એલન મસ્ક પૂર્વે ગુજરાતના યુવાન વૈજ્ઞાનિક અભિજીત સતાણીએ માનવમગજમાં ચિપ્‍સનું આરોપણ કર્યું હતું

Share this story
  • માનવજાત માટે અદભૂત શોધોના સર્જક અભિજીત સતાણીએ માનવ મનને સાંકળતી શોધો હાંસલ કરીને પેટન્ટ્સ કરાવી લીધી છે
  • એલન મસ્ક અને એલ.જી. ઇલેકટ્રોનિક્સે પણ માનવમગજમાં ચિપ્‍સ બેસાડવાના કરેલા પ્રયોગમાં અભિજીતની પેટન્ટને ટાંકી હતી
  • યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલે અભિજીત સતાણીને આમંત્રણ આપ્યું છે. તેઓ વ્યસન સામે લડી રહેલા દર્દીઓ ઉપર ડીપબ્રેઇન સ્ટીમ્યુલેશન સાથે સંકળાયેલી પ્રાયોગિક શસ્ત્રક્રિયામાં મદદરૂપ થશે
અમેરિકામાં એલન મસ્કે માણસના  મગજમાં ચિપ્‍સ ફિટ કરીને  આખી દુનિયાને ચોંકાવી દીધી છે. પરંતુ લગભગ છ માસ પૂર્વે ગુજરાતના એક યુવાન વૈજ્ઞાનિક અભિજીત સતાણીએ લંડનમાં આવો પ્રયોગ કર્યો હતો. એલન મસ્કે પણ મગજમાં ચિપ્‍સ બેસાડવાના ક્રાંતિકારી પ્રયોગમાં અભિજીત સતાણીની પેટન્ટનો ઉપયોગ કર્યો હોવાનું સ્પષ્‍ટ જણાવ્યું હતું. અમદાવાદમાં રહેતા આ ગુજરાતી યુવાન અભિજીત સતાણીએ માનવ શરીર સાથે સાંકળતી અને તબીબી સારવારમાં જડીબુટ્ટી સમાન પુરવાર થતી અનેક શોધો કરીને પેટન્ટ પણ મેળવી લીધા છે.
બ્રેઇન કોમ્યુટર ઇન્ટરફેસ એટલે કે BCI ના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્‍ત વૈજ્ઞાનિક અને સ્વપ્નદ્રષ્ટા અભિજીત સતાણી એક અગ્રણી તરીકે ઉભરી આવ્યા છે. જેમણે તબીબી તકનીકોને નોંધપાત્ર રીતે પ્રભા‌િવત કરનાર નવી અને પાયાની શોધો સાથે અમીટ છાપ છોડી છે.
એક દાયકાની લાંબી સફરમાં માનવ મગજના રહસ્યોની અભિજીત સતાણીની શોધોને મશીનો અને રોબોટ સાથે જોડાણ, સ્વ-શિક્ષણ, અદ્યતન વિષયો માટે અસંખ્ય પ્રશંસા સાથે પેટન્ટ્સને વૈશ્વિક માન્યતાઓ મળી ચુકી છે.
અભિજીત સતાણીની નવિનતમ શોધ ‘COS’ એટલે કે કોંગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ અને વાયરલેસ ઉપકરણ ‘EEG’ આ એવી શોધો છે કે ન્યુરો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ક્રાંતિકારી શોધો છે જે મગજની સર્જરીમાં પડકારોના સમયે આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે.
એલન મસ્ક અને એલજી ઇલેકટ્રોનિક્સ જેવા ઉદ્યોગ અગ્રણીઓએ અન્ય અસંખ્ય લોકો સાથે તેમના કામની પરિવર્તનકારી અસરોને ઓળખીને અભિજીત સતાણીની પેટન્ટસને ટાંકી છે.
અભિજીત સતાણીનું કાર્ય વૈજ્ઞાનિક અભિગમોના સ્ટીરિયોટાઇપ વર્કને પડકારે છે. સાથે ન્યુરો સાયન્સ અને ટેકનોલોજીને જોડવામાં અનન્ય ભૂમિકા અદા કરે છે. અભિજીત વૈજ્ઞાનિક સખ્તાઇના મહત્વ ઉપર ભાર મુકે છે અને વ્યક્તિગત શુધ્ધિકરણ માટે સંશોધનની પરિવર્તનશીલ શક્તિમાં માને છે.
