રાહુલ ગાંધીને અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના માનહાનિના કેસમાં મળ્યા જામીન

Share this story

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે.

રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૮માં કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે કેરળમાં વાયનાડથી પાર્ટી સાંસદ ભારત જોડો ન્યાયયાત્રા રોકીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે અમેઠીમાં રાહુલ ગાંધીની યાત્રા છે. રાહુલ ગાંધી ૨૦૧૮ના માનહાનિ કેસમાં હાજર થવા સુલતાનપુર કોર્ટ પહોંચ્યા હતા. સુલતાનપુર MP-MLA કોર્ટે તેમને જામીન આપ્યા અને તેઓ અમેઠી જવા રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં અમેઠીમાં રોકાયા છે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા ઉત્તર પ્રદેશના લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે.

સહકારી બેંકના પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા વિજય મિશ્રાએ પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં થોડા દિવસ પહેલા નિર્ણય આવ્યો હતો. જજે રાહુલ ગાંધીને કેસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે, ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ ભાજપના કાર્યકર્તા અનિરુદ્ધ શુક્લા અને દિનેશ કુમારે તેમના મોબાઈલ પર એક વીડિયો ક્લિપ બતાવી હતી. જેમાં રાહુલ ગાંધી અમિત શાહને ખૂની કહી રહ્યા હતા. આ નિવેદનો બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના છે, જે જસ્ટિસ લોયાના મૃત્યુ અંગે હતી.

કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને આજે સુલ્તાનપુરમાં ઉત્તરપ્રદેશ જિલ્લા કોર્ટમાં હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. ૪ ઓગ્સ્ટ ૨૦૧૮ના રોજ ભાજપ નેતાએ માનહાનિ કેસ દાખલ કરતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંત્યો છે. આજે બપોરે ૨ વાગ્યે અમેઠીના ફુરસતગંજથી ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ થશે.

આ પણ વાંચો :-