Home Blog Page 803

પતંજલિની ભ્રામક જાહેરાત મુદ્દે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં માંગી માફી

0

 આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, આ કેસમાં બંનેનું એફિડેવિટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે, બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.

Rs 1 crore penalty for every misleading ads: Ramdev's Patanjali clarifies on SC orderબાબા રામદેવના વકીલે કહ્યું, ‘અમે આ કોર્ટથી ભાગી રહ્યા નથી. શું હું આ થોડા ફકરાઓ વાંચી શકું? શું હું હાથ જોડીને કહી શકું કે સજ્જન પોતે કોર્ટમાં હાજર છે અને કોર્ટ તેમની માફી નોંધી શકે છે. સુનાવણી દરમિયાન પતંજલિના વકીલે ભ્રામક જાહેરાત અંગે કહ્યું કે અમારા મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નથી. તેથી જ આવી જાહેરાત થઈ. તેના પર જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેંચે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે તમને આની જાણ ન હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનોને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર૧-૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ એમ પણ કહ્યું કે બાબા રામદેવે યોગના મામલે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. IMAના વકીલે કહ્યું કે તેણે તેની જાહેરાત કરવી જોઈએ, પરંતુ તેમાં એલોપેથી મેડિકલ સિસ્ટમની બિનજરૂરી ટીકા કરવી જોઈએ નહીં. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ પણ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આંખો કેમ બંધ રાખી.

આ પણ વાંચો :-

સુરતમાં ખાનગી સોસાયટીઓની ડ્રેનેજ લાઇન બદલવા પાલિકાની કવાયત

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીઓની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની અનેક ફરિયાદ આવી રહી છે. આ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન ૩૦ થી ૩૫ વર્ષ જૂની હોવાથી જર્જરિત થતાં આવી ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આવી લાઇન બદલવા માટે ઝોન અને ડ્રેનેજ વિભાગ દ્વારા સર્વે કરવામા આવી રહ્યો છે. હાલમાં સેન્ટ્રલ ઝોનમાં એક સોસાયટીમાં વિસ્માત થયેલી ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. અને આગામી દિવસોમાં સુરત શહેરમાંથી ૫૦ જેટલી સોસાયટીઓમાં વિસ્માત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

Surat : સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી, અઠવાડિયા સુધી રહેશે ડાઈવર્ઝન - Gujarati News | Surat: Drainage line replacement operation in Central Zone area ...સુરતના કોટ વિસ્તાર અને કતારગામ-રાંદેર અને અઠવા ઝોન સહિત અન્ય ઝોનમાં કેટલીક સોસાયટીઓમાં ૩૦ થી ૩૫ વર્ષ જુની ડ્રેનેજ લાઈન છે તેને બદલવા માટે અરજીઓ આવી છે તે અરજીઓ પર ઝોનના ડ્રેનેજ વિભાગ અને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કન્સલ્ટન્ટ પાસે સર્વે કરાવીને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ડ્રેનેજ લાઈન બદલવામાં આવશે. વિસ્માત થયેલી ડ્રેનેજ લાઇન બદલવા માટેની નીતિ હાલ અમલમાં છે તેના આધારે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર ૪ માં આવેલી એક સોસાયટીમાં ૩૫ વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે.

સુરત શહેરમાં વર્ષો જુના ડ્રેનેજ નેટવર્ક ધરાવતા સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના આધારે આ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી સાથે સાથે સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ દ્વારા વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી ડ્રેનેજ લાઈનને બદલે નવી લાઈન નાખવા માટેની અરજી પણ આવી હતી.

તાજેતરમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર ૪માં આવેલી એક સોસાયટીમાં ૩૫ વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. તે ઉપરાંત અઠવા ઝોનમાં ૧૪, રાંદેર ઝોનમાં ૨૨ અને ઉધના એ ઝોનમાં ૨, લિંબાયત ઝોનમાં ૧૨ સહિત ૫૦ જેટલી ખાનગી સોસાયટીઓમાં જર્જરિત થયેલી લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

૦૨ એપ્રીલ, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્ર સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડાના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુન

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહ

સંતાન સબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યા

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાયુર્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રો નો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિક

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધન

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકર

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

સુરતમાં કરણીસેનાએ રૂપાલાની વિરોધમાં ક્લેક્ટરને આપ્યું આવેદનપત્ર

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. સુરતમાં ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે, સુરત શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. અહીં ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ના પૉસ્ટરો સાથે ક્ષત્રિય સમાજે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કમળનો વિરોધ કરવામાં આવ્યો છે. રૂપાલાને હટાવવામાં નહીં આવે તો આનાથી જલદ અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Lok Sabha Election: Surat Kshatriya Sangathan protest to Parshottam Rupala over the comments on the Kshatriya Samaj Woman | 'કમલ કા ફૂલ હમારી ભૂલ' ના પૉસ્ટર સાથે સુરતમાં ક્ષત્રિયો એકઠા થયા ...પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાં પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ નવુ પૉસ્ટર વૉર શરૂ થયું છે, જેમાં લખવામા આવ્યુ છે કે, કમલ કા ફૂલ હમારી ભૂલ. શહેરમાં કરણી સેના, રાજપૂત ક્ષત્રિય સમાજ, મહાકાલ સેના સહિતના સંગઠનો પરશોત્તમ રૂપાલાનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે, હાલમાં ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ના પૉસ્ટર સાથે વિરોધ શરૂ થયો છે.

રાજપૂત કરણીસેનાના સુરત શહેર પ્રમુખ ધિરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલું નિવેદન ખૂબ જ નિંદનીય છે, તે માત્ર રાજકીય આગેવાનોની સામે માંગી છે તેમણે કોઈપણ હાજરીમાં માફી માંગી નથી. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી કપશે નહિ, ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહશે, જો અમારે રસ્તા ઉપર પણ ઊતરવું પડશે તો ઉતરીશું.

સુરત જિલ્લાના અધ્યક્ષ શંભુસિંહ દરબારએ કહ્યું કે, પુરૂષોતમ રૂપાલાની ટીકિટ રદ્દ થવાની માગ છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવશે. કોઈ નેતાએ આવું ન બોલવું જોઈએ. માફી માગવાથી કશું જ ન થાય તેમને ભૂલનો અહેસાસ થવો જોઈએ. જો રૂપાલાની ટીકિટ રદ્દ ન થાય તો અમે કમલનું ફૂલ અમારી ભૂલ એ સાબિત કરી દઈશું.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ, ASI સર્વે ચાલુ રહેશે

0

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદમાં ASIના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ‘ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદ’ પર સર્વે કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નિર્દેશ આપતા મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર નોટિસ જારી કરી હતી. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે.

MP: ASIએ ભોજશાળામાં સર્વેની કામગીરી શરૂ, મુસ્લિમ પક્ષ SC પહોંચ્યોસુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ASI સર્વે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે ત્યાં એવું કોઈપણ ભૌતિક ઉત્ખનન ન થવું જોઈએ કે જેનાથી કોઈ ધાર્મિક ચરિત્ર બદલી જાય. SCએ મુસ્લિમ પક્ષની અરજી પર નોટિસ જારી કરી છે અને હિન્દુ પક્ષ પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

ભોજશાળાના સર્વેની વચ્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. ૨૨ માર્ચે ધારની ભોજશાળામાં સર્વેની શરૂઆત કરવામાં આવી હતી. વારાણસીના જ્ઞાનવાપીની જેમ ભોજનશાળામાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ પક્ષે ૨૨ માર્ચે જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોરોનાના નવા ૪૨ એક્ટિવ કેસ, એક પણ મોત નહીં

0

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં કોરોનાના ૪૨ એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં લોકોમાં ચિંતા વધી છે. તેમાં અમદાવાદ સિવિલમાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. તથા કોરોના કેસમાં પણ વધારો થયો છે. ધીમેધીમે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૩૪,૪૨૨ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

