પાલિકાના લિંબાયત ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાથી બન્ને કોમ્પલેક્સને સીલ કરવામાં આવી

Share this story

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયરસેફ્ટીના નિયમો સઘન કરવામાં આવ્યાં હતાં. આ નિયમોનું પાલન ન કરનારા સામે છાસવારે દરોડા પાડવામાં આવતાં હતાં. ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પલેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા મહારાણા પ્રતાપ ચોકમાં આવેલા રાજ એમ્પાયર અને દેવધ રોડ પર આવેલા માધવ શોપીંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી ન હોવાથી પાલિકાના ફાયર વિભાગે આ બન્ને મિલ્કતો સીલ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં હેમચંદ્ર ગુરુકુલમ, સંસ્કૃત પાઠશાળા જે આગમ શોપીંગ સેન્ટર વેસુ ખાતે આવી છે.

સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગે આક્રમક કામગીરી શરૂ કરી હતી. પાલિકાની આ કામગીરી છતાં પણ હજી સુધી અનેક મિલ્કતોમા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઠાગા ઠૈયા થઈ રહ્યાં છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ પાઠશાળાના સંચાલકોને ઈમરજન્સી એક્ઝીટ માટે બે વખત નોટિસ આપ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે જણાવાયું હતું. પરંતુ સંચાલકો દ્વારા લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો ખુલાસો કરવામા આવ્યો ન હતો જેના કારણે આજે આ મિલ્કતો પણ સીલ કરવામા આવી છે.

પાલિકાના ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બન્ને કોમ્પલેક્સને સીલ મરાયા છે ફાયરબ્રિગેડના દિશાનિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે.

આ પણ વાંચો :-