ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ એશિયન ઈવેન્ટમાં ગોલ્ડ-3 સિલ્વર જીત્યા

Share this story

ફિલિપાઈન્સના ન્યુ ક્લાર્ક સિટી ખાતે શુક્રવારે પૂર્ણ થયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના અમદાવાદમાં રહેતા આર્યન નેહરાએ ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. ૨૦ વર્ષીય સ્વિમર માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ છે. આર્યનએ ટુકડીનો ભાગ હતો જેણે ૧૮ અને તેથી વધુ વય શ્રેણીમાં પુરુષોની ૪×૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ૭:૨૬.૬૪નાં સમય સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવવાની સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને પોડિયમમાં ટોચ પર રહી હતી. આ ટુકડીમાં આર્યન નેહરા ઉપરાંત શ્રીહરી નટરાજ, અનીશ ગૌડા, સાજન પ્રકાશનો સમાવેશ થતો હતો. આ અગાઉ ૭:૨૯.૦૪નો રેકોર્ડ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં બન્યો હતો.

આર્યન નહેરા ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઈલ રેસ – ત્રણ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં તે બીજા સ્થાને રહ્યો અને સિલ્વર મેડલ જીત્યો. આર્યન નહેરાના પિતા વિજય નેહરા, જે ગુજરાત કેડરના IAS અધિકારી છે, ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આર્યન નહેરા દ્વારા ત્રણ સિલ્વર જીત્યા પછી, મેં તેને કહ્યું કે તે સારી રીતે સ્વિમિંગ કરી રહ્યો છે અને મેડલ પણ જીતી રહ્યો છે અને તેણે હવે માત્ર મેડલનો રંગ બદલવાની જરૂર છે. તે અને તેના સાથી ખેલાડીઓ ૪×૨૦૦ ફ્રીસ્ટાઈલ રિલે જીતીને આમ કરવામાં સફળ થયા.

આર્યન નેહરાએ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં સ્વિમિંગમાં મેળવેલો સમયએ રાષ્ટ્રીય રેકોર્ડ બની ગયો છે. જ્યારે અન્ય સ્પર્ધામાં નોંધાયેલા સમયને ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ કહેવામાં આવી રહ્યો છે. સ્વિમિંગમાં વય-જૂથ મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના તરવૈયાઓ વરિષ્ઠ અથવા A કેટેગરીમાં ભાગ લે છે. જુનિયર તરવૈયાઓ કે જેઓ ૧૬-૧૭ વર્ષના છે, તેઓ B ઈવેન્ટ્સમાં ભાગ લે છે જ્યારે ૧૪થી ૧૫ વર્ષના બાળકો C કેટેગરીમાં ભાગ લે છે.