Home Blog Page 824

મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતા ૫ શ્રમિકો દટાયા

0

મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલમાં કુલ ચાર લોકો એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ત્રણ મજૂરો બેભાન હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જ્યાં આજે ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. આ દુર્ઘટનામાં કામ કરતા શ્રમિકો પૈકી ૫ શ્રમિકો દટાયા હતા. જેમાંથી ફાયરની ટીમે ચાર શ્રમિકોનું રેસ્ક્યું કરીને બહાર કાઢી દીધા હોવાની માહિતી છે. હાલ અન્ય એકનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. ચારેય શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યુ હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલીગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ ચાલતું હતું. લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ શ્રમિકો કામ કરતા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાને જોતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન, પાયલબેન અને ચિરાગ નામના ત્રણ શ્રમિકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓ હાજર

0

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.

સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી બુધવારે જયપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહી શકે છે. કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના ૧૪ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ ૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તો પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે. તેમાંથી ભાજપે ૭ બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, રામજીલાલ સુમન અને આલોક રંજનને રાજ્યસભામાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આલોક રંજન અખિલેશ યાદવના સલાહકાર છે અને પડદા પાછળના મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે, જ્યારે જયા બચ્ચન યાદવ પરિવાર સાથે ગાઢ પારિવારિક સંબંધો ધરાવે છે. સાથે જ અખિલેશ રામજીલાલ સુમન દ્વારા દલિત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર બંગડીવાળા’ ગીત ગાવા પર લગાવ્યો સ્ટે, જાણો કેમ ?

0

લોકગાયિકા કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આ ગીત ઘણા સમયથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે. હવે આ ગીત ગાવા પર હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે.  એટલે કે કિંજલ દવે  ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાઈ શકશે નહીં. આપને જણાવી દઈએ કે, સિવિલ કોર્ટે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટનો કોપીરાઈટનો દાવો ફગાવતાં કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ જાહેર કાર્યક્રમોમાં ગાવાની છૂટ આપી હતી. પરંતુ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા બાદ ફરી એકવાર કિંજલના આ ગીત ગાવા પર રોક લગાવાઈ છે.

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી‘ ગીત ગાવા પર સ્ટે ૬ માર્ચ સુધી લંબાવ્યો છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવે ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ ૨૦૧૭થી આ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે.  રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.

૨૦૧૯માં મુંબઈ સ્થિત રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે આ સંબંધમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદની કોમર્શિયલ કોર્ટે અગાઉ દવેને નોટિસ ફટકારી હતી. આ સંસ્થાએ એવો દાવો કર્યો હતો કે આ ગીત મેલબોર્ન સ્થિત કાઠિયાવાડી ગાયક કાર્તિક પટેલનું મૂળ ગીત છે.

“ચાર ચાર બાંગરી વાલી ઓડી લાઈ દો…” ગીતે ગુજરાતના અન્ય તમામ ગીતોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. કિંજલ દવેએ ગાયેલા આ ગીતને યુટ્યુબ પર ૧૭.૩૩ કરોડ લાઈક્સ મળી છે. આ ગીત સોશિયલ મીડિયા પર એટલું લોકપ્રિય થયું કે લોકોએ તેમના લગ્નના ફંક્શનના વીડિયો અપલોડ કરવાનું શરૂ કરી દીધું. પાર્ટીમાં પણ આ જ ગીત ડીજે કરવાની પરંપરા શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

શત્રુઘ્ન સિંહા અને સની દેઓલ સંસદમાં ખામોશ ! પાંચ વર્ષમાં કંઈ ન બોલ્યા ૯ સાંસદો

0

દેશની સંસદને દેશના સામાન્ય નાગરિકોનો અવાજ કહેવામાં આવે છે. ૬ થી ૭ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો સંસદમાં પહોંચે છે. તેઓ દેશના સર્વોચ્ચ ગૃહમાં તેમના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ ઉઠાવે છે. અલબત્ત, સાંસદોની આ કામગીરીને પણ જવાબદાર ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર સંસદમાં કેટલાક સાંસદ એવા છે જેમણે પોતાના ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન ગૃહમાં એક પણ ભાષણ આપ્યું નથી અને બસ ચૂપ બેસી રહે છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલ અને તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હાનો પણ સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહા, યુપીના બસપાના સાંસદ અતુલ રાય અને કર્ણાટકના બીજેપી સાંસદ રમેશ સી જીગજીગાનીના નામ પણ સામેલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ૨૦૨૨માં આસનસોલ પેટાચૂંટણીમાં શત્રુઘ્ન સિંહા ચૂંટાયા હતા. લોકસભા ચૂંટણી જીત્યા પછી અતુલ રાય એક અપરાધિક કેસમાં જેલમાં ગયા, જ્યાંથી ઓગસ્ટ ૨૦૨૩ના મહિનામાં ચાર વર્ષ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. આ સિવાય જીગજીગાની નાદુરસ્ત તબિયતના કારણે ગૃહની કાર્યવાહીમાં સક્રિય રહી શક્યા ન હતા.

