૧૦૦ અબજ ડોલર ક્લબમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

Share this story

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ ૨૦૨૪ શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. વાત જાણે એમ છે એક તરફ અદાણી ગ્રૂપમાંથી હિંડનબર્ગનો પડછાયો લગભગ દૂર થઈ ગયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ૧૦૦ અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને ૧૦૧ બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં જ ૨.૭૩ અરબ ડોલર અથવા ૨૨,૬૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને ૧૦૧ અરબ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના ૧૨મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

સંપત્તિમાં ઝડપથી વધારો થવાના કારણે હવે ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં સામેલ બીજા ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીથી સંપત્તિ મામલે માત્ર એક સ્થાન પાછળ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ ૧.૧ અરબ ડોલર અથવા ૯૧૨૩ કરોડથી વધુના તાજેતરના ઉછાળા બાદ ૧૦૮ અરબ ડોલર થઈ ગઈ છે. જો અંતરની વાત કરીએ તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર ૭ અરબ ડોલરનું અંતર બાકી છે.

આ પણ વાંચો :-