પ્રતિભાશાળી શોધો ઉપરાંત અભિજીત સતાણીના પુસ્તકો ‘‘એ સિમ્પલ એપ્રોચ ટુ ન્યુરો સાયન્સ’’ અને ‘‘હાઉ ટુ રાઇટ અ રિસર્ચ પેપર’’ મગજના વિજ્ઞાનને છતું કરવા અને યુવા વૈજ્ઞાનિકોને સશક્ત બનાવવા માટેની તેમની પ્રતિબધ્ધતા દર્શાવે છે. લાભાર્થીઓ, રોકાણકારો અને સરકારી  સંસ્થાઓ સહિતના હિતધારકો આ ‌નવિનતાઓને સમજે છે, લાગુ કરે છે અને સ્વીકારે છે ત્યારે જ વૈજ્ઞાનિક શોધોની સાચી અસરો અનુભવાય છે.
બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજીના ભાવિને આકાર આપે છે. દરદીઓ માટે આશા અને પરિવર્તનકારી ઉકેલો રજુ કરે છે. તબીબી સારવારમાં ‘‘ ‍BCI’’ની જરૂtરિયાત અનેકગણી છે. જે વિવિધ પરિસ્થિતિમાં મોટી સહાય પુરી પાડે છે. લકવાગ્રસ્ત વ્યક્તિઓ માટે સુધારેલા સંદેશા વ્યવહારની સુવિધાઓ આપે છે. ‘‘BCI’’ દ્વારા આ વ્યક્તિઓ અભૂતપૂર્વ સરળતાથી વિચારો અને જરૂરિયાતો સર્જનાેને વાસ્તવિક સમયની જાણકારી આપે છે. આ માત્ર શસ્ત્રક્રિયાની ચોકસાઇને જ નહીં પરંતુ જટિલતાઓનું જોખમ પણ ઘટાડે છે. જે સુર‌િક્ષત અને વધુ અસરકારક સારવારમાં ફાળો આપે છે.
‘‘COS’’ ઉપરાંત અભિજીત સતાણીએ લકવાગ્રસ્ત વ્યક્તિઓને ફરીથી હલનચલન કરવામાં મદદરૂપ થવા માટે વ્યક્ત કરી શકે છે. અવરોધો દૂર કરી શકે છે.
ન્યુરો હેબિલિટેશનમાં BCI (બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ટેકનોલોજી) નવા ઉપચારો માટેના માર્ગ ખોલે છે જે દરદીઓને નિયંત્રણ અને સમજશક્તિ પુનઃપ્રાપ્‍ત કરવામાં મદદ કરે છે. અભિજીત સતાણીની ‘‘કો‌ગ્નિટિવલી ઓપરેટેડ સિસ્ટમ’’ સર્જિકલ દરમિયાનગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેણે જટીલ પ્રક્રિયાઓ દરમિયાન પાયાના પ્રોજેકટ શરૂ કર્યા છે. ‘‘વૈકલ્પિક નર્વસ સિસ્ટમ’’ પ્રોજેકટ BCI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યુરલ સિગ્નલો માટે વૈકલ્પિક માર્ગો બનાવે છે અને તેનો ફાયદો શારીરિક મર્યાદાઓનો સામનો કરી રહ્યા  હોય અને જેમને ન્યુરો હેબિલિટેશનની જરૂર હોય તેમને મદદરૂપ થાય છે.
યુકેની જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા અભિજીત સતાણીને લંડનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં તેઓ વ્યસન સામે લડી રહેલા દર્દી ઉપર ડીપબ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS) સાથે સંકળાયેલી પ્રાયોગિક શસ્ત્રક્રિયામાં મદદરૂપ થશે. આ વૈશ્વિક મંચ ઉપર તેમની કુશળતાની ઓળખનો પુરાવો છે.
વિશ્વનો વૈજ્ઞાનિક સમૂદાય અભિજીત સતાણીના યોગદાનના મહત્વને ઓળખી રહ્યો છે, તે દર્શાવે છે કે અભિજીતનું કાર્ય પરંપરાગત સીમાઓથી આગળનું છે. ભ‌િવષ્ય માટે તેમનું વિઝન ન્યુરો સાયન્સ અને ટેકનોલોજી એકીકૃત થાય ત્યાં દુરોગામી અસર કરી શકે છે અને દરદીઓ માટે આશાસ્પદ પરિવર્તનકારી ઉકેલો અને વિજ્ઞાનીઓની આગામી પેઢીને માનવ મગજના અજાણ્યા પ્રદેશની શોધખોળ કરવાની પ્રેરણાઓ આપે છે.
ઘણાને યાદ હશે દાયકાઓ પૂર્વે હિંદી ફિલ્મ ‘‘આંખે’’માં માનવ શરીરમાં ચિપ્સ બેસાડવાના દ્રષ્યો રજુ કરાયા હતા.