6 Covid cases in Gujarat, Minister says 34 oxygen tanks operational | Ahmedabad News - The Indian Expressદેશમાં અત્યાર સુધી ૫,૩૩,૫૫૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૫,૦૦,૧૩૫ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૮૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૭૩૫ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે.  જેમની હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર ચાલી રહી છે. જેમાંથી ૩ પુરુષ અને બે મહિલાઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓની ઉંમર ૩૨થી ૬૫ વર્ષ વચ્ચેની છે. ૫ દર્દીઓમાંથી ૨ દર્દીઓને વેન્ટિલેટર, એક દર્દીને બાઈપેપ, એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ, બદલ્યા ૩૦ શહેરોના નામ

0

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ કરી છે. ચીને અરુણાચલ પ્રદેશના ૩૦ સ્થળોને પોતાનું હોવાનો દાવો કરીને તેના ચીની નામો રાખ્યા છે. ચીન પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ તેનો હિસ્સો છે જેના પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. ભારત સતત ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, તેમ છતાં ચીન પોતાના પગલાથી પીછેહઠ કરી રહ્યું નથી.

અરુણાચલ પ્રદેશમાં 15,200 ફૂટની ઊંચાઈએ ભારત અને ચીન આમને-સામને! બંને બાજુથી સૈનિકોની ભારે તૈનાતી - SATYA DAYપીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આર્મી ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી ચીન સ્તબ્ધ છે. તેઓ અરુણાચલ પ્રદેશને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. જો કે, યોગ્ય જવાબ આપતા, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. આ પહેલા પણ ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને નકારી રહ્યું છે. ભારત કહે છે કે રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને “કાલ્પનિક” નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.

આ આદેશને ૧ મેથી લાગુ કરવા માટે કલમ ૧૩માં જોગવાઈ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે અને તેને જંગનાન કહે છે. ઉપરાંત તેમણે અરુણાચલ પ્રદેશને તિબેટીયન વિસ્તાર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ૨૦૧૭માં અરુણાચલ પ્રદેશમાં છ સ્થળોના નામ બદલવાની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ પછી, ૨૦૨૧ માં ૧૫ સ્થળોની બીજી સૂચિ બહાર પાડવામાં આવી. વર્ષ ૨૦૨૩માં ત્રીજી વખત ૧૧ સ્થળોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી.

હવે ચોથી યાદીમાં ૩૦ સ્થળોના નામ બદલી નાંખ્યા છે. જો કે આ નામો વિશે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ નામો અરુણાચલ પ્રદેશના ૧૧ રહેણાંક વિસ્તારો, ૧૨ પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે.

આ પણ વાંચો :-

ટેક્સ વસૂલાત મુદ્દે કોંગ્રેસને ‘સુપ્રીમ’ રાહત, લોકસભા ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં થાય

0

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ આવકવેરા વિભાગે કોંગ્રેસને ૧૭૦૦ કરોડની વસૂલાત માટે નોટિસ આપી છે. પાર્ટી આનાથી ચિંતિત છે અને લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. સુનાવણી દરમિયાન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આશ્વાસન આપ્યું કે હાલ આ મામલે કોઈ એક્શન નહીં લેવામાં આવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની વાત સાંભળતા આ મામલે સુનાવણી ૨૪ જુલાઈ સુધી ટાલી દીધી.

કેન્દ્ર સરકાર ઈનકમ ટેક્સ વિભાગનો ઉપયોગ કરીને પાર્ટીને અસ્થિર કરવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હજુ ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે, ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે. વાસ્તવમાં કોંગ્રેસે હાઈકોર્ટના ૨૦૧૬ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ઈનકમ ટેક્સ વિભાગ તેમને નોટિસ જાહેર કરી રહ્યું છે.

તુષાર મહેતાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, પરંતુ લોકસભાની ચૂંટણી આવી રહી છે. અમે અત્યારે કોઈ કાર્યવાહી કરીશું નહીં. ઈન્કમટેક્સે કોર્ટને ખાતરી આપી હતી કે ચૂંટણીનો સમય છે. તેથી અમે આ નાણાંની વસૂલાત અંગે કોઈ પગલાં લઈશું નહીં.

