Home Blog Page 800

વૉઇસ ઑફ મુકેશ તરીકે પ્રખ્યાત ડૉ. કમલેશ આવસ્થીનું નિધન

0

ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઇસ ઑફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું ૨૮ માર્ચે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. ડૉ. કમલેશ આવસ્થી નો જન્મ સાવરકુંડલામાં વર્ષ ૧૯૪૫ માં થયો હતો. તેમણે તેમનો અભ્યાસ M.Sc., Ph.D. ભાવનગર યુનિવર્સિટી માંથી સંપૂર્ણ કર્યો હતો. તેમણે તેમની સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત ભાવનગર સપ્તકલામાં કલા ગુરૂ ભાર્વભાઈ પંડ્યાના હાથ નીચે કરી હતી. તેમણે સંગીત ક્ષેત્રે તેમનું પ્રથમ સંગીત આલ્બમ ટ્રિબ્યુટ ટુ મુકેશ રિલીઝ કર્યું હતું.

Kamlesh Awasthi, Gujarat's 'Voice of Mukesh', passes awayતેમણે ૮ જેટલી હિન્દી ફિલ્મોમાં અને અનેક ગુજરાતી ફિલ્લોમાં ગીતો ગાઈને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે રાજ કપૂરના જીવનની અંતિમ ફિલ્લ ગોપીચંદ જાસુસમાં પાશ્વ ગાયક તરીકે ગાયકી નિભાવી હતી. ત્યારે તેમણે તેમના સન્માન કહ્યું હતું કે, દેશને મુકેશ પાછા મળી ગયા છે. ત્યારે તેમણે વૉઈસ ઓફ મુકેશ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમને વિવિધ ક્ષેત્રે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે સાતકે પુરસ્કાર મળ્યા હતા. તે ઉપરાંત તેમને ભારતીય વિદ્યાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગત સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર ગાયક તેઓ હતા. તેમને મીલેનિયમ મુકેશ મેમોરિયલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. તેણે રાજ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ‘માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ માટે પણ પ્રખ્યાત હતા.

આ પણ વાંચો :-

રાજુ પાલ હત્યા કેસમાં CBI કોર્ટે ૭ આરોપીઓને દોષિત ઠેરવ્યા

0

લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કેદ અને એકને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતિક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. હવે બાકીના તમામ ૭ આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

કલકત્તા હાઈકોર્ટના બે જજની 'તુ...તુ...મે...મે....' બાદ સુપ્રીમનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ પર મૂક્યો પ્રતિબંધબસપાના ધારાસભ્ય રાજુ પાલ જ્યારે ૨૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ધુમાનગંજના નીવાંમાં બે વાહનોના કાફલામાં તેમના સાથીદારો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ SRN હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સુલેમાનસરાઈમાં તેમની કારને ઘેરી લેવામાં આવી હતી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજુ પાલ પોતે કાર ચલાવી રહ્યા હતા. રાજુ પાલની હત્યા સંપૂર્ણ ફિલ્મી અંદાજમાં કરવામાં આવી હતી. આસપાસના લોકો હજુ પણ ગોળીઓના અવાજને યાદ કરીને કાંપી ઉઠે છે.

બસપા ધારાસભ્યની હુમલાખોરોએ રાજુ પાલના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમાં રાજુપાલને ૧૯ ગોળીઓ વાગી હતી. ઉમેશ પાલ આ હત્યાકાંડનો સાક્ષી હતો. પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ આ સાક્ષીની અતીકના શૂટરોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ટ્રિપલ મર્ડરની તપાસ પહેલા પોલીસ, CB CID અને છેલ્લે CBI દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ વતી અતિક અહેમદ અને તેના ભાઈ સહિત ૧૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

બિહાર મહાગઠબંધનમાં વિવાદના સૂર, જાણો RJD કેટલા સીટો પર લડશે ચૂંટણી

0

લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી થઈ ગઈ છે. RJD, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી સધાઈ છે. લાલુ યાદવની પાર્ટી આરજેડી બિહારમાં મહત્તમ સીટો પર ચૂંટણી લડશે. જો કે પપ્પુ યાદવને મોટો આંચકો લાગ્યો છે. પૂર્ણિયા સીટ આરજેડીના ખાતામાં ગઈ છે. આરજેડીએ પહેલેથી જ અહીં બીમા ભારતીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. કન્હૈયા કુમારને પણ આંચકો લાગ્યો છે. બેગુસરાય સીટ સીપીઆઈના ખાતામાં ગઈ છે.

Imageબિહારમાં કુલ ૪૦ લોકસભા સીટો છે. બિહારમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણીમાં આરજેડીના ફાળે ૨૬, કોંગ્રેસને ૯ અને ડાબેરીઓને ૫ બેઠકો મળી હતી. બિહારમાં ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણીમાં એવી ત્રણ સીટો આરજેડીના ખાતામાં આવી છે જ્યાંથી કોંગ્રેસના પપ્પુ યાદવ અગાઉ ચૂંટણી લડ્યા હતા. આ બેઠકોમાં સુપૌલ, મધેપુરા અને પૂર્ણિયાના નામ સામેલ છે. આ ત્રણેય સીટો આરજેડીના ફાળે ગઈ છે.

