ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીમાં ૧૨ માર્ચ સુધી કલમ ૧૪૪ લાગુ કરી

Share this story

ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે આંદોલન કરવોનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ ૧૩ ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. આ પહેલા હરિયાણા-પંજાબની બોર્ડરને સીલ કરી દેવાઈ છે અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તો આખા દિલ્હીમાં ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. તો લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પોતાની અધુરી રહી ગયેલી માગો સાથે ખેડૂતો ફરી આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે. ટેકાના ભાવ માટે કાયદો સહિતની માગણીઓ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના આશરે ૨૦ હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે. બે હજારથી વધુ ટ્રેક્ટરો સાથે નિકળેલા ખેડૂતો ૧૩મી તારીખે દિલ્હી પહોંચી શકે છે. જોકે તેમને અટકાવવા માટે ત્રણ રાજ્યોની પોલીસ હાઇએલર્ટ પર છે. જ્યારે દિલ્હીની ત્રણ મુખ્ય સરહદોને સીલ કરી દેવામાં આવી છે.

ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે. જાણકારી અનુસાર, સિંધુ બોર્ડર પર સોમવારથી કોમર્શિયલ વાહનોની અવર જવર પુરી રીતે પ્રતિબંધ મુકવામાં આવશે. મંગળવારે સિંધુ બોર્ડરને સીલ કરી દેવામાં આવશે અને સિંધુ બોર્ડરથી કોઇ પણ પ્રકારની ગાડીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવશે.

ખેડૂતોના સંગઠનોએ ૧૩ ફેબ્રુઆરીએ વિવિધ માંગને લઇને દિલ્હીમાં પ્રદર્શનની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સાવચેતીના ભાગ રૂપે એક મહિના સુધી કલમ-૧૪૪ લાગુ કરી દીધી છે. ૨૦૦ ખેડૂત સંગઠનોએ દિલ્હી ચલો મુહિમમાં સામેલ થવાનું આહવાન કર્યુ છે.

આ પણ વાંચો :-