Home Blog Page 822

ગુજરાત ગૌણ સેવા મંડળ વર્ગ-૩ ભરતી લઈને મોટા સમાચાર, જાણો સંપૂર્ણ બાબત

0

ગુજરાત સરકારમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ૧ એપ્રિલથી વર્ગ ૩ની ૫૫૫૪ જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે જે ૧૯ દિવસ સુધી ચાલશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર ૨૧૨ માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ ૧ એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ ૮મી મે સુધી ચાલશે. ૧૧ જિલ્લાના ૫૫ સેન્ટર ઉપર દરરોજ ૩૨ હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે. gujarat gaun seva pasandgi mandal announces recruitment for 1176 posts | ગૌણ સેવા પસંદગી મંડળે 1176 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?

આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં ૦.૨૫ ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. ૧૦૦ માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. ૨૧ માર્ચ થી ઉમેદવારો પોતાના કોલ લીટર ડાઉન લોડ કરી શકશે. પરીક્ષાના ૧ કલાક અગાઉ પોહચવાનું રહશે. ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના ૧૫ મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ. ૪ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.

પેટા હિસાબનીશ સબ ઓડિટર અને હિસાબનીશ ઓડીટર, પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ-૩ પોસ્ટ માટે અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ઉમંદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

GSSSB Recruitment ૨૦૨૪, GSSSB ભરતી ૨૦૨૪ : કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ વેબસાઈટ “https://ojas.gujarat.gov.in“ ની મુલાકાત લો.
  • વેબસાઈટ પર જાઓ અને Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો
  • વધુ વિગતો પર ક્લિક કરો જાહેરાત/સૂચનાની વિગતો સમયાંતરે જોવામાં આવશે. જે ઉમેદવારોએ વાંચવું જોઈએ.
  • “હવે અરજી કરો” પર ક્લિક કરો એક નવી વિન્ડો ખુલશે. સૌ પ્રથમ “વ્યક્તિગત વિગતો” ઉમેદવારે ભરવાની છે.
  • વ્યક્તિગત વિગતો ભર્યા પછી હવે “શૈક્ષણિક વિગતો” ભરવાની રહેશે “સેવ” પર ક્લિક કરવાથી ઉમેદવારોનો “એપ્લિકેશન નંબર” જનરેટ થશે જે ઉમેદવારોએ રાખવાનો રહેશે.
  • હવે અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો, અહીં તમારો એપ્લિકેશન નંબર લખો અને તમારી જન્મ તારીખ લખો. હવે આ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે.
  • આ પેજની ટોચ પર આવેલ ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં “Application Confirm” પર ક્લિક કરો
  • હવે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો. પ્રિન્ટની એક નકલ લો અને તેને સાચવો.

પ્રાથમિક પરીક્ષા રાજ્યના ૫૫ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. ૧ લી એપ્રિલ થી ૮મી મેં સુધી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાની પરીક્ષાની તારીખમાં કોઈ અસર નહીં થાય. આવી સ્થિતિમાં પણ પરીક્ષા લેવામાં જ આવશે. જો પરીક્ષાની તારીખનાં દિવસે મતદાનની તારીખ આવે તો ફેરફાર કરવામાં આવશે.  પ્રથમ પરીક્ષા નું પરિણામ ઓગષ્ટ સુધી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવશે અને પછી ઝડપી પરિણામ આપી પાસ થનાર ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવાની નેમ સરકારે વ્યક્ત કરી છે. 

આ પણ વાંચો :-

 

ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ એશિયન ઈવેન્ટમાં ગોલ્ડ-3 સિલ્વર જીત્યા

0

ફિલિપાઈન્સના ન્યુ ક્લાર્ક સિટી ખાતે શુક્રવારે પૂર્ણ થયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના અમદાવાદમાં રહેતા આર્યન નેહરાએ ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. ૨૦ વર્ષીય સ્વિમર માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ છે. આર્યનએ ટુકડીનો ભાગ હતો જેણે ૧૮ અને તેથી વધુ વય શ્રેણીમાં પુરુષોની ૪×૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ૭:૨૬.૬૪નાં સમય સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવવાની સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને પોડિયમમાં ટોચ પર રહી હતી. આ ટુકડીમાં આર્યન નેહરા ઉપરાંત શ્રીહરી નટરાજ, અનીશ ગૌડા, સાજન પ્રકાશનો સમાવેશ થતો હતો. આ અગાઉ ૭:૨૯.૦૪નો રેકોર્ડ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં બન્યો હતો.

આર્યન નહેરા ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઈલ રેસ – ત્રણ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં તે બીજા સ્થાને રહ્યો અને સિલ્વર મેડલ જીત્યો. આર્યન નહેરાના પિતા વિજય નેહરા, જે ગુજરાત કેડરના IAS અધિકારી છે, ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આર્યન નહેરા દ્વારા ત્રણ સિલ્વર જીત્યા પછી, મેં તેને કહ્યું કે તે સારી રીતે સ્વિમિંગ કરી રહ્યો છે અને મેડલ પણ જીતી રહ્યો છે અને તેણે હવે માત્ર મેડલનો રંગ બદલવાની જરૂર છે. તે અને તેના સાથી ખેલાડીઓ ૪×૨૦૦ ફ્રીસ્ટાઈલ રિલે જીતીને આમ કરવામાં સફળ થયા.

આર્યન નેહરાએ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં સ્વિમિંગમાં મેળવેલો સમયએ રાષ્ટ્રીય રેકોર્ડ બની ગયો છે. જ્યારે અન્ય સ્પર્ધામાં નોંધાયેલા સમયને ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ કહેવામાં આવી રહ્યો છે. સ્વિમિંગમાં વય-જૂથ મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના તરવૈયાઓ વરિષ્ઠ અથવા A કેટેગરીમાં ભાગ લે છે. જુનિયર તરવૈયાઓ કે જેઓ ૧૬-૧૭ વર્ષના છે, તેઓ B ઈવેન્ટ્સમાં ભાગ લે છે જ્યારે ૧૪થી ૧૫ વર્ષના બાળકો C કેટેગરીમાં ભાગ લે છે.

ગાઝામાં ઈઝરાયલની ભયંકર હવાઈ હુમલો, ૭૦ લોકોનાં મોત, ૨૮૯ ઘાયલ

ગાઝામાં ઈઝરાયલની ભયંકર હવાઈ હુમલોનું પરિણામ થયું છે, જેને ૭૦ લોકોની મોત અને ૨૮૯ થી વધુ વ્યક્તિઓની ઘાયલાંની જાણ મેળવવામાં આવી છે. આ હમલા ગાઝામાં વિવિધ સ્થળો પર સ્થાનાંતરિત કરે છે. જેનો કારણ અનુશોચિત છે અને જનરલ ડેન્સ સ્પોકસમેન કહે છે કે આ હમલો ગાઝાની સભ્યતા પર અપશકુનક અને અસ્વભાવી પડકાર છે. ઈઝરાયલી સેના તેમના પ્રત્યુત્તર તરીકે હવાઈ હોમ લાંચ કરી છે, જે તેમના હોમલેસ રોકેટ નિર્માણકર્તાઓ અને તેમના અર્થશાસ્ત્રીઓ પર વિરુદ્ધ છે.

સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે ૨૩ લાખ પેલેસ્ટાઈની નાગરિકો ભૂખમરીથી પીડાઈ રહ્યાં છે. ગાઝામાં રહેતા લોકો ભોજન માટે વલખાં મારી રહ્યાં છે. તેમને માનવીય સહાય આપવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ફૂડ પેકેટ્સ, ભોજન સહિતની સામગ્રી આપવામાં આવી રહી હતી ત્યારે લોકો એ લેવા માટે લાઈનમાં ઉભા હતા. બરાબર એ જ વખતે ઈઝરાયલી સૈન્યએ  હવાઈ હુમલો કરી હતી.

