Home Blog Page 823

૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ / ઘરેલું જીવનમાં શાંતિ જણાશે, આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં રાખવી સાવધાની, જુઓ શુક્રવારનું રાશિભવિષ્ય

0

મેષ

માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભ

કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પ‌િત્ન વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ જણાયથતી .

મિથુન

આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇ કોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્ક

દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. હું જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વ‌ૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જ‍ળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

‌સિંહ

માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ પ્રતિષ્‍ઠા વધે-શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યા

જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલા

ભાવનાત્મક રૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃ‌‌શ્ચિક

આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધન

માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકર

માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા-ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાનાં દુઃખાવાની સમસ્યા રહે.

કુંભ

સંબંધમાં તણાઇને ખોટાનિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીન

પરિવારમાં કોઇ પણ મુદ્દાને લઇને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ-યશ-પ્રતિષ્‍ઠા વધે.

દિલ્હીમાં મેટ્રો સ્ટેશનનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, ચાર ઘાયલ

0

આજે સવારે દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થઇ જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો સ્ટેશન પરથી સિમેન્ટ અને સ્ટીલનો કાટમાળ પડવાને કારણે એક બાઈક સવાર વ્યક્તિનું મોત થયું છે જયારે ચાર ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે કેટલીક બાઇક પણ દટાઇ ગઇ છે, જેને બહાર કાઢવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ કરાવલ નગરના રહેવાસી ૫૩ વર્ષીય વિનોદ કુમાર તરીકે થઈ છે.

ફાયર વિભગના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને બચાવ્યા અને તેમને જીટીબી હોસ્પિટલ લઈ ગયા. અન્ય બે વ્યક્તિઓને બચાવ ટીમના આગમન પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં કેટલીક બાઇકને પણ નુકસાન થયું હતું. ગોકુલપુરી બચાવ દળના એક યુનિટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે કારણ કે સ્લેબનો એક ભાગ હજુ પણ ત્યાં લટકી રહ્યો છે.

આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ કાટમાળ નીચે દટાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ એક વ્યક્તિ તેના સ્કૂટર પર સવાર થઈને બીજે જઈ રહ્યો હતો ત્યારે ઉપરથી તેના પર કાટમાળ પડ્યો હતો. ૩ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સારવાર દરમિયાન એકે જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ધોરણે JCB અને ક્રેનની મદદથી કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો હતો.

નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાશે અને વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ દુર્ઘટના બાદ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે કારણ કે પિંક રૂટ મેટ્રોના નવા રૂટ પૈકીનો એક છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર કાટમાળ પડ્યો છે અને જેસીબી કાટમાળ હટાવી રહી છે. દુર્ઘટના બાદ DMRCએ શિવ વિહાર અને ગોકુલપુરી વચ્ચેના આ માર્ગ પર મેટ્રોનું સંચાલન અટકાવી દીધું હતું.

આ પણ વાંચો :-

ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

0

મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરતાં ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. મહત્વનું છે કે, ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના ૧૬ કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

ભારત સરકારે મ્યાનમાર સરહદ પર વાડ બાંધવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે આ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર કહ્યું કે, PM મોદીનો સંકલ્પ છે કે,આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે,ભારત મ્યાનમાર સાથેની સમગ્ર ૧૬૪૩ કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે.

મહત્વનું છે કે, મણિપુરમાં કુકીઓ અને બહુમતી મેતૈઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મેતૈઈ જૂથોની વારંવાર માંગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે,આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. મેતૈઈ જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે, વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી દિલ્હી-નોઈડા સરહદે ચક્કાજામ, કલમ ૧૪૪ લાગુ

0

ઉત્તર પ્રદેશમાં ખેડૂતો તેમની માંગણીઓને લઈને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આજે ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ આગળ વધશે. આજે લગભગ ૧૨ વાગ્યે ખેડૂતોનું એક જૂથ મહામાયા ફ્લાયઓવર પર એકત્ર થશે અને દિલ્હી તરફ આગળ વધશે. જેના કારણે નોઈડા અને દિલ્હીના ઘણા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. તેને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી  પણ જારી કરી છે.

નોઈડાના ડીઆઈજી શિવહરી મીણાએ કહ્યું કે, કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને તમામ સરહદો ૨૪ કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. તમામ સરહદો પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. અમે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ચિલ્લા, ગાઝીપુર, સોનિયા વિહાર, ડીએનડી, સભાપુર, અપ્સરા અને લોની બોર્ડરથી જોડાયેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. આ સિવાય દિલ્હી તરફ આવતા તમામ રસ્તાઓ પર જામ થવાની સંભાવના છે.

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર

0

સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ દ્વારા ૫૫૦૦ જગ્યા પર બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે.

આ જગ્યાઓમાં મોટા પ્રમાણમાં જુનિયર કલાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યાઓ પર ભરતી થવાની છે તો એ પહેલા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનિયર કલાર્ક ની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત અંગે અપડેટ આવી છે. આ માહિતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરી  આપવામાં આવી હતી.

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતીને લઈ વધુ એક માહિતી આપી છે. વિગતો મુજબ આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.