લોકસભા સ્પીકર બન્યા બાદ ઓમ પ્રકાશ બિરલાએ પહેલી વાર સાંસદ બનેલા સભ્યોનું એક લિસ્ટ બનાવ્યું હતું. તેમણે દરેકને ઓછામાં ઓછા એકવાર સંસદમાં બોલવા માટે પ્રેરિત કર્યા હતા. તેમ છતાં એવા ઘણા સાંસદ રહ્યા કે જેઓ વર્ષ ૨૦૧૯ થી લઈને ૨૦૨૪ વચ્ચે સંસદમાં એક પણ ભાષણ નથી આપી શક્યા.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચૌહાણ મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર ફડણવીસે અશોક ચૌહાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું છે. એક દિવસ પહેલા એટલે કે સોમવારે અશોકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે, ભાજપ અશોક ચૌહાણને રાજ્યસભામાં મોકલશે. અશોક ચૌહાણે સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

અશોક ચવ્હાણે ચંદ્રશેખર બાવન કુલેને બીજેપી મહારાષ્ટ્રના અધ્યક્ષ કહેવાને બદલે તેમને મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ કહ્યા, જ્યારે તેમણે આ કહ્યું તો પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ નેતાઓ અને પત્રકારો હસવા લાગ્યા. આના પર અશોક ચવ્હાણે કહ્યું કે, મને માફ કરી દો, મારા ભાજપ કાર્યાલયમાં આ પહેલી પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. અશોક ચવ્હાણે કહ્યું કે વિરોધ પક્ષમાં હોવા છતાં ભાજપના નેતાઓએ મારા પર પ્રેમ વરસાવ્યો છે. મેં હંમેશા વિકાસ અને હકારાત્મક રાજકારણ કર્યું છે. મેં કોંગ્રેસમાં ઈમાનદારીથી કામ કર્યું છે અને હવે ભાજપમાં પણ ઈમાનદારીથી કામ કરીશ.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એસબી ચૌહાણના પુત્ર ૬૫ વર્ષીય અશોક ચૌહાણે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોંગ્રેસ છોડવું એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે” અને તેમના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ થોડા દિવસો પહેલા પાર્ટી છોડી દીધી હતી. હું ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરીશ. અશોક ચવ્હાણે વધુમાં કહ્યું કે હું વ્યક્તિગત રીતે કોઈના પર ટિપ્પણી નહીં કરું. કોંગ્રેસ છોડ્યા પછી ઘણા લોકો મારી તરફેણમાં બોલ્યા, ઘણાએ કોમેન્ટ કરી, પરંતુ હું અંગત રીતે કોઈને માટે કંઈ કહીશ નહીં.

આ પણ વાંચો :-

ખેડૂતની હરિયાણાથી દિલ્હી તરફ કૂચ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ

0

આજે ખેડૂતોની ‘દિલ્હી ચલો કૂચ’ના કારણે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ૫ કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. જે બાદ ખેડૂત નેતાઓએ આર-પારની જંગનું એલાન કરતા કહી દીધું કે, દિલ્હી કૂચ થઈને જ રહેશે. ગાઝીપુર, સિંધુ, શંભુ, ટિકરી સહિત તમામ બોર્ડરો છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પંજાબના પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર સુધી પહોંચી ગયા છે. ખેડૂતો ૨૫૦૦થી વધુ ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ તરફ આગળ વધ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે પાંચ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોઇ પરિણામ આવ્યું નહતું. ખેડૂતોએ કહ્યું કે અમે પોતાની માંગોને પૂર્ણ કરાવીને જ રહીશું. અમે ૬ મહિનાનું રાશન લઇને આવ્યા છીએ.

કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ હજારો ખેડૂતો સરહદ પર ઉભા છે. દિલ્હી પોલીસ આ વખતે પણ મક્કમ છે કે તેઓ ખેડૂતોને કોઈપણ કિંમતે દિલ્હીમાં પ્રવેશવા દેશે નહીં. પોલીસ અને CRPFના જવાનો ખેડૂતોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેરીકેટ્સ, ભારે સિમેન્ટ બેરીકેટ્સ, કન્ટેનર અને ડમ્પરો વડે રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે. દિલ્હીની આસપાસની બોર્ડરો ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવી છે.

ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :-

હલ્દવાની હિંસાના મુખ્ય આરોપી સામે ૨.૪૪ કરોડની રિકવરી નોટિસ ફટકારી

0

ઉત્તરાખંડમાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને બનભૂલપુરા હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક વિરુદ્ધ સરકારી સંપત્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડવા બદલ ૨ કરોડ ૪૪ લાખ રૂપિયાની વસૂલી નોટિસ ફટકારી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મલિકના સમર્થકોએ ‘મલિક કા બગીચા‘માં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી બે ઈમારતોને ધ્વસ્ત કરી દેવા માટે ગયેલી વહીવટી ટીમ પર હુમલો કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.

મલિક દ્વારા કથિત રીતે થયેલા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન રૂપિયા ૨.૪૪ કરોડ હોવાનું જણાવતા, મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને આ રકમ ૧૫ ફેબ્રુઆરી સુધીમાં હલ્દવાનીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા જણાવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો કાયદાકીય માધ્યમથી તેની પાસેથી વસૂલાત કરવામાં આવશે.

મલિકે કથિત રીતે ગેરકાયદેસર મદરેસા અને નમાઝ સ્થળનું નિર્માણ કર્યું હતું, જેને ધ્વંસ કરવાની કામગીરી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ૮ ફેબ્રુઆરીના રોજ આ ફાટી નીકળેલી હિંસામાં, બદમાશોએ વહીવટી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવી દીધા બાદ, તેઓએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ સળગાવી દીધું હતું. ઘટના દરમિયાન પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા અને પોલીસકર્મીઓ તેમજ પત્રકારો સહિત ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

એલન મસ્ક પૂર્વે ગુજરાતના યુવાન વૈજ્ઞાનિક અભિજીત સતાણીએ માનવમગજમાં ચિપ્‍સનું આરોપણ કર્યું હતું

