

હલ્દવાની હિંસા બાદ આખા ઉત્તરાખંડમાં અલર્ટ, ૬ લોકોનાં મોત, ૩૦૦ પોલીસકર્મી ઘાયલ

0

ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરાના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા વહીવટીતંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૬ બદમાશોના મોત થયા છે. જ્યારે ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.

હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.

તંગ પરિસ્થિતિને જોતા ડીએમ વંદનાએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાત્રે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ચાર કંપની પીએસી સહિત જિલ્લાભરના પોલીસ સ્ટેશન અને ચોકીઓનો સ્ટાફ બાણભૂલપુરા પહોંચ્યો હતો. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આજે (શુક્રવાર) બજારો અને તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

હાઈકોર્ટે હલ્દવાનીમાં મલિકના બગીચા અને બાનભૂલપુરા વિસ્તારના અચ્છન ખાનના બગીચામાં અતિક્રમણ અને ડિમોલિશન રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. અરજદાર સફિયા મલિક અને અન્યોને કોઈ રાહત આપ્યા વિના, વેકેશન જસ્ટિસ પંકજ પુરોહિતની સિંગલ બેન્ચે આગામી સુનાવણીની તારીખ ૧૪ ફેબ્રુઆરી નક્કી કરી છે.

આ મામલો એટલો સંવેદનશીલ હતો કે સરકાર વતી એડવોકેટ જનરલ અને અન્ય સરકારી વકીલો હાજર રહ્યા હતા. તેણે કોર્ટને કહ્યું કે આ જમીન કમિશનરની પરવાનગી વિના ઘણી વખત ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે આ જમીન યાસીન મલિકને કૃષિ ઉપયોગ માટે આપવામાં આવી હતી. શરત એ હતી કે તેમાં કોઈ બિલ્ડીંગ બનાવવામાં આવશે નહીં. આ જમીન ટ્રાન્સફર કરી શકાતી નથી, પરંતુ તેમ છતાં તેને વેચવામાં આવી હતી, જે નિયમોની વિરુદ્ધ છે.

આ પણ વાંચો :-

ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉન પર દરોડામાં SMCએ ૩૪૧૦ કિલો પ્લાસ્ટિક ઝડપ્યું

0

સુરત પાલિકા દ્વારા ફરી એક વાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉફયોગ રોકવા માટે કામગીરી શરુ કરી છે. હાલમાં પાલિકા નાના ફેરિયાઓને બદલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું સપ્લાય કરનારી એજન્સી કે ગોડાઉન પર દરોડા પાડી રહી છે. જેના ભાગરૂપે આજે પાલિકાના ઉધના વિસ્તારમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપીને જથ્થો રાખનાર સામે કાર્યવાહી કરવાની કવાયત શરુ કરી છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં સુરતમાં હજી પણ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક છુટથી મળી રહ્યું છે અને ઉપયોગ પણ થઈ રહ્યો છે.  આ માટે પાલિકા શાકભાજી માર્કેટ કે લારીવાળાઓ અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને દંડની કામગીરી કરતી હતી. તેમ છતાં મોટા વેપારીઓ અને સપ્લાયરો શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઘુસાડતા હોવાથી પાલિકાના પ્રતિબંધનો અમલ થતો ન હતો.

જોકે, છેલ્લા કેટલાક વખતથી પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્કિટનો સપ્લાય કરનાર એજન્સી કે ગોડાઉનમાં દરોડા કરવાનું શરુ કર્યું છે. જેના ભાગરૂપે આજે ઉધના વિસ્તારના એક ગોડાઉનમાંથી ૩૪૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક મળી આવુયં હતું આ પ્લાસ્ટિક જપ્ત કરીને પાલિકાએ દંડનીય કાર્યવાહી માટે કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો :-

દુનિયાનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર, જાણો મંદિરની વિશેષતાઓ?

0

રાજસ્થાનના પાલી જિલ્લામાં ભગવાન શિવને સમર્પિત વિશ્વનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર તાજેતરમાં જ બનીને તૈયાર થઈ ગયું છે. મંદિરનું ભૂમિપૂજન વર્ષ ૧૯૯૫માં કરવામાં આવ્યું હતું. પરંતુ તેના નિર્માણ કાર્યમાં ૨૮ વર્ષ લાગ્યા હતા. આ મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખૂબ જ ભવ્ય અને સંપૂર્ણ રીતે ભગવાન મહાદેવને સમર્પિત છે.

