મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતા ૫ શ્રમિકો દટાયા

Share this story

મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલમાં કુલ ચાર લોકો એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ત્રણ મજૂરો બેભાન હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જ્યાં આજે ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. આ દુર્ઘટનામાં કામ કરતા શ્રમિકો પૈકી ૫ શ્રમિકો દટાયા હતા. જેમાંથી ફાયરની ટીમે ચાર શ્રમિકોનું રેસ્ક્યું કરીને બહાર કાઢી દીધા હોવાની માહિતી છે. હાલ અન્ય એકનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. ચારેય શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યુ હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલીગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ ચાલતું હતું. લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ શ્રમિકો કામ કરતા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાને જોતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન, પાયલબેન અને ચિરાગ નામના ત્રણ શ્રમિકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-