0
  • માનવજાત માટે અદભૂત શોધોના સર્જક અભિજીત સતાણીએ માનવ મનને સાંકળતી શોધો હાંસલ કરીને પેટન્ટ્સ કરાવી લીધી છે
  • એલન મસ્ક અને એલ.જી. ઇલેકટ્રોનિક્સે પણ માનવમગજમાં ચિપ્‍સ બેસાડવાના કરેલા પ્રયોગમાં અભિજીતની પેટન્ટને ટાંકી હતી
  • યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલે અભિજીત સતાણીને આમંત્રણ આપ્યું છે. તેઓ વ્યસન સામે લડી રહેલા દર્દીઓ ઉપર ડીપબ્રેઇન સ્ટીમ્યુલેશન સાથે સંકળાયેલી પ્રાયોગિક શસ્ત્રક્રિયામાં મદદરૂપ થશે
અમેરિકામાં એલન મસ્કે માણસના  મગજમાં ચિપ્‍સ ફિટ કરીને  આખી દુનિયાને ચોંકાવી દીધી છે. પરંતુ લગભગ છ માસ પૂર્વે ગુજરાતના એક યુવાન વૈજ્ઞાનિક અભિજીત સતાણીએ લંડનમાં આવો પ્રયોગ કર્યો હતો. એલન મસ્કે પણ મગજમાં ચિપ્‍સ બેસાડવાના ક્રાંતિકારી પ્રયોગમાં અભિજીત સતાણીની પેટન્ટનો ઉપયોગ કર્યો હોવાનું સ્પષ્‍ટ જણાવ્યું હતું. અમદાવાદમાં રહેતા આ ગુજરાતી યુવાન અભિજીત સતાણીએ માનવ શરીર સાથે સાંકળતી અને તબીબી સારવારમાં જડીબુટ્ટી સમાન પુરવાર થતી અનેક શોધો કરીને પેટન્ટ પણ મેળવી લીધા છે.
બ્રેઇન કોમ્યુટર ઇન્ટરફેસ એટલે કે BCI ના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્‍ત વૈજ્ઞાનિક અને સ્વપ્નદ્રષ્ટા અભિજીત સતાણી એક અગ્રણી તરીકે ઉભરી આવ્યા છે. જેમણે તબીબી તકનીકોને નોંધપાત્ર રીતે પ્રભા‌િવત કરનાર નવી અને પાયાની શોધો સાથે અમીટ છાપ છોડી છે.
એક દાયકાની લાંબી સફરમાં માનવ મગજના રહસ્યોની અભિજીત સતાણીની શોધોને મશીનો અને રોબોટ સાથે જોડાણ, સ્વ-શિક્ષણ, અદ્યતન વિષયો માટે અસંખ્ય પ્રશંસા સાથે પેટન્ટ્સને વૈશ્વિક માન્યતાઓ મળી ચુકી છે.
અભિજીત સતાણીની નવિનતમ શોધ ‘COS’ એટલે કે કોંગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ અને વાયરલેસ ઉપકરણ ‘EEG’ આ એવી શોધો છે કે ન્યુરો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ક્રાંતિકારી શોધો છે જે મગજની સર્જરીમાં પડકારોના સમયે આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે.
એલન મસ્ક અને એલજી ઇલેકટ્રોનિક્સ જેવા ઉદ્યોગ અગ્રણીઓએ અન્ય અસંખ્ય લોકો સાથે તેમના કામની પરિવર્તનકારી અસરોને ઓળખીને અભિજીત સતાણીની પેટન્ટસને ટાંકી છે.
અભિજીત સતાણીનું કાર્ય વૈજ્ઞાનિક અભિગમોના સ્ટીરિયોટાઇપ વર્કને પડકારે છે. સાથે ન્યુરો સાયન્સ અને ટેકનોલોજીને જોડવામાં અનન્ય ભૂમિકા અદા કરે છે. અભિજીત વૈજ્ઞાનિક સખ્તાઇના મહત્વ ઉપર ભાર મુકે છે અને વ્યક્તિગત શુધ્ધિકરણ માટે સંશોધનની પરિવર્તનશીલ શક્તિમાં માને છે.
પ્રતિભાશાળી શોધો ઉપરાંત અભિજીત સતાણીના પુસ્તકો ‘‘એ સિમ્પલ એપ્રોચ ટુ ન્યુરો સાયન્સ’’ અને ‘‘હાઉ ટુ રાઇટ અ રિસર્ચ પેપર’’ મગજના વિજ્ઞાનને છતું કરવા અને યુવા વૈજ્ઞાનિકોને સશક્ત બનાવવા માટેની તેમની પ્રતિબધ્ધતા દર્શાવે છે. લાભાર્થીઓ, રોકાણકારો અને સરકારી  સંસ્થાઓ સહિતના હિતધારકો આ ‌નવિનતાઓને સમજે છે, લાગુ કરે છે અને સ્વીકારે છે ત્યારે જ વૈજ્ઞાનિક શોધોની સાચી અસરો અનુભવાય છે.
બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજીના ભાવિને આકાર આપે છે. દરદીઓ માટે આશા અને પરિવર્તનકારી ઉકેલો રજુ કરે છે. તબીબી સારવારમાં ‘‘ ‍BCI’’ની જરૂtરિયાત અનેકગણી છે. જે વિવિધ પરિસ્થિતિમાં મોટી સહાય પુરી પાડે છે. લકવાગ્રસ્ત વ્યક્તિઓ માટે સુધારેલા સંદેશા વ્યવહારની સુવિધાઓ આપે છે. ‘‘BCI’’ દ્વારા આ વ્યક્તિઓ અભૂતપૂર્વ સરળતાથી વિચારો અને જરૂરિયાતો સર્જનાેને વાસ્તવિક સમયની જાણકારી આપે છે. આ માત્ર શસ્ત્રક્રિયાની ચોકસાઇને જ નહીં પરંતુ જટિલતાઓનું જોખમ પણ ઘટાડે છે. જે સુર‌િક્ષત અને વધુ અસરકારક સારવારમાં ફાળો આપે છે.
‘‘COS’’ ઉપરાંત અભિજીત સતાણીએ લકવાગ્રસ્ત વ્યક્તિઓને ફરીથી હલનચલન કરવામાં મદદરૂપ થવા માટે વ્યક્ત કરી શકે છે. અવરોધો દૂર કરી શકે છે.
ન્યુરો હેબિલિટેશનમાં BCI (બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજી) નવા ઉપચારો માટેના માર્ગ ખોલે છે જે દરદીઓને નિયંત્રણ અને સમજશક્તિ પુનઃપ્રાપ્‍ત કરવામાં મદદ કરે છે. અભિજીત સતાણીની ‘‘કો‌ગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ’’ સર્જિકલ દરમિયાનગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેણે જટીલ પ્રક્રિયાઓ દરમિયાન પાયાના પ્રોજેકટ શરૂ કર્યા છે. ‘‘વૈકલ્પિક નર્વસ સિસ્ટમ’’ પ્રોજેકટ BCI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યુરલ સિગ્નલો માટે વૈકલ્પિક માર્ગો બનાવે છે અને તેનો ફાયદો શારીરિક મર્યાદાઓનો સામનો કરી રહ્યા  હોય અને જેમને ન્યુરો હેબિલિટેશનની જરૂર હોય તેમને મદદરૂપ થાય છે.
યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા અભિજીત સતાણીને લંડનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં તેઓ વ્યસન સામે લડી રહેલા દર્દી ઉપર ડીપબ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS) સાથે સંકળાયેલી પ્રાયોગિક શસ્ત્રક્રિયામાં મદદરૂપ થશે. આ વૈશ્વિક મંચ ઉપર તેમની કુશળતાની ઓળખનો પુરાવો છે.
વિશ્વનો વૈજ્ઞાનિક સમૂદાય અભિજીત સતાણીના યોગદાનના મહત્વને ઓળખી રહ્યો છે, તે દર્શાવે છે કે અભિજીતનું કાર્ય પરંપરાગત સીમાઓથી આગળનું છે. ભ‌િવષ્ય માટે તેમનું વિઝન ન્યુરો સાયન્સ અને ટેકનોલોજી એકીકૃત થાય ત્યાં દુરોગામી અસર કરી શકે છે અને દરદીઓ માટે આશાસ્પદ પરિવર્તનકારી ઉકેલો અને વિજ્ઞાનીઓની આગામી પેઢીને માનવ મગજના અજાણ્યા પ્રદેશની શોધખોળ કરવાની પ્રેરણાઓ આપે છે.
ઘણાને યાદ હશે દાયકાઓ પૂર્વે હિંદી ફિલ્મ ‘‘આંખે’’માં માનવ શરીરમાં ચિપ્સ બેસાડવાના દ્રષ્યો રજુ કરાયા હતા.

૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઇચ્છિત આવકની પ્રા‌િપ્ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ

માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ

આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફ થી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ

નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ

આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગિત થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ

નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ

સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ

મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીમાં ૧૨ માર્ચ સુધી કલમ ૧૪૪ લાગુ કરી

0

ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે આંદોલન કરવોનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ ૧૩ ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. આ પહેલા હરિયાણા-પંજાબની બોર્ડરને સીલ કરી દેવાઈ છે અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તો આખા દિલ્હીમાં ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. તો લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પોતાની અધુરી રહી ગયેલી માગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો સહિતની માગણીઓ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે. બે હજારથી વધુ ટ્રેક્ટરો સાથે નિકળેલા ખેડૂતો ૧૩મી તારીખે દિલ્હી પહોંચી શકે છે. જોકે તેમને અટકાવવા માટે ત્રણ રાજ્યોની પોલીસ હાઇએલર્ટ પર છે. જ્યારે દિલ્હીની ત્રણ મુખ્ય સરહદોને સીલ કરી દેવામાં આવી છે.

ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે. જાણકારી અનુસાર, સિંધુ બોર્ડર પર સોમવારથી કોમર્શિયલ વાહનોની અવર જવર પુરી રીતે પ્રતિબંધ મુકવામાં આવશે. મંગળવારે સિંધુ બોર્ડરને સીલ કરી દેવામાં આવશે અને સિંધુ બોર્ડરથી કોઇ પણ પ્રકારની ગાડીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવશે.

ખેડૂતોના સંગઠનોએ ૧૩ ફેબ્રુઆરીએ વિવિધ માંગને લઇને દિલ્હીમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સાવચેતીના ભાગ રૂપે એક મહિના સુધી કલમ-૧૪૪ લાગુ કરી દીધી છે. ૨૦૦ ખેડૂત સંગઠનોએ દિલ્હી ચલો મુહિમમાં સામેલ થવાનું આહવાન કર્યુ છે.

આ પણ વાંચો :-