હિન્દુ ધર્મમાં ૐના નાદને ખૂબ જ પ્રભાવક માનવામાં આવે છે. તે પર્યાવરણને સકારાત્મક બનાવવામાં પણ મદદરૂપ છે. આ સાથે શાસ્ત્રોમાં ૐના ધ્વનિમાં અકાર, ઉકાર અને મકારનો સમાવેશ થાય છે. આ ધ્વનિ કુદરતી ગુણોને પણ પ્રતિબિંબિત કરે છે જે સત, રજ અને તમ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે ભગવાન મહાદેવને સમર્પિત ૐ આકારનું શિવ મંદિરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો અને મંદિરની ખાસ વિશેષતાઓ વિશે.

મંદિરની વિશેષતા

  • ૐ આકારના આ મંદિરના પ્રણેતા શ્રી અલખપુરી સિદ્ધપીઠ પરંપરાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર મહેશ્વરાનંદ મહારાજે 40 વર્ષ પહેલા આ મંદિર બનાવવાનું સ્વપ્ન જોયું હતું.
  • આ યોગ મંદિરનું પરિસર લગભગ ૨૫૦ એકરમાં છે. મંદિરમાં ૧૨ જ્યોતિર્લિંગ, ભગવાન શિવની ૧૦૦૮ મૂર્તિઓ અને ૧૦૮ ખંડ છે.
  • મંદિર નાગર શૈલીમાં બાંધવામાં આવ્યું છે અને ઉત્તર ભારતીય વાસ્તુ કલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિવ મંદિર હોવાની સાથે અહીં સાત ઋષિઓની સમાધિ પણ છે.
  • ૐ આકારના આ મંદિરનું શિખર ૧૩૫ ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર એક શિવલિંગ છે અને તેના પર બ્રહ્માંડની આકૃતિ કોતરવામાં આવી છે.
  • મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારના લાલ પથ્થરો છે અને તેમનું આયુષ્ય ઘણા વર્ષો સુધીનું હોય છે.
  • આ સાથે આ યોગ મંદિરમાં નંદી મહારાજની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, અહીં સૂર્ય ભગવાનનું મંદિર પણ છે જે અષ્ટખંડમાં બનેલું છે.
  • આ શિવ મંદિર ચાર ભાગોમાં વહેંચાયેલું છે, તેનો એક ભાગ જમીનની અંદર (ભૂગર્ભ) છે અને બાકીના ત્રણ ભાગ જમીનની ઉપર બાંધવામાં આવ્યા છે. મંદિરની મધ્યમાં સ્વામી માધવાનંદની સમાધિ છે.

મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ હવે તેમાં રાખવામાં આવેલી મૂર્તિઓને પવિત્ર કરવામાં આવશે. મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની ધાર્મિક વિધિ ૧૯ ફેબ્રુઆરીના રોજ થશે. મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૦મી ફેબ્રુઆરીથી ૧૮મી ફેબ્રુઆરી સુધી શિવપુરાણની કથાનું પણ પાઠ કરવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી ઋષિ-મુનિઓ સહિત ભક્તો આવશે.

આ પણ વાંચો :-

ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને આપવામાં આવશે ભારત રત્ન

0

કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ તેમજ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. RLD ચીફ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચરણ સિંહ ચૌધરીને ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ચૌધરી ચરણ સિંહને ભારત રત્નની જાહેરાત કરતાં કહ્યું કે, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, એ જણાવતા આનંદ થાય છે કે આપણા પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ ગારુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિંહ રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન તરીકે અને ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમણે કરેલા કાર્યો માટે તેમને સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ હતું.

ભારત સરકાર ડૉ. એમ.એસ. સ્વામીનાથન જીને કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને ભારત રત્ન એનાયત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા. અમે એક સંશોધક અને માર્ગદર્શક તરીકેના તેમના અમૂલ્ય કાર્યને પણ ઓળખીએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરીએ છીએ.

આ પણ વાંચો :-

૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ શુક્રવારનું રાશિભવિષ્ય

0

મેષ

માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભ

કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પ‌િત્ન વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ જણાયથતી .

મિથુન

આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇ કોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્ક

દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. હું જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વ‌ૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જ‍ળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

‌સિંહ

માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ પ્રતિષ્‍ઠા વધે-શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યા

જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલા

ભાવનાત્મક રૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃ‌‌શ્ચિક

આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધન

માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકર

માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા-ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાનાં દુઃખાવાની સમસ્યા રહે.

