Home Blog Page 799

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ચૂંટણી લડવા માંગતા સત્યમ સામે નફરતી અભિયાન

બ્રિટનમાં આવેલી અને દુનિયાની ખ્યાતનામ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ પોતાની સામે નફરતી અભિયાન શરુ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સત્યમ સુરાણા ગત વર્ષે લાઈમ લાઈટમાં આવ્યો હતો. તેણે ભારતીય કોન્સ્યુલેટની સામે દેખાવો કરી રહેલા ખાલિસ્તાનીઓએ રોડ પર ફેંકી દીધેલા તિરંગાને સન્માન સાથે ઉઠાવી લીધો હતો અને તેના કારણે તેની ભારે પ્રશંસા થઈ હતી.

સત્યમે આરોપ લગાવ્યો છે કે, LSEમાં મતદાનના માત્ર ૧૨ કલાક પહેલા, તેની વિરુદ્ધ ખૂબ જ ‘સુયોજિત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોઈક રીતે તેને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યો હતો અને તેને ‘ફાસીવાદી’ ગણાવવામાં આવ્યો હતો તેમ જ તેની ઝુંબેશનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની એક પોસ્ટમાં ખાલિસ્તાનીઓને આતંકવાદી કહેવા બદલ પણ તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.

સત્યમે દાવો કર્યો હતો કે તેને નિશાન બનાવનારાઓ એવા જૂથનો ભાગ છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી અને તેથી આવા ખોટો અને દુષિત પ્રચાર કરે છે. પુણેમાં જન્મેલા સત્યમે કેટલાક મહિનાઓથી બોમ્બે હાઈકોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી છે અને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં LLM કરી રહ્યો છે અને આ વર્ષના અંતમાં તેનો કોર્સ પૂરો થઈ રહ્યો છે.

સત્યમનો આક્ષેપ છે કે, કેટલાક લોકોએ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો કાઢી હતી. જેમાં મેં ભાજપના વખાણ કર્યા હતા. આ જ કારણસર મને ફાસીવાદી ગણી લેવાયો હતો અને તેના આધારે મારી સામે અભિયાન શરુ કરાયુ હતુ. મારા ચૂંટણી ઢંઢેરામાં તો કોઈ રાજકીય મુદ્દો પણ નહોતો, માત્ર વિદ્યાર્થીઓને સ્પર્શતી બાબતો હતી. શરુઆતમાં તો મને વિદ્યાર્થીઓનુ ભારે સમર્થન પણ મળ્યુ હતુ પણ મારી સામે શરુ થયેલા નફરતી અભિયાનના કારણે મારી ચૂંટણી જીતવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે.

સત્યમે કહ્યુ હતુ કે, ખાલિસ્તાનીઓને આતંકી ગણાવતી એક પોસ્ટ મેં સોશિયલ મીડિયા પર મુકી હતી અને તેના કારણે મને ટાર્ગેટ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે મારુ સ્પષ્ટપણે કહેવુ છે કે, ભારત મારો દેશ છે અને હું હંમેશા ભારતની વકીલાત કરતો રહીશ.

આ પણ વાંચો :-

મુખ્તાર માતાપિતાની કબરની બાજુમાં દફન, મોટી સંખ્યામાં લોકોની ભીડ

0

મુખ્તાર અંસારીની અંતિમયાત્રા સાથે મોટી સંખ્યામાં સમર્થકો કબ્રસ્તાન પહોંચ્યા હતા. નમાઝ-એ-જનાઝા બાદ પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મૃતદેહને તેના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારમાં હાજરી આપનારી વિશાળ ભીડ હવે તેમના ઘરે પરત ફરી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે.

ગુરુવારે મોડી રાત્રે મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ પૂર્વાંચલના માફિયાઓની બંદા મેડિકલ કોલેજમાં શુક્રવારે દિવસભર પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી હતી. આ પછી મુખ્તારનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાંદા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ બાદ સાંજે ૪.૪૫કલાકે ૨૬ વાહનોનો કાફલો મૃતદેહ સાથે ગાઝીપુર જવા રવાના થયો હતો. માફિયા ડોનનો મૃતદેહ બપોરે ૧.૧૦ વાગ્યે ગાઝીપુર સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે, મુખ્તાર અન્સારીના કાફલાએ ગાઝીપુરથી ચૌબેપુર થઈ ભદોહી, વારાણસી થઈને પ્રયાગરાજ થઈને રાત્રે ૧૧.૪૫ વાગ્યે પ્રવેશ કર્યો. મૃતદેહ આવે તે પહેલા ઘરની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ગાઝીપુરના એસપી ઓમવીર સિંહે જણાવ્યું કે મુખ્તારને શનિવારે સવારે જનાજાની નમાજ બાદ ગાઝીપુરમાં દફનાવવામાં આવ્યો.

મુખ્તારની અંતિમ યાત્રામાં માત્ર ભાઈ અફઝલ અંસારી, નાનો પુત્ર ઉમર અંસારી અને પરિવારના અન્ય સભ્યો હાજર રહી શક્યા હતા. આ પ્રસંગે તેની ફરાર પત્ની અફશા પણ હાજર ન હતી. આ દરમિયાન, શનિવારે મુખ્તારના અંતિમ સંસ્કાર પહેલા, ઉમર અન્સારીએ તેના પિતાની મૂછોને છેલ્લી વાર તાવ આપ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો.

કબ્રસ્તામાં તેના પરિવાર સિવાય કોઈને પણ જવાની અનુમતિ આપવામાં આવી નહોતી. જેથી કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતીં. ભારે ભીડ જોઈને મુખ્તારના પુત્ર ઓમરે પોતે માઈક હાથમાં લીધું. તેમણે લોકોને પીછેહઠ કરવાની અપીલ કરી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. નોંધનીય છે કે, ભારે પોલીસ ફોર્સ અને લોકોની ભીડ વચ્ચે મુખ્તાર અંસારીને દફનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ચૂંટણી પંચે ૧૯મી એપ્રિલથી ૧ જૂન સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

0

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘EXIT POLL’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪થી ‘EXIT POLL’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

ચૂંટણી પંચે એક્ઝિટ પોલને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ૧૯ એપ્રિલના રોજ સવારે ૭ વાગ્યાથી ૧ જૂનના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાની વચ્ચે એક્ઝિટ પોલ આયોજિત કરવા, પ્રકાશિત કરવા અથવા પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા પણ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે.

આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અથવા અન્ય કોઈપણ સર્વેક્ષણના પરિણામો સહિત કોઈપણ ચૂંટણી-સંબંધિત સામગ્રી મતદાનનું નિષ્કર્ષ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે.

લોકસભા ચૂંટણી ઉપરાંત આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વધુમાં, આ સમયગાળા દરમિયાન ૧૨ રાજ્યોની ૨૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ પણ યોજાશે.

આ પણ વાંચો :-

સુરતમાં મહિલા PSI અને તેમનો પુત્ર ૮,૦૦૦ની લાંચ લેતાં ઝડપાયા

સુરત શહેરમાં લાલગેટ પોલીસ ચોકીના મહિલા PSI અને તેમના પુત્રને ACBએ ૮,૦૦૦ હજારની લાંચ સ્વીકારતા તેમની ઓફિસમાં જ ઝડપી લીધા હતા. વેપારીને ત્યાં કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં મહિલા PSIએ ૧૦ હજારની લાંચ માગી હતી બાદમાં ૮,૦૦૦ હજાર લેવા તૈયાર થયા હતા.

સુરતના એક વેપારીને ત્યાં કામ કરતા ટેકનીશયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજી થઈ હતી. આ મામલે ACBમાં ફરિયાદ થતા ACBએ છટકું ગોઠવ્યું હતું અને લાલગેટ પોલીસ ચોકીમાં જ મહિલા Pડાએ વાતચીત કરી ૮ હજાર રૂપિયા તેના પુત્ર અશ્વિનભાઈ શંકરલાલ પારગીને આપી દેવા જણાવ્યું હતું. અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ ACBની ટીમ ત્રાટકી હતી અને મહિલા PSI અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધા હતા.વર્ષ ૨૦૧૭માં PSI બનેલા મંજુલાબેન પારગીનો પગાર ૭૦ હજાર છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ACBસુરત આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે ACBમાં ફરિયાદ મળી હતી કે લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI મંજુલાબેને અરજીના કામે અટકાયતી પગલાં નડી લેવાના અવેજ પેટે રૂપિયા ૧૦ હજારની લાંચની માંગણી કરી છે અને રંકઝકના અંતે ૮ હજાર રૂપિયાની લાંચ લેવા તેઓ સહમત થયા છે. જેથી આ મામલે ACBએ છટકું ગોઠવી મંજુલાબેન અને અશ્વિનભાઈ શંકરલાલ પારગીને ૮ હજારની લાંચ લેતા અટકાયત કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો! ડૉ. અર્ચના પાટિલે ભાજપમાં જોડાયા

0

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કૉન્ગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૉન્ગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના વ​રિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મુલાકાત કરી હતી.