નોંધનીય છે કે, ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી, ૫ લોકોનાં મોત, ૧૦૦ ઘાયલ

0

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોરદાર પવનને કારણે જિલ્લાના મુખ્ય મથક શહેર અને મૈનાગુરી જેવા આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. આ વાવાઝોડામાં અનેક મકાનો, વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે રાજારહાટ, બરનીશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારી વિસ્તાર આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ મધ્ય પ્રદેશ, દક્ષિણ આંધ્ર પ્રદેશ, ઉત્તરી અંતરિયાળ કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગણાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રવિવારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન સરેરાશથી ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, કોંકણ, ગોવા, આસામ, મેઘાલયમાં પણ આજે આ જ સ્થિતિ જોવા મળી હતી.

બંગાળ ચક્રવાત અંગે મળતી માહિતી પ્રમાણે આ તોફાનના કારણે ૪૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે માહિતી માટે તમને જણાવી દઈએ કે ભારે વરસાદ અને તોફાન માત્ર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જોવા મળ્યું નથી, આ સિવાય આસામ, મિઝોરમ અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદ થયો છે. આસામના ગુવાહાટીમાં આવેલા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.

PM નરેન્દ્ર મોદીએ જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાન અને અસરગ્રસ્ત પરિવારોને લઈને સોશિયલ મીડિયા સાઈટ X પર નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં તોફાનથી પ્રભાવિત લોકો સાથે મારી સંવેદના છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અધિકારીઓ સાથે વાત કરી અને ભારે વરસાદથી પ્રભાવિત લોકોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. હું દરેકને અને ભાજપ બંગાળના કાર્યકરોને પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા વિનંતી કરું છું.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો કેટલો થયો..

0

દેશમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૨ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૦થી ૩૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો, જાણો કેટલી થઈ કિંમત | LPG cylinder price reduced, know domestic LPG prices. - Gujarati Oneindiaઆ પહેલા માર્ચમાં સિલિન્ડરના ભાવમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, ફેબ્રુઆરીમાં ૧૪ રૂપિયા અને જાન્યુઆરીમાં ૧.૫૦ રૂપિયાનો વધારો થયો હતો. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિક એલપીજીના ભાવ યથાવત છે. ઓઇલ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપરાંત ૫ કિલો એફટીએલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૩૦.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

  • દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના દરમાં ૩૦.૫૦ રૂપિયાનો ઘટાડો
  • કોલકાતામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૨ રૂપિયાનો ઘટાડો
  • મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ૩૧.૫૦ રૂપિયાનો ઘટાડો
  • ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમતમાં ૩૦.૫૦ રૂપિયાનો ઘટાડો

આજે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડર ગ્રાહકોને રાહત મળી છે. માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં એલપીજીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મહિને ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IOC અનુસાર, દિલ્હીમાં ૧૯ કિલોનો LPG સિલિન્ડર આજથી ૧૭૬૪.૫૦ રૂપિયામાં મળશે. પહેલા તે ૧૭૯૫ રૂપિયામાં હતો. કોલકાતામાં તે હવે 1911 રૂપિયાને બદલે ૧૮૭૯.૦૦ રૂપિયામાં મળશે. હવે મુંબઈમાં તે ૧૭૧૭.૫૦ રૂપિયા થઇ ગયો છે, જે પહેલા ૧૭૪૯ રૂપિયા હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ચેન્નાઈમાં ૧૯૩૦.૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

ગયા મહિનાની શરૂઆતમાં, ઘરેલુ એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ભેટ મળી હતી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ (૮ માર્ચ ૨૦૨૪) ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાની છૂટની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે ૭ માર્ચે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના મામલે સામાન્ય લોકોને રાહત આપી હતી. ત્યારબાદ કેબિનેટે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૩૦૦ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-