રાજુ પાલ હત્યા કેસમાં CBI કોર્ટે ૭ આરોપીઓને દોષિત ઠેરવ્યા

Share this story

લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કેદ અને એકને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતિક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. હવે બાકીના તમામ ૭ આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

કલકત્તા હાઈકોર્ટના બે જજની 'તુ...તુ...મે...મે....' બાદ સુપ્રીમનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ પર મૂક્યો પ્રતિબંધબસપાના ધારાસભ્ય રાજુ પાલ જ્યારે ૨૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ધુમાનગંજના નીવાંમાં બે વાહનોના કાફલામાં તેમના સાથીદારો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ SRN હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સુલેમાનસરાઈમાં તેમની કારને ઘેરી લેવામાં આવી હતી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજુ પાલ પોતે કાર ચલાવી રહ્યા હતા. રાજુ પાલની હત્યા સંપૂર્ણ ફિલ્મી અંદાજમાં કરવામાં આવી હતી. આસપાસના લોકો હજુ પણ ગોળીઓના અવાજને યાદ કરીને કાંપી ઉઠે છે.

બસપા ધારાસભ્યની હુમલાખોરોએ રાજુ પાલના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમાં રાજુપાલને ૧૯ ગોળીઓ વાગી હતી. ઉમેશ પાલ આ હત્યાકાંડનો સાક્ષી હતો. પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ આ સાક્ષીની અતીકના શૂટરોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ટ્રિપલ મર્ડરની તપાસ પહેલા પોલીસ, CB CID અને છેલ્લે CBI દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ વતી અતિક અહેમદ અને તેના ભાઈ સહિત ૧૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.