લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે સાબરકાંઠાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે સાબરકાંઠાથી જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે.
વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. મહત્વનું છે કે, વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. અહી સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતના રાજકારણમાં ક્યારય ન બનતી ઘટનાઓ ૨૦૨૪ની ચૂંટણી બની રહી છે. ભાજપે ગુજરાતમાં ૨૨ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી હતી. આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. આ તરફ હવે બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.
ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે સાબરકાંઠામાં દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે, ભીખાજીના નામની જાહેરાતના થોડા કલાકોમાં જ તેમની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ હતો, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ હતી.

હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય જૂનાગઢ અને કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં ૪૩ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. ૧૧ શહેરોમાં તાપમાનનો પારો
સુરત મામલતદારે પોલીસ સાથે રેડ કરી હતી. જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી
EDની ટીમ શનિવારે સવારે મતિયાલાથી
રશિયન રાજધાનીના ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. રશિયાની ઉચ્ચ તપાસ એજન્સી
મેષઃ
આ ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થયા બાદ વધુ ત્રણ નવી બેઠકો ખાલી થશે. હિમાચલ પ્રદેશની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં જ ત્રણ વિધાનસભા બેઠકો પર પણ
સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ પુરપાટ ઝડપે દોડી આવેલી ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ગાડી નંબર (GJ ૦૫ RU ૯૯૮૮) ઇનોવા કારના ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.
ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી ૯ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને
કેજરીવાલની ૨૧ માર્ચે સીએમ હાઉસ માઠી ધરપકડ કરવામાં આવી હતી. તેમની રાત ઇડી લોકઅપમાં વિતાવી હતી. આ દરમિયાન 