 બિહારમાં મહાગઠબંધનમાં જે બેઠકો પરથી પપ્પુ યાદવ ક્યારેય ચૂંટણી લડ્યા જ નથી. આ બેઠકોની વાત કરવામાં આવે તો, સુપોલ, મધેપુરા અને પૂર્ણિયાનું નામ સામેલ છે. તેમાં ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલીપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા, વાલ્મિકી નગર, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની, ઝંઝારપુર, સુપૌલ, માધેપુરનો સમાવેશ થાય છે. પૂર્ણિયા.અરરિયા અને હાજીપુરના નામ સામેલ છે.
આ બાજું કોંગ્રેસની વાત કરવામાં આવે તો, કટિહાર, કિશનગંજ, મુઝફરપુર, ભાગલપુર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારણ, પટના સાહિબ, સાસારામ, મહારાજગંજ બેઠકો મળી છે. સીપીઆઈ-એમએલને આરા, કારાકાટ, નાલંદા; સીપીઆઈને બેગુસરાય, સીપીએમને ખગરિયા બેઠક મળી છે. પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે સીટ વહેંચણીની જાહેરાત પહેલા જ X પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘સીમાંચલ કોસી જીતીને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવશે. પૂર્ણિયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાવશે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવશે.

યુવતી સાથે હોટલની રૂમમાં પહોચેલો યુવક જમ્યાબાદ ઢળી પડ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી જેક સ્પેરો નામની હોટલના રૂમમાં એક ૨૮ વર્ષીય યુવકનું રહસ્યમય મોત નિપજ્યું હતું. આ યુવક એક યુવતી સાથે આ હોટલમાં પહોંચ્યો હતો અને ત્યાર બાદ રહસ્યમય રીતે મોતને ભેટતા ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હોટલમાં જમ્યા બાદ ખોરાક શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે મોત થયું હોવાનું અનુમાન છે.

ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવો તારિક અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો. ઓયો હોટલમાં યુવત અને યુવતીએ પોતાના આધારકાર્ડથી ઓળખના પૂરાવા રૂપે આપ્યા હતાં. જેમાં યુવતી કોસાડની હોવાનું સામે આવ્યું છે. ઓયોના બંધ રૂમમાં સૂતા સૂતા જ તારિક અનવર નામના યુવકનું થયું મોત થયું હતું. યુવકના મોતનું કારણ હાલ અકબંધ રહ્યું છે. જેથી પીએમ માટે તેનો મૃતદેહ મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલીના પેવેલિયન પ્લાઝામાં આવેલા જેક સ્પેરો નામની ઓયો હોટલમાં આ ઘટના બની હતી. યુવતી સાથે અંગત પળો વીતાવવા તારિક અનવર નામનો યુવક આવ્યો હતો. શારીરિક સંબંધ બનાવ્યા તુરંત બાદ જ યુવક પલંગ પર ઢળી પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી તાત્કાલીક ઑયો હોટલના માલિકે ૧૦૮ પર ફોન કરતા ડોક્ટરની ટીમ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બન્ને શંકાના ઘેરામાં હોવાથી પોલીસે વધુ તપાસ કરી રહી છે.

ડિંડોલી પોલિસના જણાવ્યા પ્રમાણે તારીખેનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ડમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ડમના પ્રાથમિક રિપોર્ટમાં હોટલમાં જમ્યા બાદ ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે તરીકેનું મોત નીપજયું હતું એચએએલ અકસ્માતે મોતને ગુનો નોધીને ડિંડોલી પોલિસ દ્વારા વધુ તપસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

કેજરીવાલની ધરપકડ બાદ સુનીતાએ કમાન સંભાળી,આપનું નવું અભિયાન શરૂ

0

દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઇ છે. કેજરીવાલ વતી હવે તેમની પત્ની સુનીતા કેજરીવાલ મોરચો સંભાળતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમણે નવો વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી.

સુનીતા કેજરીવાલે તેમના પતિની તુલના સ્વાતંત્ર્ય સેનાની સાથે કરી હતી અને કહ્યું હતું કે તેમના રોમ રોમમાં દેશભક્તિ સમાયેલી છે. તેમણે કેન્દ્ર સરકાર પર એમ કહીને નિશાન સાધ્યું કે કેજરીવાલે તાનાશાહી પક્ષોને પડકાર ફેંક્યો છે. સુનીતાએ કહ્યું, ‘તમે સાંભળ્યું જ હશે કે ગઈ કાલે અરવિંદજીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો તમે તે સાંભળ્યું ન હોય, તો કૃપા કરીને સાંભળો. તેમણે કોર્ટની સામે જે કહ્યું તેના માટે ઘણી હિંમતની જરૂર હતી. તેઓ સાચા દેશભક્ત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશ સરમુખત્યારશાહી સામે આ રીતે લડ્યા હતા. હું છેલ્લા ૩૦ વર્ષથી તેમની સાથે છું. તેમના શરીરના રોમ રોમમાં દેશભક્તિ હાજર છે. અરવિંદજીએ દેશની સૌથી શક્તિશાળી, ભ્રષ્ટ અને તાનાશાહી શક્તિઓને પડકાર ફેંક્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના રિમાંડમાં ચાર દિવસનો વધારો કરતાં તેમને ૧ એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર ઈડીએ ૧૦૦ કરોડથી વધુના દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર હોવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને IT વિભાગે રૂ. ૧૭૦૦ કરોડની નોટિસ ફટકારી

0

કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે બાદ આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ આપી છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી માંગ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.

રામ મંદિર અંગે કોંગ્રેસમાં ધાર્મિક સંકટની સ્થિતિ સર્જાઈ | A situation of religious crisis arose in the Congress regarding the Ram templeઆ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધીની આવકના પુન:મુલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ ૧,૭૦૦ કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન.

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્વારા તેની સામે કરવેરા પુન: આકારણીની કાર્યવાહીની શરૂઆતને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અન્ય એક વર્ષ માટે પુનર્મૂલ્યાંકનની રજૂઆતમાં દખલ કરવાનો ઇનકાર કરતા તેના અગાઉના ચુકાદા અનુસાર અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હાલની બાબત વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે.

આ પણ વાંચો :-

ડિજિટલ પેમેન્ટ્સ અંગે મોદી અને બિલ ગેટ્સ વચ્ચે મંત્રણા

0

અમેરિકાના બિઝનેસમેન, રોકાણકાર અને લેખત તથા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે ઈન્ટરેક્શન થયું હતું તેને રિલીઝ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સ સાથે દેશની સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ સહિતના મુદ્દા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક એવો વિષય છે કે તેનો પણ વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI બહુ કામની વસ્તુ છે પરંતુ તેનાથી ભ્રમકતા ન ફેલાય તેની પણ કાળજી રાખવી જરુરી છે. પીએમ મોદીએ AI સાથે જોડાયેલી G૨૦ સમયની એક ઘટનાને યાદ કરીને તેનો કઈ રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિશેની માહિતી આપી છે.

આ મુલાકાતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’ છે જેમાં સમગ્ર વાતચીત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના યોગદાન પર કેન્દ્રિત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, “AI ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હું ક્યારેક મજાકમાં કહું છું કે અહીં ભારતના ઘણા રાજ્યોમાં માતાને પણ આઈ કહેવાય છે. હવે હું કહું છું કે જ્યારે બાળક આપણા દેશમાં જન્મે છે, ત્યારે Aai પણ બોલે છે. AI પણ બોલે છે… મેં G૨૦ માં AI નો ઘણો ઉપયોગ કર્યો. મેં G૨૦ ના પરિસરમાં ભાષાના અર્થઘટનની વ્યવસ્થા કરી.

વડાપ્રધાને આ ચર્ચા દરમિયાન બિલ ગેટ્સને તેમની સરકારની લખપતિ દીદી યોજનામાં આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પણ પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે, ‘દેશના ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. મેં આ આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ હોસ્પિટલો સાથે જોડી દીધા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કૃષિને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવાની જરૂરિયાત છે. આથી જ અમે ડ્રોન દીદી યોજના શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચાલી રહી છે.

આ પણ વાંચો :-

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં ખાબકી, ૧૦ લોકોના મોત

0

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે.  ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે-૪૪ પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ ૩૦૦ મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના ૪૭ વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે દર્દનાક માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, SDRF અને સિવિલ QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

આ પણ વાંચો :-

૨૯ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભ

બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્‍ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.

મિથુન

આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્ક

દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

‌સિંહ

થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

કન્યા

નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલા

જુસ્સો, ચાણક્ય નીતી, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બોકર કાચ. પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃ‌‌શ્ચિક

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ-સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.

ધન

બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ‌ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકર

આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભ

ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીન

દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત

0

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને બુધવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીની તબિયત બગડતાં મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી બાંદા જવા રવાના થયો છે. આ સાથે મુખ્તારના મોટા પુત્ર અબ્બાસ અંસારીની પત્ની નિખાત પણ બાંદા જવા રવાના થઈ ગઈ છે.

અફઝલ અંસારી થોડા સમય પહેલા ગાઝીપુરથી બાંદા જવા રવાના થયા છે અને હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીની રજૂઆત કરનારા વકીલ અજય શ્રીવાસ્તવ પણ બાંદા જવા રવાના થઈ ગયા હતા.

બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જેલ અધિકારીઓ કોઈની સાથે વાત કરતા નથી. તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. પોલીસ બંદોબસ્તમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા જવા માટે નીકળી ગયો છે. તેમને વેન્ટિલેટર પર ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ધીરે ધીરે મુખ્તારના સમર્થકો અને પરિવારના સભ્યો પહોંચવા લાગ્યા. મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી, પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચ્યા, પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.