મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો! ડૉ. અર્ચના પાટિલે ભાજપમાં જોડાયા

Share this story

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કૉન્ગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૉન્ગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનાં પુત્રવધૂ ડૉ. અર્ચના પાટીલ ચાકુરકરે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના વ​રિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મુલાકાત કરી હતી.

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રધાન અશોક ચવાણની નાંદેડ, લાતુર અને ધારાશિવ જિલ્લામાં સારી પકડ છે અને તેમની મધ્યસ્થીથી ગયા મહિને શિવરાજ પાટીલના કટ્ટર સમર્થક બસવરાજ પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આથી ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર પણ ગમે ત્યારે ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી. તેમના પહેલા અશોક ચવ્હાણ પણ ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે. જેના પછી અર્ચના પાટિલ ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બસવરાજ પાટિલ મુરુમકરે પણ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલના દીકરા છે.

આ પણ વાંચો :-