ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉન પર દરોડામાં SMCએ ૩૪૧૦ કિલો પ્લાસ્ટિક ઝડપ્યું

Share this story

સુરત પાલિકા દ્વારા ફરી એક વાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉફયોગ રોકવા માટે કામગીરી શરુ કરી છે. હાલમાં પાલિકા નાના ફેરિયાઓને બદલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું સપ્લાય કરનારી એજન્સી કે ગોડાઉન પર દરોડા પાડી રહી છે. જેના ભાગરૂપે આજે પાલિકાના ઉધના વિસ્તારમાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપીને જથ્થો રાખનાર સામે કાર્યવાહી કરવાની કવાયત શરુ કરી છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં સુરતમાં હજી પણ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક છુટથી મળી રહ્યું છે અને ઉપયોગ પણ થઈ રહ્યો છે.  આ માટે પાલિકા શાકભાજી માર્કેટ કે લારીવાળાઓ અને ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને દંડની કામગીરી કરતી હતી. તેમ છતાં મોટા વેપારીઓ અને સપ્લાયરો શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઘુસાડતા હોવાથી પાલિકાના પ્રતિબંધનો અમલ થતો ન હતો.

જોકે, છેલ્લા કેટલાક વખતથી પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્કિટનો સપ્લાય કરનાર એજન્સી કે ગોડાઉનમાં દરોડા કરવાનું શરુ કર્યું છે. જેના ભાગરૂપે આજે ઉધના વિસ્તારના એક ગોડાઉનમાંથી ૩૪૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક મળી આવુયં હતું આ પ્લાસ્ટિક જપ્ત કરીને પાલિકાએ દંડનીય કાર્યવાહી માટે કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો :-