ડિજિટલ પેમેન્ટ્સ અંગે મોદી અને બિલ ગેટ્સ વચ્ચે મંત્રણા

Share this story

અમેરિકાના બિઝનેસમેન, રોકાણકાર અને લેખત તથા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે ઈન્ટરેક્શન થયું હતું તેને રિલીઝ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સ સાથે દેશની સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ સહિતના મુદ્દા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક એવો વિષય છે કે તેનો પણ વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI બહુ કામની વસ્તુ છે પરંતુ તેનાથી ભ્રમકતા ન ફેલાય તેની પણ કાળજી રાખવી જરુરી છે. પીએમ મોદીએ AI સાથે જોડાયેલી G૨૦ સમયની એક ઘટનાને યાદ કરીને તેનો કઈ રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિશેની માહિતી આપી છે.

આ મુલાકાતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’ છે જેમાં સમગ્ર વાતચીત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના યોગદાન પર કેન્દ્રિત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, “AI ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હું ક્યારેક મજાકમાં કહું છું કે અહીં ભારતના ઘણા રાજ્યોમાં માતાને પણ આઈ કહેવાય છે. હવે હું કહું છું કે જ્યારે બાળક આપણા દેશમાં જન્મે છે, ત્યારે Aai પણ બોલે છે. AI પણ બોલે છે… મેં G૨૦ માં AI નો ઘણો ઉપયોગ કર્યો. મેં G૨૦ ના પરિસરમાં ભાષાના અર્થઘટનની વ્યવસ્થા કરી.

વડાપ્રધાને આ ચર્ચા દરમિયાન બિલ ગેટ્સને તેમની સરકારની લખપતિ દીદી યોજનામાં આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પણ પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે, ‘દેશના ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. મેં આ આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ હોસ્પિટલો સાથે જોડી દીધા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કૃષિને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવાની જરૂરિયાત છે. આથી જ અમે ડ્રોન દીદી યોજના શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચાલી રહી છે.

આ પણ વાંચો :-