ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી દિલ્હી-નોઈડા સરહદે ચક્કાજામ, કલમ ૧૪૪ લાગુ

Share this story

ઉત્તર પ્રદેશમાં ખેડૂતો તેમની માંગણીઓને લઈને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આજે ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ આગળ વધશે. આજે લગભગ ૧૨ વાગ્યે ખેડૂતોનું એક જૂથ મહામાયા ફ્લાયઓવર પર એકત્ર થશે અને દિલ્હી તરફ આગળ વધશે. જેના કારણે નોઈડા અને દિલ્હીના ઘણા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. તેને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી  પણ જારી કરી છે.

નોઈડાના ડીઆઈજી શિવહરી મીણાએ કહ્યું કે, કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને તમામ સરહદો ૨૪ કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. તમામ સરહદો પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. અમે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ચિલ્લા, ગાઝીપુર, સોનિયા વિહાર, ડીએનડી, સભાપુર, અપ્સરા અને લોની બોર્ડરથી જોડાયેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. આ સિવાય દિલ્હી તરફ આવતા તમામ રસ્તાઓ પર જામ થવાની સંભાવના છે.

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-