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રધાન અશોક ચવાણની નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં સારી પકડ છે અને તેમની મધ્યસ્થીથી ગયા મહિને શિવરાજ પાટીલના કટ્ટર સમર્થક બસવરાજ પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આથી ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર પણ ગમે ત્યારે ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. તેમના પહેલા અશોક ચવ્હાણ પણ ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે. જેના પછી અર્ચના પાટિલ ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બસવરાજ પાટિલ મુરુમકરે પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલના દીકરા છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી સામે ચૂંટણી લડનારા ભાજપના કે સુરેન્દ્રનની જાણો કરમકુંડલી ?

0

ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે ૨૪૨ ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને તાજેતરમાં જ પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી હતી. તેના ટ્રાયલનો ઉલ્લેખ ત્રણ પાનામાં કરવામાં આવ્યો હતો.

બીજેપીના એર્નાકુલમ મતવિસ્તારના ઉમેદવાર કે એસ રાધાકૃષ્ણન સામે લગભગ ૨૧૧ કેસ નોંધાયેલા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ જ્યોર્જ કુરિયને કહ્યું કે, ‘મોટાભાગના કેસ ૨૦૧૮માં સબરીમાલા વિરોધ સાથે જોડાયેલા છે. મોટાભાગના કેસ કોર્ટમાં છે. જ્યારે પાર્ટીના નેતાઓ હડતાળ પર હતા અથવા વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તે સંદર્ભમાં ઘણા કેસ નોંધ્યા હતા.’

ભાજપના પ્રદેશ પ્રમુખ સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા કુરિયને જણાવ્યું હતું કે ૨૩૭ કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંદર્ભમાં નોંધાયેલા છે. પથાનમથિટ્ટા જિલ્લામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે ભાજપ અને તેની સંલગ્ન સંસ્થાઓએ ૨૦૧૮ માં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

જ્યોર્જ કુરિયને કહ્યું કે, ઉમેદવારો સામેના કેસોની વિગતો જાહેર કરવી ફરજિયાત છે. આ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે શુક્રવારે ટ્વિટ કરીને સુરેન્દ્રન, રાધાકૃષ્ણન, પાર્ટીના અલપ્પુઝા ઉમેદવાર શોભા સુરેન્દ્રન અને વાટાકરાના ઉમેદવાર પ્રફુલ્લ કૃષ્ણ વિરુદ્ધના કેસની વિગતો આપી હતી.” સંતોષે X પર પોસ્ટ કર્યું કે, ભારતના કેટલાક ભાગોમાં રાષ્ટ્રવાદી બનવું મુશ્કેલ છે. તે રોજિંદા સંઘર્ષ છે, પરંતુ તે સંઘર્ષને યોગ્ય છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સામેના કેસોની સંખ્યાની વિગતો આપતા જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, ‘૨૩૭ કેસ સબરીમાલા વિરોધ સાથે સંબંધિત છે, જ્યારે પાંચ કેરળમાં વિવિધ આંદોલનોના સંબંધમાં નોંધાયેલા છે.

આ પણ વાંચો :-

પૂછપરછ માટે દિલ્હીના પરિવહન મંત્રીને EDનો સમન્સ

0

દારૂ કૌભાંડ મામલે દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ત્યારે હવે મળતી માહિતી મુજબ, ED દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. EDએ આજે શનિવારે ​​કૈલાશ ગેહલોતને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, કૈલાશ ગેહલોતએ જૂથનો ભાગ હતો જેણે આ દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને આ ડ્રાફ્ટ દક્ષિણના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો.

નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.

AAP ના ત્રણ નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ આ કેસના આરોપો હેઠળ જેલમાં છે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા ૨૧ માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ ૧ એપ્રિલ સુધી કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. સિસોદિયા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયા બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના LG વી.કે. સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. આ પછી CBIએ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

આજે રાષ્ટ્રપતિના હસ્તે દેશની પાંચ પ્રતિષ્ઠિત હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કર્યા

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​રાષ્ટ્રપતિ ભવનમાં ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે સ્વાતંત્ર્ય સેનાની અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ, નાયબ વડા પ્રધાન એલકે અડવાણી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.

આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘ભારત રત્ન’ સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ચેન્જ ઓફ ગાર્ડ‘ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને જઈને ભારત રત્ન એનાયત કરશે.

મીડિયા સાથે વાત કરતા, તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું, નરસિમ્હા રાવ બહુમુખી પ્રતિભા ધરાવતા માણસ હતા. પછી તે આંધ્ર પ્રદેશ હોય કે કેન્દ્ર, તેમણે ઘણી વખત સાહસિક પગલાં ભર્યા. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી સત્તામાં હતી, ત્યારે પાર્ટી કે ગાંધી પરિવારે ક્યારેય તેમના યોગદાનને યાદ કર્યા નથી. PM મોદીએ તેમના યોગદાનને યાદ કરીને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

‘ભારત રત્ન’ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત ૨ જાન્યુઆરી, ૧૯૫૪ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

પાલિકાના લિંબાયત ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાથી બન્ને કોમ્પલેક્સને સીલ કરવામાં આવી

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયરસેફ્ટીના નિયમો સઘન કરવામાં આવ્યાં હતાં. આ નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડા પાડવામાં આવતાં હતાં. ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પલેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા મહારાણા પ્રતાપ ચોકમાં આવેલા રાજ એમ્પાયર અને દેવધ રોડ પર આવેલા માધવ શોપીંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી ન હોવાથી પાલિકાના ફાયર વિભાગે આ બન્ને મિલ્કતો સીલ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં હેમચંદ્ર ગુરુકુલમ, સંસ્કૃત પાઠશાળા જે આગમ શોપીંગ સેન્ટર વેસુ ખાતે આવી છે.

સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગે આક્રમક કામગીરી શરૂ કરી હતી. પાલિકાની આ કામગીરી છતાં પણ હજી સુધી અનેક મિલ્કતોમા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઠાગા ઠૈયા થઈ રહ્યાં છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ પાઠશાળાના સંચાલકોને ઈમરજન્સી એક્ઝીટ માટે બે વખત નોટિસ આપ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે જણાવાયું હતું. પરંતુ સંચાલકો દ્વારા લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો ખુલાસો કરવામા આવ્યો ન હતો જેના કારણે આજે આ મિલ્કતો પણ સીલ કરવામા આવી છે.

પાલિકાના ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બન્ને કોમ્પલેક્સને સીલ મરાયા છે ફાયરબ્રિગેડના દિશાનિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે.

આ પણ વાંચો :-

સોનાના ભાવમાં ૭૦૦૦ની સપાટો, એક તોલાનો ભાવ ૬૮૦૦૦ ને પાર

0

સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. દેશમાં ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૬૮,૦૦૦ રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની સરેરાશ કિંમત લગભગ ૬૮,૭૦૦ રૂપિયા છે, જ્યારે ૨૨ કેરેટ સોનાની સરેરાશ કિંમત લગભગ ૬૩,૯૦૦ રૂપિયા છે. ચાંદીની કિંમત ૭૭,૮૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Gold price hiked to Tk 114,074, a new record | The Daily Starસોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે સોનાના ભાવ ૬૮ હજાર ૧૧૦ રૂપિયા નોંધાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ ૭૫ હજાર ૨૨૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨ મહિનામાંથી સોના-ચાંદીના ભાવમાં ૨થી ૪ હજારનો વધારો નોંધાયો છે.

એક જ સપ્તાહમાં વધેલી સપાટી ( એક તોલાનો ભાવ )

  • ૨૧ માર્ચ રૂ. ૬૭,૦૦૦
  • ૨૨ માર્ચ રૂ. ૬૮,૫૦૦
  • ૨૩ માર્ચ રૂ. ૬૮,૪૦૦
  • ૨૫ માર્ચ રૂ. ૬૮ ,૮૦૦
  • ૨૬ માર્ચ રૂ. ૬૮,૮૦૦
  • ૨૭ માર્ચ રૂ. ૬૯,૫૦૦
  • ૨૮ માર્ચ રૂ. ૭૦,૭૦૦

૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે. જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮,૨૨ કેરેટ પર ૯૧૬,૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે. ૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરેટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચો :-