બિહારમાં ટ્રક અને ટેમ્પોની ભયાનક ટક્કર, ૮ લોકોના મોત, ૭ ઘાયલ

Share this story

બિહારના લખીસરાયમાંથી મોટી ખબર સામે આવી રહી છે. જ્યાં મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. ત્યાં જ દુર્ઘટનામાં ૬થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના રામગઢચોક વિસ્તારના બિહરોરા ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી દીધી જેનાથી ઓટોના ચીથડા ઉડી ગયા. ઘટના લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરૌરા ગાંમની નજીક બની છે.

મોબાઈલ ફોનના આધારે પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જાણકારી મુજબ દુર્ઘટના સમયે ઓટોમાં લગભગ ૧૫ લોકો સવાર હતા, જેમાંથી ૮ લોકોના મોત, મૃતકોમાંથી ૮ લોકો મુંગેર જિલ્લાના જમાલપુર વિસ્તારના રહેવાસી છે. આ તમામ લોકો કેટરિંગનું કામ કરતા હતા, જેઓ કામ કરીને સિકંદરાથી લખીસરાઈ આવતા હતા.

રિપોર્ટ અનુસાર મોડી રાત્રે એક ડઝનથી વધુ લોકો લગ્નમાં કેટરિંગનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતા વાહને તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ૨૪ વર્ષના જોડિયા ભાઈઓ વિકાસ કુમાર અને વિનય કુમાર, મુંગેર જિલ્લાના જમાલપુર છોટી કેશોપુરના રહેવાસી ચેતન, ૨૦ વર્ષના દિવાના કુમાર અને ૧૮ વર્ષના અમિત કુમાર, ૧૮ વર્ષના મોનુ કુમાર, ૧૭ વર્ષના રોહિત પાસવાન, તાતરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશ્વરા ગામના રહેવાસી ૧૮ વર્ષના અનુજ કુમાર અને ઓટો ડ્રાઈવર મનોજ ગોસ્વામીનું મૃત્યુ થયું હતું.

લખીસરાય નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર અમિત કુમારે જણાવ્યું કે, આ અકસ્માત ઝુલઝુ ના ગામ પાસે થયો હતો. મોડી રાત્રે અકસ્માતની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ પહોંચી ત્યાં સુધીમાં ૮ લોકોના મોત થઈ ચૂક્યા હતા. બધા હલસી થી પાછા ફરી રહ્યા હતા.