૧૧ અને ૧૩ વર્ષની પુત્રીઓ પર રેપ કરનારા પિતાને કોર્ટે ૧૩૩ વર્ષની સજા

0

કેરળમાં એક પિતાએ પોતાની જ બે સગીર વયની પુત્રીઓ પર અનેક બળાત્કાર કર્યો હતો, માત્ર ૧૩ વર્ષ અને ૧૧ વર્ષની પુત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવનારા આ પિતાને સ્થાનિક કોર્ટે ૧૩૩ વર્ષની સજા ફટકારી છે. કેરળની મલપ્પુરમની ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટે ૪૨ વર્ષના પિતાને આ સજા ફટકારી હતી, જેને પગલે હવે આ બળાત્કારી પિતા મૃત્યુ પામે ત્યાં સુધી જેલમાં રહેશે. એટલુ જ નહીં જજ અશરફ એએમએ અપરાધીને ૮.૮ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

પુત્રીઓ પર રેપની આ ઘટના વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ દરમિયાન બની હતી, પિતાએ સૌથી પહેલા પોતાની મોટી પુત્રી પર બળાત્કાર શરૂ કર્યો હતો, અને અનેક વખત તેને શિકાર બનાવી હતી. જે બાદ તેણે પોતાની નાની પુત્રીનુ પણ યૌન શોષણ કર્યું હતું. દોષીને પોક્સોની કલમ ૬(૧)ની સાથે આઇપીસીની કલમ ૩૭૬(૩) અને ૫ (એલ) અંતર્ગત ૪૦-૪૦-૪૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.  સાથે જ કિશોર ન્યાય કાયદાની કલમ ૭૫ હેઠળ ત્રણ વર્ષની સજા પણ અપાઇ છે. આ સજા માત્ર એક પુત્રી પર રેપ બદલ કરવામાં આવી હતી જ્યારે નાની પુત્રી સાથે યૌન ઉત્પિડન બદલ ૧૦ વર્ષની કેદ ફટકારવામાં આવી હતી, તેથી તમામ મળીને કુલ ૧૩૩  વર્ષની કેદ ફટકારાઇ છે.

બન્ને પુત્રીઓની માતા આંગળવાડીમાં કામ કરે છે. તે જ્યારે પણ કામ પર જતી હતી કે બહાર જતી ત્યારે પિતા પુત્રીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો, આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે અપરાધીએ પોતાની નાની પુત્રી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ પિતાની આ કરતુતની જાણકારી પોતાની માતાને આપી દીધી હતી. માતાને જ્યારે શંકા ગઇ ત્યારે તેણે પોતાની મોટી પુત્રીને પણ આ અંગે પૂછ્યું, બાદમાં બન્ને પુત્રીઓએ પિતાના અપરાધની પોલ ખોલી નાખી હતી. બન્ને પુત્રીઓએ માતાને કહ્યું હતું કે પિતા બળાત્કાર કરતા હતા અને કોઇને અમે જણાવીશું તો ધમકી આપીને ડરાવતા હતા તેથી અમે કોઇને કઇ કહી ના શકી. મોટી પુત્રીએ કહ્યું કે પિતાએ બળાત્કાર કર્યો બાદમાં મને એવી ધમકી આપી હતી કે જો હું કોઇને કઇ કહીશ તો તે નાની બહેન સાથે પણ આવુ કરશે.

માતાએ બાદમાં એક સ્થાનિક મહિલા પંચાયત સભ્યની મદદ લીધી અને તેને આપવીતી જણાવી દીધી. બાદમાં ચાઇલ્ડલાઇનની મદદ લેવામાં આવી. બન્ને પીડિતા પુત્રીઓના નિવેદનો લેવામાં આવ્યા અને કેરળની એડાવન્ના પોલીસે બળાત્કારી પિતાની સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ મામલાની તપાસ ઇન્સ્પેક્ટર અબ્દુલ મજીદે કરી હતી. તાત્કાલીક તમામ પુરાવા અને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દેવામાં આવ્યા અને એક વર્ષની અંદર ચુકાદો આપવામાં આવ્યો હતો. આશરે ૪૩ વર્ષ સુધી અપરાધી પિતા હવે જેલમાં રહેશે.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૭ નવા કેસ, ૧ લોકોનું મોત

0

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૭ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે.  દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૨૬,૫૪૨ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૨૫ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦,૬૭,૮૮,૧૪૧ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૦૪ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૯૧,૮૧૭ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૬૭ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૬૭૪ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૧૦ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૨૫ ટકા છે.

આ પણ વાંચો :-

RBIએ સતત ૭મી વખતે રેપો રેટ યથાવત્ રાખ્યો

0

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે આ દરોને ૬.૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તમારી EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. બેઠકમાં હાજર છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.

૧૦૦ અબજ ડોલર ક્લબમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

0

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ ૨૦૨૪ શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. વાત જાણે એમ છે એક તરફ અદાણી ગ્રૂપમાંથી હિંડનબર્ગનો પડછાયો લગભગ દૂર થઈ ગયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ૧૦૦ અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને ૧૦૧ બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં જ ૨.૭૩ અરબ ડોલર અથવા ૨૨,૬૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને ૧૦૧ અરબ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના ૧૨મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

સંપત્તિમાં ઝડપથી વધારો થવાના કારણે હવે ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં સામેલ બીજા ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીથી સંપત્તિ મામલે માત્ર એક સ્થાન પાછળ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ ૧.૧ અરબ ડોલર અથવા ૯૧૨૩ કરોડથી વધુના તાજેતરના ઉછાળા બાદ ૧૦૮ અરબ ડોલર થઈ ગઈ છે. જો અંતરની વાત કરીએ તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર ૭ અરબ ડોલરનું અંતર બાકી છે.

આ પણ વાંચો :-

૦૮ ફેબ્રુઆરી ૨૦૨૪/ તમારો દુશ્મન જીતી જશે, તબિયત અચાનક બગડશે, આ રાશિના જાતકોનો ગુરુવાર પીડાદાયક, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક ક્ષેત્રે શુભફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય. તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષએત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ

જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ

સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાનસુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્ઠા વધે.