સ્થાનિક હેલ્થ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકો સહાય મેળવવા ઉભા હતા ત્યારે અચાનક બોમ્બ વર્ષા થઈ હતી. તેના કારણે આખાય વિસ્તારમાં ભાગદોડ મચી હતી અને અરાજકતા સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી ઘણાંએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલોમાં પણ ઘાયલોને જમીન પર સૂવડાવીને સારવાર આપવી પડી હતી. મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વીજળીના અભાવે લોકોને હોસ્પિટલમાં પહોંચાડી શકાયા ન હતા. બીજી તરફ ઈઝરાયલી સૈન્યએ આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને એક નિવેદનમાં કહ્યું હતું કે આવા અહેવાલો તરફ ધ્યાન આપી રહ્યાં છીએ. પેલેસ્ટાઈનના અધિકારીઓના આંકડાં પ્રમાણ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૩૦ હજારનો ભોગ લેવાયો છે અને ઈજાગ્રસ્તોનો આંકડો પણ ૭૦ હજારને પાર થયો છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશની ઢાકામાં સાત માળની ઇમારતમાં આગ લાગતાં ૪૩ લોકોનું મૃત્યું

0

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન રાજધાની ઢાકામાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી ૪૩ લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની બર્ન્સ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે આગમાં અત્યાર સુધીમાં ૪૪ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર લગભગ ૪૦ ઘાયલોને શહેરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. મૃત્યુઆંકમાં પણ વધારો થઈ શકે છે.

એક પ્રેસ બ્રીફિંગમાં, આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને ખુલાસો કર્યો કે, ૭૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરતા પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અગ્નિશામકોએ જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનેલા લોકોનું મૃત્યુ ઇમારત પરથી કૂદકો માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓથી થયું હતું. ઈમારતમાંથી મૃતદેહોને રાહ જોઈ રહેલી ટ્રકમાં ખસેડવાની પ્રક્રિયા સવારે ૧ વાગ્યાથી શરૂ થઈ હતી.

પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ ૯:૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ગ્રાહકો જ્યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ, રેપિડ એક્શન બટાલિયન, જનરલ અંસાર અને અંસાર ગાર્ડ બટાલિયનના સહયોગથી 13 ફાયર સર્વિસ યુનિટોએ આગ ઓલવવા માટે અથાક મહેનત કરી હતી. ફાયર અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડામાં કેટલાક માળ પર રહેલા ગેસ સિલિન્ડરોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દાદરમાં ગાઢ ધુમાડાના કારણે લોકો તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળી શકતા ન હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં સંદેશખલી હિંસાના કેસમાં શાહજહાં શેખની ૫૫ દિવસ બાદ ધરપકડ

0

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. શેખને બંગાળ પોલીસે ૫૫ દિવસ પછી ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ શાહજહાંને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનનો એમનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોડી લેંગ્વેજ જોતા એવું લાગતું નહોતું કે તેના પર આટલા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તે દબંગની જેમ કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો.
ટીએમસી નેતા શાહજહાં સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ, જમીન હડપ કરવા અને ED પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આદિવાસી પરિવારોના ‘જાતીય શોષણ અને જમીન હડપ કરવા’ માટે TMC નેતા અને તેના સહયોગીઓ સામે ૫૦ ફરિયાદો મળી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ ૧,૨૫૦ ફરિયાદો મળી છે, જેમાંથી ૪૦૦ કેસ જમીન સંબંધિત છે. ધરપકડના મામલે વિપક્ષ સતત મમતા સરકાર પર નિશાન સાધી રહ્યું હતું.
શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતાની રીતે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ૫ જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી. તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને ૫૫ દિવસ થઈ ચુક્યા છે.
આ પણ વાંચો :-

પંજાબના ૧૪ હજાર ખેડૂતો, ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી… શંભુ બોર્ડર પર બની રણભૂમિ

0

શંભુ બોર્ડર પર હવે ખેડૂત આંદોલનની સ્થિતિ વધુ ઉગ્ર બની રહી છે. સવારે પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર દિલ્હી ચલો માર્ચ હેઠળ ખેડૂતોએ આગળ વધવાનું શરૂ કર્યું, ત્યારે તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા. જેના કારણે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, તે દરમિયાન, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે વિરોધીઓને આગળ ન વધવાની અપીલ કરી.

