પશ્ચિમ બંગાળમાં સંદેશખલી હિંસાના કેસમાં શાહજહાં શેખની ૫૫ દિવસ બાદ ધરપકડ

Share this story

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. શેખને બંગાળ પોલીસે ૫૫ દિવસ પછી ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ શાહજહાંને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનનો એમનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોડી લેંગ્વેજ જોતા એવું લાગતું નહોતું કે તેના પર આટલા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તે દબંગની જેમ કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો.
ટીએમસી નેતા શાહજહાં સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ, જમીન હડપ કરવા અને ED પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આદિવાસી પરિવારોના ‘જાતીય શોષણ અને જમીન હડપ કરવા’ માટે TMC નેતા અને તેના સહયોગીઓ સામે ૫૦ ફરિયાદો મળી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ ૧,૨૫૦ ફરિયાદો મળી છે, જેમાંથી ૪૦૦ કેસ જમીન સંબંધિત છે. ધરપકડના મામલે વિપક્ષ સતત મમતા સરકાર પર નિશાન સાધી રહ્યું હતું.
શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતાની રીતે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ૫ જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી. તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને ૫૫ દિવસ થઈ ચુક્યા છે.
આ પણ વાંચો :-