ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રોહન ગુપ્તાએ અંગત પારિવારીક કારણોને લઈને રાજીનામું આપ્યં છે. નેશનલ સોશલ મીડિયા કો-ઓર્ડિનેટર છે રોહન ગુપ્તા. પિતાની નાદુરસ્ત તબિયત બાદ કેટલાક નેતાઓએ કર્યા હતા રોહન ગુપ્તા પર આરોપ. પક્ષના જ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તા.
રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ૪૦ વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી.
આ પણ વાંચો :-

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલ છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા. જેમાં હવે આજે આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા.
ઇન્ડિયા ગઠબંધન અને
આ મામલે જિલ્લા
ISROએ કહ્યું કે, RLV LEX-૦૨ લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં
મેષ
આજે ગુરુવારે સોનાની કિંમતમાં થયેલા વધારાને કારણે MCX પર સોનાની કિંમત ૬૬,૯૪૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. કોમોડિટી માર્કેટ ખુલ્યાની થોડી જ મિનિટોમાં સોનું આ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું હતું.
પોલીસને બાતમી મળી હતી કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં
૩૧ માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાવવાની છે. ધોરણ ૧૨ સાયન્સ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 