એક્ટર ઋતુરાજ સિંહનું ૫૯ વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

Share this story

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહ કે જેઓ તાજેતરમાં અનુપમામાં અનુજના બાયોલોજીકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા તે ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા. અભિનેતાનું માત્ર ૫૯ વર્ષની વયે અવસાન થયું છે અને તેના સ્વાદુપિંડને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેમના નિધનના સમાચાર તેમના ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન છે. ઋતુરાજ સ્વાદુપિંડની કોઈ બિમારીથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

ઋતુરાજના નજીકના મિત્ર અમિતે કહ્યુ કે, ‘ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું. એમને પહેલાથી જ પેનક્રિયાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.’ અભિનેતાના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઋતુરાજે એમના કરિયરની શરૂઆત ૧૯૯૩માં ટીવી શો ‘બનેગી અપની બાત’થી કરી હતી. આ પછી એમને ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’ અને ‘આહટ ઔર અદાલત’ જેવા ઘણા શોમાં કામ કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી તે ‘અનુપમા’માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ એમને શાહરૂખ ખાન સાથે ‘ડર’ અને ‘બાઝીગર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ સિવાય ઋતુરાજ ‘મેડ ઇન હેવન‘ અને ‘બંદિશ બેન્ડિટ્સ’ જેવી વેબ સિરીઝનો પણ ભાગ હતા.

આ પણ વાંચો :-