દરમિયાન, સરકારે અંદાજ લગાવ્યો છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર ૧૨૦૦ ટ્રેક્ટર-ટ્રોલી, ૩૦૦ કાર, ૧૦ મિની બસો તેમજ નાના વાહનો સાથે લગભગ ૧૪,૦૦૦ લોકો એકઠા થયા છે. જો કે, પ્રશાસન પણ તેમને રોકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માત્ર હરિયાણામાં જ નહીં, દિલ્હીની સરહદો પણ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. ખેડૂતોની કૂચને લઈને દિલ્હી પોલીસે દરેક ખૂણા પર તકેદારી રાખી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ બુધવારે દિલ્હી તરફ ખેડૂતોની કૂચ વચ્ચે ખેડૂતોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

હરિયાણા પોલીસને ડર છે કે આ મશીનો દ્વારા પંજાબ અને હરિયાણા બોર્ડર પોઈન્ટ પર તહેનાત જવાનોને નુકસાન થઈ શકે છે. પોલીસે ટ્વિટરની મદદથી એક પોસ્ટ કરતાં અપીલ કરી હતી કે પોકલેન, JCB ના માલિકો અને ઓપરેટરોને વિનંતી છે કે કૃપા કરીને દેખાવકારોને તમારા સાધનો ઉપલબ્ધ ન કરાવો અને તેમને દેખાવસ્થળ પરથી હટાવી લો કારણ કે તેનો ઉપયોગ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે અને તમારી સામે કાર્યવાહી થઇ શકે છે.

વાટાઘાટો દરમિયાન, કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે સરકાર એવી તમામ પેદાશો જેની સરકાર મોટા પાયે આયાત કરી રહી છે અને તેમાં કઠોળ અગ્રણી છે તેની સંપૂર્ણ ખરીદી અને MSP આપવા સરકાર તૈયાર છે. જો કે આ માટે ખેડૂતોએ આવા વધુ પાક ઉગાડવા પડશે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આવતીકાલે ચંદીગઢમાં યુનાઇટેડ કિસાન મોરચાની બેઠક છે. તેઓ ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. આ બેઠક રૂબરૂ યોજાશે, જેમાં દેશભરના ખેડૂતો ભાગ લેશે. MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશને નુકસાન થશે. સરકાર આ મુદ્દે વાત કરી રહી નથી.

બિહારમાં ટ્રક અને ટેમ્પોની ભયાનક ટક્કર, ૮ લોકોના મોત, ૭ ઘાયલ

0

બિહારના લખીસરાયમાંથી મોટી ખબર સામે આવી રહી છે. જ્યાં મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. ત્યાં જ દુર્ઘટનામાં ૬થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના રામગઢચોક વિસ્તારના બિહરોરા ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી દીધી જેનાથી ઓટોના ચીથડા ઉડી ગયા. ઘટના લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરૌરા ગાંમની નજીક બની છે.

મોબાઈલ ફોનના આધારે પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જાણકારી મુજબ દુર્ઘટના સમયે ઓટોમાં લગભગ ૧૫ લોકો સવાર હતા, જેમાંથી ૮ લોકોના મોત, મૃતકોમાંથી ૮ લોકો મુંગેર જિલ્લાના જમાલપુર વિસ્તારના રહેવાસી છે. આ તમામ લોકો કેટરિંગનું કામ કરતા હતા, જેઓ કામ કરીને સિકંદરાથી લખીસરાઈ આવતા હતા.

રિપોર્ટ અનુસાર મોડી રાત્રે એક ડઝનથી વધુ લોકો લગ્નમાં કેટરિંગનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતા વાહને તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ૨૪ વર્ષના જોડિયા ભાઈઓ વિકાસ કુમાર અને વિનય કુમાર, મુંગેર જિલ્લાના જમાલપુર છોટી કેશોપુરના રહેવાસી ચેતન, ૨૦ વર્ષના દિવાના કુમાર અને ૧૮ વર્ષના અમિત કુમાર, ૧૮ વર્ષના મોનુ કુમાર, ૧૭ વર્ષના રોહિત પાસવાન, તાતરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશ્વરા ગામના રહેવાસી ૧૮ વર્ષના અનુજ કુમાર અને ઓટો ડ્રાઈવર મનોજ ગોસ્વામીનું મૃત્યુ થયું હતું.

લખીસરાય નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર અમિત કુમારે જણાવ્યું કે, આ અકસ્માત ઝુલઝુ ના ગામ પાસે થયો હતો. મોડી રાત્રે અકસ્માતની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ પહોંચી ત્યાં સુધીમાં ૮ લોકોના મોત થઈ ચૂક્યા હતા. બધા હલસી થી પાછા ફરી રહ્યા હતા.

રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના માનહાનિના કેસમાં મળ્યા જામીન

0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે.

રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૮માં કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે કેરળમાં વાયનાડથી પાર્ટી સાંસદ ભારત જોડો ન્યાયયાત્રા રોકીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે અમેઠીમાં રાહુલ ગાંધીની યાત્રા છે. રાહુલ ગાંધી ૨૦૧૮ના માનહાનિ કેસમાં હાજર થવા સુલતાનપુર કોર્ટ પહોંચ્યા હતા. સુલતાનપુર MP-MLA કોર્ટે તેમને જામીન આપ્યા અને તેઓ અમેઠી જવા રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં અમેઠીમાં રોકાયા છે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા ઉત્તર પ્રદેશના લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે.

સહકારી બેંકના પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા વિજય મિશ્રાએ પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં થોડા દિવસ પહેલા નિર્ણય આવ્યો હતો. જજે રાહુલ ગાંધીને કેસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે, ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ ભાજપના કાર્યકર્તા અનિરુદ્ધ શુક્લા અને દિનેશ કુમારે તેમના મોબાઈલ પર એક વીડિયો ક્લિપ બતાવી હતી. જેમાં રાહુલ ગાંધી અમિત શાહને ખૂની કહી રહ્યા હતા. આ નિવેદનો બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના છે, જે જસ્ટિસ લોયાના મૃત્યુ અંગે હતી.

કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને આજે સુલ્તાનપુરમાં ઉત્તરપ્રદેશ જિલ્લા કોર્ટમાં હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. ૪ ઓગ્સ્ટ ૨૦૧૮ના રોજ ભાજપ નેતાએ માનહાનિ કેસ દાખલ કરતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંત્યો છે. આજે બપોરે ૨ વાગ્યે અમેઠીના ફુરસતગંજથી ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ થશે.

આ પણ વાંચો :-

એક્ટર ઋતુરાજ સિંહનું ૫૯ વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

0

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહ કે જેઓ તાજેતરમાં અનુપમામાં અનુજના બાયોલોજીકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા તે ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા. અભિનેતાનું માત્ર ૫૯ વર્ષની વયે અવસાન થયું છે અને તેના સ્વાદુપિંડને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેમના નિધનના સમાચાર તેમના ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન છે. ઋતુરાજ સ્વાદુપિંડની કોઈ બિમારીથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

ઋતુરાજના નજીકના મિત્ર અમિતે કહ્યુ કે, ‘ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું. એમને પહેલાથી જ પેનક્રિયાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.’ અભિનેતાના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઋતુરાજે એમના કરિયરની શરૂઆત ૧૯૯૩માં ટીવી શો ‘બનેગી અપની બાત’થી કરી હતી. આ પછી એમને ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’ અને ‘આહટ ઔર અદાલત’ જેવા ઘણા શોમાં કામ કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી તે ‘અનુપમા’માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ એમને શાહરૂખ ખાન સાથે ‘ડર’ અને ‘બાઝીગર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય ઋતુરાજ ‘મેડ ઇન હેવન‘ અને ‘બંદિશ બેન્ડિટ્સ’ જેવી વેબ સિરીઝનો પણ ભાગ હતા.

આ પણ વાંચો :-

આજે PM મોદીએ ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. સંભાલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોના ૧૦ અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે. જેને બનતા ૫ વર્ષ લાગશે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ ૪૩૨૦૦૦ વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ ૧ ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.

‘અગ્નિ પુરાણ’ના સોળમા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે. જે કળિયુગના પાપીઓનો નાશ કરશે. ભગવાનનો આ અવતાર ૬૪ કલાઓથી સજ્જ હશે. કલ્કિ ભગવાન શિવની તપસ્યા કરશે અને તેમની પાસેથી ચમત્કારિક શક્તિઓ મેળવીને અધર્મનો નાશ કરશે.

પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે તમારો આશીર્વાદ જળવાઈ રહેવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં પણ આવા કામ કરતો રહું. જે સારા કામ રહી ગયા છે તે આવતી વખતે ચોક્કસ પૂરાં કરીશ. આડકતરી રીતે અગાઉની સરકાર સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાંક લોકો મારા માટે આ સારા કામ છોડી ગયા હતા જેને હવે હું પૂરાં કરી રહ્યો છું. કલ્કી ધામમાં વિષ્ણુના તમામ અવતારો બિરાજશે.