કુંભ

સંબંધમાં તણાઇને ખોટાનિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીન

પરિવારમાં કોઇ પણ મુદ્દાને લઇને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ-યશ-પ્રતિષ્‍ઠા વધે.

દિલ્હીમાં મેટ્રો સ્ટેશનનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, ચાર ઘાયલ

0

આજે સવારે દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થઇ જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો સ્ટેશન પરથી સિમેન્ટ અને સ્ટીલનો કાટમાળ પડવાને કારણે એક બાઈક સવાર વ્યક્તિનું મોત થયું છે જયારે ચાર ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે કેટલીક બાઇક પણ દટાઇ ગઇ છે, જેને બહાર કાઢવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ કરાવલ નગરના રહેવાસી ૫૩ વર્ષીય વિનોદ કુમાર તરીકે થઈ છે.

ફાયર વિભગના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને બચાવ્યા અને તેમને જીટીબી હોસ્પિટલ લઈ ગયા. અન્ય બે વ્યક્તિઓને બચાવ ટીમના આગમન પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં કેટલીક બાઇકને પણ નુકસાન થયું હતું. ગોકુલપુરી બચાવ દળના એક યુનિટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે કારણ કે સ્લેબનો એક ભાગ હજુ પણ ત્યાં લટકી રહ્યો છે.

આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ કાટમાળ નીચે દટાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ એક વ્યક્તિ તેના સ્કૂટર પર સવાર થઈને બીજે જઈ રહ્યો હતો ત્યારે ઉપરથી તેના પર કાટમાળ પડ્યો હતો. ૩ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સારવાર દરમિયાન એકે જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ધોરણે JCB અને ક્રેનની મદદથી કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો હતો.

નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાશે અને વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ દુર્ઘટના બાદ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે કારણ કે પિંક રૂટ મેટ્રોના નવા રૂટ પૈકીનો એક છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર કાટમાળ પડ્યો છે અને જેસીબી કાટમાળ હટાવી રહી છે. દુર્ઘટના બાદ DMRCએ શિવ વિહાર અને ગોકુલપુરી વચ્ચેના આ માર્ગ પર મેટ્રોનું સંચાલન અટકાવી દીધું હતું.

આ પણ વાંચો :-

ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

0

મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરતાં ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. મહત્વનું છે કે, ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના ૧૬ કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

ભારત સરકારે મ્યાનમાર સરહદ પર વાડ બાંધવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે આ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર કહ્યું કે, PM મોદીનો સંકલ્પ છે કે,આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે,ભારત મ્યાનમાર સાથેની સમગ્ર ૧૬૪૩ કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે.

મહત્વનું છે કે, મણિપુરમાં કુકીઓ અને બહુમતી મેતૈઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મેતૈઈ જૂથોની વારંવાર માંગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે,આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. મેતૈઈ જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે, વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી દિલ્હી-નોઈડા સરહદે ચક્કાજામ, કલમ ૧૪૪ લાગુ

0

ઉત્તર પ્રદેશમાં ખેડૂતો તેમની માંગણીઓને લઈને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આજે ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ આગળ વધશે. આજે લગભગ ૧૨ વાગ્યે ખેડૂતોનું એક જૂથ મહામાયા ફ્લાયઓવર પર એકત્ર થશે અને દિલ્હી તરફ આગળ વધશે. જેના કારણે નોઈડા અને દિલ્હીના ઘણા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. તેને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી  પણ જારી કરી છે.

નોઈડાના ડીઆઈજી શિવહરી મીણાએ કહ્યું કે, કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને તમામ સરહદો ૨૪ કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. તમામ સરહદો પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. અમે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ચિલ્લા, ગાઝીપુર, સોનિયા વિહાર, ડીએનડી, સભાપુર, અપ્સરા અને લોની બોર્ડરથી જોડાયેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. આ સિવાય દિલ્હી તરફ આવતા તમામ રસ્તાઓ પર જામ થવાની સંભાવના છે.

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર

0

સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ દ્વારા ૫૫૦૦ જગ્યા પર બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે.

આ જગ્યાઓમાં મોટા પ્રમાણમાં જુનિયર કલાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યાઓ પર ભરતી થવાની છે તો એ પહેલા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનિયર કલાર્ક ની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત અંગે અપડેટ આવી છે. આ માહિતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરી  આપવામાં આવી હતી.

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.