લોકસભાની ચૂંટણીને પગલે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી છે. જેમાં સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ CA ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓની નવી તારીખોની ૧૯ માર્ચના જાહેરાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર ઈન્ટરમીડિયેટ કોર્સની પરીક્ષા ગ્રુપ ૧ની પરીક્ષા ૩, ૫ અને ૯ મે ૨૦૨૪ના રોજ લેવામાં આવશે અને ગ્રુપ ૨ની પરીક્ષા ૧૦, ૧૪ અને ૧૬ મે ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ ૧૪ અને ૧૬ મે, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને કારણે સીએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ૧૯મી એપ્રિલ ૨૦૨૪થી શરૂ થશે અને ૧લી જૂન ૨૦૨૪ના રોજ પૂર્ણ થશે. તમામ તબક્કાઓની મતગણતરી ૪ જૂન ૨૦૨૪ના રોજ કરવામાં આવશે. ICAIએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો :-

ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે ૨૭ માર્ચ સુધી
મેષઃ
તેમણે આ સંબંધિત એક પત્ર લખ્યો છે અને આ પાર્ટી અધ્યક્ષ એટલે કે પોતાના સસરા શિબૂ સોરેનને મોકલ્યો છે.
રાજ્યસભાની સદસ્યતા લેવા પર સંજય સિંહની પત્ની અનીતા સિંહે કહ્યું, આ અમારા માટે ખુશીનો દિવસ છે. અંતે તેમણે શપથ લીધા.
પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને જારી કર્યો છે.
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ અંગે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી છે. આ ઉપરાંત
કેતન ઇનામદારે પોતાનું રાજીનામું રાજ્ય
સુરતના અમરોલીમાં દેહ વ્યપાર, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસની સફળતા મળી છે. મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ ઓળખ ધારણ કરીને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી હતી. તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી તેને
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ માટે બિહારમાં 